________________
જિનપૂજામાં જીવવધ અશક્યપરિશ્તારરૂપ
207
कप्पइ निगंथाणं वा निग्गंथीणं वा गामाणुगामं दूइज्जित्तए। पंचहिं ठाणेहिं कप्पइ, तं०-णाणट्ठयाए, दसणट्ठयाए, चरित्तट्टयाए, आयरियउवज्झाए वा से वीसुभेज्जा, आयरियउवज्झायाणं वा बहिया वेयावच्चकरणयाए' [५/ २/४१३] त्ति । तत्र च मालवादावेकदिनमध्येऽपि बहुशो नद्युत्तरणं सम्भवतीति। अशक्यपरिहारसमाधिमाश्रित्याह-अस्मिन्नद्युत्तरणे सत्त्ववधे जलादिजीवोपमर्दे येऽशक्यप्रतीकारतां वदन्ति, तैः अम्भो जलं निन्दामि पिबामि चेति न्यायः कृतार्थः कृतः, सत्त्ववधमात्रस्य निन्दनान्नद्युत्तरणसम्भविनश्च तस्याश्रयणात्। शक्यं ह्येवं प्रतिमार्चनेऽपि वक्तुम्।
વર્ષાવાસ(=ચોમાસું) રહેલા સાધુ કે સાધ્વીને ગ્રામાનુગ્રામ(=એક ગામથી બીજે ગામ) વિહાર કરવો કલ્પ નહિ. પરંતુ આ પાંચ સ્થાનોથી કહ્યું છે. (૧) જ્ઞાન માટે (૨) દર્શન(=સમ્યગ્દર્શનની શુદ્ધિ વગેરે અર્થે) (૩) ચારિત્ર માટે (૪) પોતાના આચાર્ય કે ઉપાધ્યાય કાળ કરી જાય તો, તથા (૫) બહાર(=પોતાના સ્થાનથી અન્યત્ર) આચાર્ય કે ઉપાધ્યાયની વૈયાવચ્ચ કરવાનો પ્રસંગ હોય.”
આ પ્રમાણે વિહાર કરવામાં માળવાવગેરે દેશોમાં એક જ દિવસમાં ઘણીવાર નદી ઉતરવાનો પ્રસંગ આવે. આમ અહીં કોઇ સંખ્યાનિયમ રહેતો નથી.
જિનપૂજામાં જીવવધ અશકયપરૂિપ પૂર્વપક્ષ - સત્તાનુકંપી સાધુને નદી ઉતરીને પાણીના જીવોની વિરાધના કરવાનું જરા પણ મન નથી. પણ શું થાય! અવશ્ય પ્રાપ્ત નદીઉત્તરણમાં જીવવિરાધના અશક્ય પરિહારરૂપ છે.
ઉત્તરપક્ષ:- વાહ! તમે તો “જલંનિંદામિ' આ (‘એક બાજુ પાણીની નિંદા કરવી અને બીજી બાજુ પાણી પીવું') વાય ચરિતાર્થ કર્યો છે. એક બાજુ જીવહિંસાના નામમાત્રથી નિંદા કરવા માંગો છો, સાચી વાતને સમજ્યા વિના જ ‘એ હેય છે એવી ઉદ્ઘોષણા કરવા મંડી પડો છો અને બીજી બાજુ નદી ઉતરતી વખતે થતી જીવવિરાધનાનો અશક્યપરિહારના નામે બચાવ કરવા મંડી પડો છો.
(પૂર્વપલ - તો શું નદી ઉતરતી વખતની વિરાધનાની પણ નિંદા કરવા મંડી પડીએ? ઉત્તરપઃ - તમારે હિસાબે તો એમ જ થવું જોઇએ ને!પૂર્વપ -એમ શી રીતે થાય? અમે કંઇ એકાંતવાદી નથી કે જેથી અશક્યપરિહારરૂપ હિંસાની પણ નિંદા કરીએ. ઉત્તરપઃ- તેથી શું તમે એમ માનો છો કે અશક્યપરિહારવાળી હિંસા નિંઘ નથી? પૂર્વપક્ષઃ- હા! તેથીસ્તો મુનિની નદી ઉતરણ વખતની હિંસાને નિંદવાને બદલે તેનો બચાવ કરીએ છીએ.)
ઉત્તરપલઃ- આ ઉત્તર તો પૂજાગત હિંસાઅંગે આપવો પણ શક્ય છે, કારણ કે જિનપૂજાગતહિંસાને પણ અમે અશક્યપરિડારરૂપ જ ગણીએ છીએ. તેથી જિનપૂજાને પણ વખોડવી બરાબર નથી.
પ્રતિમાલપક - પૂજામાં થતી હિંસાને અશક્યપરિહારરૂપ કહેવી વાજબી નથી. પ્રભુભક્તિના સાધન તરીકે ગણેલી પુષ્પપૂજા વગેરેને બંધ કરી દો. પછી જુઓ! હિંસા અટકી જાય છે કે નહિ? તેથી પૂજામાં રહેલી હિંસા શક્યપરિહારરૂપ છે.
ઉત્તરપ-એમ બોલવામાત્રથી જ સિદ્ધિ થતી હોય, તો અમે કહીએ છીએ કે નદી ઉતરવાનું બંધ કરવાથી તે વખતે થતી હિંસા પણ અટકી જશે. તેથી નદી ઉતરણ અંગેની હિંસા પણ શક્યપરિહારરૂપ જ છે.
પૂર્વપક્ષઃ- તમે તો ગળે પડો છો. ભલાદીમી! એટલું તો વિચારો, કે સાધુને કુળવગેરે(ભક્ત શ્રાવકગણ વગેરે) પ્રત્યે પ્રતિબદ્ધ થવાનું નથી=પોતાના ભક્તવગેરે ગૃહસ્થોપર મમતાના કુંડાળા દોરવાના નથી. તેથી હંમેશા માસિકલ્પઆદિ વિધિથી વિહાર કરવાનો છે, આ અવશ્યક્તવ્ય વિહાર જ્યારે નદી ઉતર્યા વિના અશક્ય હોય, ત્યારે