________________
(1બL
164
પ્રતિમાશતક કાવ્ય-૩૦) स्वाशोध्यत्वज्ञानात् ? (३) स्वप्रतिज्ञोचितधर्मविरुद्धत्वज्ञानात् ? (४) आहार्यारोपाद्वा ? नाद्यद्वितीयौ, गृहितुल्ययोगक्षेमत्वादुभयासिद्धेः। न तृतीयः, गृहिणापि यागादिनिषेधाय धर्मार्थं हिंसा न कर्तव्येति प्रतिज्ञाकरणात्तद्विरुद्धत्वज्ञाने स्फुरितावद्येन द्रव्यस्तवाकरणप्रसङ्गात् । अध्यात्माऽऽनयनेन द्रव्यस्तवीयहिंसाया अहिंसाकरणेनाऽविरोधस्याप्युभयोस्तौल्यात्। नापि तुर्यः, अवद्याऽऽहार्यारोपस्येतरेणापि कर्तुं शक्यत्वात्। तेन द्रव्यस्तवत्यागस्यापि प्रसङ्गात्। इति मलिनारम्भस्याधिकारिविशेषणस्याभावादेव न साधोर्देवपूजायां प्रवृत्तिः।मलिनारम्भी हि तन्निवृत्ति
મલિનારંભીને પૂજાનો અધિકાર - ઉપાધ્યાયજીનો મત અહીંઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ સ્વમતદર્શાવે છે. આ જિનપૂજા કરતી વખતે સાધુને અવવની ફુરણા શા માટે થાય છે? (૧) શું ખરેખર પૂજાવગેરે અવદ્ય=પાપરૂપ છે માટે? કે (૨) “ભાવમાં આ પાપની પોતે શુદ્ધિ કરી શકે તેમ નથી' એમ જ્ઞાન થવાથી? કે (૩) “પોતે કરેલી પ્રતિજ્ઞાને ઉચિત ધર્મથી આ ધર્મ વિરુદ્ધ છે એવો બોધ થવાથી?કે પછી (૪) પોતાની જ ઇચ્છાથી એમાં અવદ્યનો આરોપ કરવાથી? (આહાર્યઆરોપ=પ્રત્યક્ષવગેરેથી બાધિત વસ્તુની પણ સ્વઇચ્છાથી કલ્પના કરવી.) અહીં પ્રથમપક્ષે, જો પૂજા વાસ્તવમાં પાપરૂપ હોય, તો તો ગૃહસ્થને પણ પૂજા કરતી વખતે પાપરૂપતા જ નજર સામે આવે. તેથી ગૃહસ્થને પણ પૂજાનો અધિકાર પ્રાપ્ત ન થાય. અહીં ગૃહસ્થના અધિકારના બચાવમાં જે જવાબ આપશો, તે જવાબ સાધુના અધિકારને પણ સિદ્ધ કરશે. આમ બન્ને પક્ષે યોગક્ષેમ તુલ્ય હોવાથી પ્રથમ પક્ષ ત્યાજ્ય છે. બીજો વિકલ્પ પણ ગૃહસ્થઅંગે સમાન યોગક્ષેમ ધરાવતો હોવાથી ઉપેક્ષણીય છે. જો સદા ધર્મમાં રત સાધુ પૂજામાં લાગતા પાપની ભાવમાંશુદ્ધિ કરી શકવાની બાબતમાં પોતાની અશક્તિનું જ્ઞાન કરતો હોય, તો જેને ધર્મસાથે માંડ બે ચાર ઘડીનો જ સંબંધ છે, તે ગૃહસ્થને તો પૂજાદિમાં લાગતા પાપની શુદ્ધિ કરવી પોતાને માટે અશક્યપ્રાય છે તેવો અધ્યવસાય સુતરામ સંભવી શકે છે. તેથી ગૃહસ્થને પણ અવદ્યની ફુરણા થતી હોવાથી ગૃહસ્થ પણ સાધુની જેમ પૂજાના અધિકારમાંથી બાકાત થઇ જાય. “હિંસાના ત્યાગની પ્રતિજ્ઞા લીધી હોવાથી સાધુને પૂજાવગેરેમાં પોતાની પ્રતિજ્ઞાને ઉચિત ધર્મ(=નિરવદ્ય-અહિંસા વગેરે)થી વિરુદ્ધ ધર્મનું જ્ઞાન થાય છે, તેથી સાધુને પૂજાવગેરેમાં પાપની ફુરણા થાય છે. આવો ત્રીજો વિકલ્પ ગૃહસ્થને પણ લાગુ પડતો હોવાથી હેય છે, કારણ કે ગૃહસ્થ પણ “ધર્મમાટે યજ્ઞવગેરેદ્વારા હિંસા ન કરવી તેવી પ્રતિજ્ઞા લીધી હોય છે, તેથી ગૃહસ્થને પણ સાધુની જેમ પૂજામાં આ પૂજા મારી પ્રતિજ્ઞાની વિરુદ્ધ છે. તેવું જ્ઞાન થવાદ્વારા અવદ્યની ફુરણા સંભવી શકે છે. તેથી ગૃહસ્થ પણ પૂજાના અધિકાર માટે અયોગ્ય ઠરે.
શંકા -મૈત્રીવગેરે ચાર ભાવનાથી યુક્ત આ પૂજા અધ્યાત્મ યોગ-શુભ અધ્યવસાયને ખેંચી લાવે છે. તેથી દેખાવમાં હિંસારૂપ હોવા છતાં વાસ્તવમાં અહિંસારૂપ છે. તેથી શ્રાવકો ભલે પૂજાના અધિકારી બને.
સમાધાનઃ- જો પૂજાથી અધ્યાત્મ યોગની કમાણી થતી હોય, તો ગૃહસ્થની જેમ સાધુ પણ ભલેને પૂજાનો અધિકારી બને, કારણ કે સાધુને પણ અધ્યાત્મયોગ આવકાર્ય છે જ અને તો, તમારો ત્રીજો વિકલ્પ વરાળ જ થઇ જાય, કારણ કે પૂજામાં પ્રતિજ્ઞાની વિરુદ્ધતાની ફુરણા થાય નહિ તેથી ત્રીજો વિકલ્પ હેય બને છે. ચોથો વિકલ્પ પણ ઉપાદેય નથી, કારણ કે પૂજામાં સ્વેચ્છાથી પાપનો આરોપ તો સાધુની જેમ શ્રાવક પણ કરી શકે છે.
શંકા - તો પછી કુવાના દૃષ્ટાંતથી પણ ગૃહસ્થ જ પૂજાનો અધિકારી અને સાધુ નહિ એ વાત શી રીતે ઉપપન્ન બનશે.
સમાધાન - જુઓ આ પ્રમાણે, ગૃહસ્થ મલિનઆરંભી=સંસારવર્ધક આરંભવાળા છે. જ્યારે સાધુઓ એવા કોઇ આરંભવાળા નથી. આમ “મલિનઆરંભવાળાપણું રૂપ વિશેષણ ગૃહસ્થને છે. તેથી ગૃહસ્થ પૂજાનો