________________
ભાવયજ્ઞરૂપે દ્રવ્યસ્તવની સિદ્ધિ
197
पदोपसन्दानेन वीतरागदेवतोपस्थितेर्वीतरागपूजायां तत्प्रवृत्तिपर्यवसानमिति तु युक्तम् । आह च → 'देवोद्देशेनैत दृहिणां कर्त्तव्यमित्यलं शुद्धः। अनिदान: खलु भावः स्वाशय इति गीयते तज्ज्ञैः॥ षोडशक ६/१२] देवतोद्देशेन त्यागश्च निश्चयत आत्मोद्देशेनैव, देवतात्वं वीतरागत्वमिति समापत्त्या तस्य स्वात्मन्युन्नयनात् ।
यौगास्तु 'देवतात्वं मन्त्रकरणकहविर्निष्ठफलभागित्वेनोद्देश्यत्वम् । अतश्चतुर्थी विनापीन्द्रादेर्देवतात्वं, हविर्निष्ठफलं स्वत्वं, अतो न त्यागजन्यस्वर्गरूपफलाश्रयकर्त्तर्यतिव्याप्तिः । न च मन्त्रं विनेन्द्राय स्वाहेत्यनेन त्यागे देवतात्वं न स्यादिति वाच्यं, मन्त्रकरणकत्यागान्तरमादाय देवतात्वात्। स्वाहास्वधान्यतरस्यैव प्रकृते मन्त्रत्वाच्च। पित्रादीनां स्वधया त्यागे देवतात्वं न तु प्रेतस्य, नम:पदेनैव तदा त्यागात्। शूद्रादिपितुर्देवतात्वं च ब्राह्मणपठितमन्त्रत्वात्। 'ब्राह्मणाय स्वाहा' इत्यनेन ब्राह्मणाय त्यागेऽपि स्वाहेत्यस्य न ब्राह्मणस्वत्वहेतुत्वं, દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહી તેનો આદર કરવો યુક્તિસંગત નથી.
ઉત્તરપક્ષ - વાસ્તવમાં તૈયાયિકવગેરે લોકો “યાગ’ શબ્દનો પ્રયોગ દેવતાને ઉદ્દેશીને કરાતા ત્યાગ અર્થમાં જ બહોળા પ્રમાણમાં કરે છે. આ અર્થમાં યાગ અપ્રધાન હોઇ દ્રવ્યરૂપ છે. તેથી તે બધા યાગ દ્રવ્યયાગ છે. તેથી જ જ્યારે ભાવપદયુક્ત વાગ-યજ્ઞપદનો પ્રયોગ થાય છે, ત્યારે ‘ભાવ' પદથી વીતરાગદેવ સ્મૃતિપથપર ઉપસી આવે છે. તેથી ભાવયજ્ઞપદથી વીતરાગદેવની પૂજા' એવો અર્થ જ હૃદયપટપર અંકિત થાય છે. “યજ્ઞ પદદેવપૂજાબોધક છે. પણ જ્યારે તે “ભાવ” પદ યુક્ત બને છે, ત્યારે વીતરાગદેવની પૂજાને જ યાદ કરાવે છે. સ્તવ' પદમાં ભાવસ્તવથી ચારિત્ર સ્મૃતિમાં આવે છે અનેદ્રવ્યસ્તવથી તેના કારણભૂત પૂજાદિનો ખ્યાલ આવે છે. તેથીદ્રવ્યસ્તવમાટે ભાવયજ્ઞપદનો પ્રયોગ અવિરુદ્ધ છે. તેથી જ કહ્યું છે કે – “દેવના ઉદ્દેશથી (જિનભક્તિના ઉદ્દેશથી) આ (જિનભવન કરાવવું વગેરે) ગૃહસ્થોનું કાર્ય છે, એવો જે નિદાન રહિતનો વિશુદ્ધ ભાવ છે એ જ સ્વાશય=સારો આશય છે. એમ આ વિષયના જ્ઞાતાઓ કહે