________________
(192 )
પ્રતિમાશતક કાવ્ય-૩૨) कर्णनात्कर्णयोरमृतमजनम् । तथा जिनमुखस्य भगवत्प्रतिमावदनेन्दोर्ज्योत्स्नाया लावण्यस्य समालोकना दक्ष्णो:= नयनयोश्चामृतमज्जनं, विगलितवेद्यान्तरोभयानन्दात्मा शान्तरसोद्बोध इति यावत्॥३१॥ तथा
नानासङ्घसमागमात्सुकृतवत्सद्गन्धहस्तिव्रज
स्वस्तिप्रश्नपरम्परापरिचयादप्यद्भुतोद्भावना। वीणावेणुमृदङ्गसङ्गमचमत्काराच्च नृत्योत्सवे,
स्फारार्हद्गुणलीनताऽभिनयनाद्भेदभ्रमप्लावना ॥ ३२॥ (ન્હાન્વય સ્પષ્ટ: II) •
'नाना' इति । नाना प्रकारा=अनेकदेशीया ये सङ्घास्तेषां समागमात्सुकृतवन्तो ये सन्तस्त एव गन्धहस्तिनो गन्धमात्रेण परवादिगज(मद ?)भञ्जकत्वात् । तेषां व्रज: समूहः, तत्र या स्वस्तिप्रश्नस्य परम्परा, तस्या: परिचया(પરમકૃપાળુ પરમાત્માની સર્વ જીવો પ્રત્યે કરૂણાનો ધોધ વહાવતી, બધા પ્રકારના પદ્ધલિકાદિ ભાવો પ્રત્યે ઉદાસીનતાભાવ છલકાવતી, કમળના પત્ર જેવી, દર્શન કરનારના હૃદય અને નેત્રને પરમાëાદ પીરસતી નયનજોડીનું દિવ્યદર્શન, દયાસિંધુદેવાધિદેવની સર્વજીવો પ્રત્યે પરમમૈત્રી વગેરે ભાવોનું સુરમ્ય સંગીત વહાવી રહેલી મુખમુદ્રાનું પાપનિકંદનદર્શન, દર્શન કરનારાના પોતાના જ સુપુત પરમાત્મભાવને ઢંઢોળતી અને વારંવાર પોતાના સ્વરૂપનું સ્મરણ કરાવતી જિનપ્રતિમામાં સાક્ષાત્ પરમાત્મસ્વરૂપનું દર્શન.... જોનારની આંખમાટે પિયુષપાન બન્યા વગર રહે નહી.... કલ્યાણમંદિર જિનેન્દ્રની મુખમુદ્રાના નિરીક્ષણમાં આસક્ત થયેલાં નયનયુગલમાંથી ઉભરાતા હર્ષના અશ્રુબિંદુઓ અદર્શનીયના દર્શનરૂપ મલને દૂર કરી નાખે છે, અનાદિકાળથી કુદર્શનની પડી ગયેલી કુટેવ અને તેના કારણે આંખોમાં સળવળતા વિકારના-વાસનાઓના સાપોળિયાઓ વીતરાગની પાવનકારી મુખમુદ્રાના સુદર્શનથી વિલય પામી જાય છે. - એમ વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે.) ખરેખર! જિનેન્દ્રના દર્શન ચક્ષુમાટે અમૃતકુંડમાં મગ્નતારૂપ બને છે. જિનેન્દ્રના દર્શનમાં જ્યારે એકાગ્રતા આવે છે, ત્યારે બાકીનું બધું વિસરાઇ જાય છે. તથા ચક્ષુને ઉત્કૃષ્ટ રૂપના દર્શનથી બાહ્ય આનંદ અને હૃદયને પરમાત્મસ્વરૂપમાં લય થવાથી આત્યંતર આનંદ પ્રાપ્ત થાય છે. આ બન્ને પ્રકારના (અથવા કાન અને આંખ એમ ઉભય સંબંધી) પરમઆનંદના મહાસાગરમાં મસ્ત બનેલાઆત્મામાં સરસશાંતસુધારસનો આવિર્ભાવ થાય છે – આ બધા છે દ્રવ્યસ્તવના અમૂલ્ય લાભો. તમે તેમાંથી રખે રહી જતા! (આજે જ્યારે ટી.વી., સીનેમા, બેફામ રૂપપ્રદર્શનો વગેરેના ઝેર સતત આંખને વાસનાના ઝેરમય બનાવી રહ્યા હોય, ત્યારે તો એ બધા ઝેરને દૂર કરવા અને એનાથી બચવા પ્રભુપ્રતિમાદર્શન કેટલું આવશ્યક બન્યું છે? જ્યારે કુત્સિત (ચિત્રદર્શનવગેરેરૂપ) સ્થાપનાની બોલબોલા હોય, ત્યારે એ સામે અમોઘ ઉપાય છે શ્રેષ્ઠસ્થાપનાના શરણે જવું) . ૩૧
દ્રવ્યસ્તવના બીજા લાભ બતાવે છે–
કાવ્યાર્થ-જુદા-જુદા સંઘોનો(ત્યાં=જિનાલયમાં) સમાગમ થાય છે. વળી, ત્યારે સુકૃતવાળા સનોરૂપ ગંધહસ્તીઓના સમુદાયમાં સ્વસ્તિપ્રશ્ન(= ક્ષેમકુશળપૃચ્છા)ની પરંપરાના પરિચયથી પણ અદ્ભત ઉદ્ધાવના= અદ્ધતરસનું આવિર્ભાવ થાય છે. તથા નૃત્યોત્સવમાં વીણા, વાંસળી, તબલા વગેરેના સંગમથી જે ચમત્કાર સર્જાય (=જે સુગમ્ય સંગીત પ્રગટે) છે, તેનાથી ફાર=પ્રકૃષ્ટ અદ્ભણોમાં લીનતા અનુભવાય છે. આ લીનતા જ્યારે અભિનયદ્વારા પ્રગટ થાય છે, ત્યારે ભેદનો ભ્રમ ભાંગી જાય છે.
સત્સંગથી અવંચકત્રયની પ્રાપ્તિ સુક્તની કમાણી કરતા સંત પુરુષો પોતાના નામરૂપ ગંધ માત્રથી પરવાદીરૂપ હાથીઓને ભગાડતા હોવાથી ગંધહસ્તી જેવા છે. પરસ્પરના શુભની પુચ્છા અદ્ધતરસની ઉભાવના કરે છે. આ પ્રગટ થયેલો અદ્ધતરસ સ