________________
208
પ્રતિમાશતક કાવ્ય- ૩૬)
___ भक्तिसाधनीभूतपुष्पादिसत्त्ववधस्य शक्यपरिहारत्वात्तदकरणे तत्परिहार: शक्य इति चेत् ? नद्यनुत्तरणे तज्जीववधपरिहार: शक्य इति तुल्यम्। साधुना कुलाद्यप्रतिबद्धेन विहारस्तावदवश्यं कर्तव्यः, स च नद्युत्तरणं विना न सम्भवतीत्यनन्यगत्या एव नद्युत्तार इति चेत् ? साधुधर्माशक्तस्य श्राद्धस्यावश्यं कर्त्तव्या भगवद्भक्तिः प्रतिमार्चनं विना न सम्भवतीत्यत्राप्यनन्यगतिकत्वं तुल्यम्। एतेनैकत्रैर्याप्रतिक्रमणमन्यत्र नेति वैषम्यमिति निरस्तम्, नद्युत्तारानन्तरमीर्याप्रतिक्रमणस्य साधुकल्पत्वात् नईसंतरणे पडिक्कमइ'इत्यागमेन तत्सिद्धेः । यदि चाधिकाराઅનન્યગત્યા=બીજો માર્ગનહીં હોવાથી સાધુનદી ઉતરે છે અને ત્યારે હિંસા થાય છે. તેથી એ હિંસા અશક્યપરિહારરૂપ જ છે. સાધુને નદી ઉતરવાનું બંધ કરાવી તમારે શું સાધુને તેના આવશ્યક કર્તવ્યમાંથી ભ્રષ્ટ કરવો છે?
ઉત્તરપક્ષ - ના અમારે એ પાપ નથી કરવું. પણ તમને હિંસાના નામપર શ્રાવકને તેના અવશ્યકર્તવ્યરૂપ પરમાત્મભક્તિમાંથી ભ્રષ્ટ કરવાના પાપમાંથી બચાવવા છે. સાધુધર્મ પાળવા અસમર્થ-સર્વસાવદ્યયોગોનો ત્યાગ કરવા અસમર્થ શ્રાવકે ભગવાનની ભક્તિ અવશ્ય કરવાની છે, કારણ કે આ ભક્તિનો ભાવ તેનામાં સર્વસાવદ્યના ત્યાગનું સામર્થ્ય પ્રગટાવવા સમર્થ છે. ભક્તિરૂપ અવશ્યકર્તવ્ય જિનપ્રતિમાપૂજા વિના સંભવતું નથી અને પૂજામાં હિંસા અશક્યપરિહારરૂપ જ છે. આમ અવશ્યકર્તવ્ય ભક્તિમાટે પૂજા સમાન સમર્થ અન્ય સાધનોનો અભાવ હોવાથી પૂજા પણ અનન્યગતિરૂપ છે. તેથી જિનપ્રતિમાપૂજા ન કરનારો શ્રાવક પોતાના અવશ્યકર્તવ્ય જિનભક્તિકૃત્યમાંથી ભ્રષ્ટ થાય છે.
નદી ઉતરણ પછીની ઈર્યાવહિયા કલ્પરૂપ પૂર્વપક્ષ -નદી ઉતર્યાપછી ઈર્યાવહિયા પ્રતિક્રમણ કરવાનું છે. જ્યારે પ્રતિમાની પૂજા કર્યા પછી ઈર્યાવહિયા કરવાનું વિધાન નથી. બન્ને વચ્ચે આ વિષમતા છે.
ઉત્તરપક્ષ - નદી ઉતર્યા પછી સાધુ જે ઈર્યાવહિયા કરે છે, તે માત્ર પોતાના આચારના પાલનઅર્થે જ કરે છે. આઆચાર ‘નાસંતરણે પરિક્રમઇ'(=નદીઉતરણમાં પ્રતિક્રમણ-ઈર્યાવહિયાપ્રતિક્રમણ કરે) આ સિદ્ધાંતવચનથી સિદ્ધ છે. શ્રાવકનો આ આચાર નથી. તેથી શ્રાવક ઈર્યાવહિયા કરતો નથી. તેથી આ વિષમતા અકિંચિત્કર છે. સાધુ ઈર્યાવહિયા પણ અધિકાર અને આજ્ઞાને અપેક્ષીને જ કરે છે. આ આજ્ઞા અને અધિકારને નિરપેક્ષ રહીને જ બસ ‘ઈર્યાવહિયા” કરવા માત્રથી નદીમાં થયેલી જીવવિરાધનાના પાપોની શુદ્ધિ થઇ જતી હોય, તો સાધુને દાન દેવા તૈયાર થયેલો શ્રાવક અજાણતા સચિત્તને સ્પર્શ કરવાનો દોષ સેવ્યા પછી ઈર્યાવહિયા કરવા માત્રથી શુદ્ધ થઇ જાય. જે ઈર્યાવહિયા સર્વસાવઘના પચ્ચખ્ખાણપૂર્વકના ત્યાગી અને છતાં સમજી બૂઝીને નદીના જીવોની વિરાધના કરતા સાધુના દોષને શુદ્ધ કરવા સમર્થ બને, તે ઈર્યાવહિયારું સર્વસાવદ્યનો જેને ત્યાગ નથી, તેવા ગૃહસ્થના અનાભોગથી સચિત્તને સ્પર્શરૂપ અલ્પ દોષને શુદ્ધ ન કરી શકે ? અવશ્ય કરી શકે, કારણ કે આ દોષ તો અતિઅલ્પ છે.
પૂર્વપક્ષ -એમશુદ્ધિ માની લેવામાં તો મોટી હોનારત સર્જાઇ જાય, પછી તો ગોચરીના ૪૨ દોષઅંગે કોઇ વ્યવસ્થા જ ન રહે. તેથી શ્રાવક એમ ઈર્યાવહિયા કરે તેટલા માત્રથી કંઇ શુદ્ધ થતો નથી અને તેના હાથની ગોચરી નિર્દોષ ઠરતી નથી.
ઉત્તરપક્ષઃ- તો ઈર્યાવહિયામાત્રથી નદી અંગેની વિરાધના શી રીતે શુદ્ધ થાય? પૂર્વપક્ષ - ઈર્યાવહિયા કરવા માત્રથી નદીસંબંધી વિરાધના દૂર થાય, એમ અમે કહેતા જ નથી.
ઉત્તરપક્ષ - તો પછી સાધુઓ નદી ઉતર્યા પછી શા માટે ઈર્યાવહિયા કરે છે? नावानईसंतारे ईरियावहियापडिक्कमणं॥ इति [आव०नि० १५३३ उत्त०]