છે. તાત્પર્ય - જિનભક્તિનો ભાવ જ સ્વાશય અને ભાવયજ્ઞરૂપ છે. યાગનો અર્થ દેવતાને ઉદ્દેશીને કરાતો ત્યાગ' એવો કર્યો. નિશ્ચયનયથી વિચારીએ, તો આ ત્યાગ આત્માને - પોતાને ઉદ્દેશીને જ થાય છે, કારણ કે દેવપણું એટલે “વીતરાગપણું.' (વીતરાગ સિવાય અન્ય કોઇ વાસ્તવમાં પૂજાને લાયક દેવ નથી.) આમ વીતરાગ જ દેવ છે. દ્રવ્યસ્તવઆદિ યાગકાળદેવતાને ઉદ્દેશીને ત્યાગ કરતી વ્યક્તિ વીતરાગદેવના પરમસ્વરૂપમાં લય પામે છે અને સમાપત્તિદ્વારા સ્વયંને જ વીતરાગસ્વરૂપે નીરખે છે. આમ પોતાને જ દેવતાપદે સ્થાપતો હોવાથી દેવતાને ઉદેશીને કરાતો ત્યાગ પણ સ્વને ઉદ્દેશીને જ થાય છે. (“યાગ-યજ્ઞ=દેવતાને ઉદ્દેશીને ત્યાગ એવો અર્થ છે. તેથી આ ત્યાગ=પૂજા એ તાત્પર્ય છે. તેથી યજ્ઞ=દેવપૂજા. જ્યારે એની આગળ “ભાવ” શબ્દ આવે છે, ત્યારે “ભાવ” નો અન્વય “યજ્ઞ' પદના પૂર્વાદ્ધબોધક અંશરૂપ એકદેશસાથે ઇષ્ટ છે. એટલે કે ‘ભાવદેવની પૂજા' એવો ભાવયજ્ઞનો તાત્પર્યબોધ થશે. દેવ' પદનું તાત્પર્ય પણ પૂજ્યતમ તત્ત્વ અંગે છે. તેથી ભાવેદેવ તરીકે દેવગતિકર્મનો ઉદય અનુભવતા વૈમાનિકવગેરે દેવો ઇષ્ટ નથી. તેથી જ દેવ-ગુરુપસાય” કહીએ છીએ ત્યારે દેવતરીકે વીતરાગદેવની જ સ્મૃતિ થાય છે. પૂજ્યતમ ભાવેદેવ-વીતરાગ દેવો જ છે. તેથી ભાવયજ્ઞ=વીતરાગ દેવોની પૂજા, એમ તાત્પર્ય મળે. આવું મને ભાસે છે.
ઉત્તરાયયનમાં ભાવયજ્ઞ=ચારિત્ર તાત્પર્ય બતાવ્યું... ત્યાં “ભાવ” પદનો અન્વય “યજ્ઞ' પદના પુજા' રૂપ ઉત્તરાર્ધ્વબોધક અંશ સાથે છે. તેથી દેવની ભાવપૂજા એવો અર્થ થયો. અને ભાવપૂજા=ચારિત્ર. અથવા યજ્ઞ દેવતાને ઉદ્દેશીને ત્યાગ. તો ભાવત્યાગ છે... દેવને ઉદેશીને સર્વત્યાગ. અહીં દ્રવ્યસ્તવ પણ દ્રવ્યયજ્ઞ ગણાય. છતાં આપત્તિ નથી, કારણ કે દ્રવ્ય” પદ પ્રધાન-અપ્રધાન ઊભય અર્થમાં વપરાય છે. જે ભાવનું કારણ બને તે પ્રધાન, બીજું અપ્રધાન. લૌકિક યજ્ઞ અપ્રધાન દ્રવ્યયજ્ઞ છે. દ્રવ્યસ્તવ-પ્રધાન દ્રવ્યયજ્ઞ, કારણ કે તે ચારિત્રરૂપ ભાવયજ્ઞનું કારણ બની શકે છે. ને કારણમાં કાર્યનો ઉપચાર કરીએ, તો એ રીતે પણ દ્રવ્યસ્તવ ભાવયજ્ઞ કહેવાય. જો કે આ તો ઉત્તરાથથનગત ભાવયજ્ઞ સાથે અન્વય જોડવા વિચાર્યું.. વસ્તુતઃ અહીં તો દ્રવ્યસ્તવ વીતરાગદેવની પૂજા રૂપે ભાવયજ્ઞ જ ઉચિત છે.)