________________
જિનપૂજાથી ચારિત્રની પ્રાપ્તિ
165
फलायां तत्राधिक्रियते दुरितवानिव तन्निवृत्तिफले प्रायश्चित्ते। तदाह हरिभद्रः → 'असदारंभपवत्ता जंच गिही तेण तेसिं विन्नेया। तन्निवित्तिफलच्चिय, एसा परिभावणीयमिणं।[पञ्चाशक ४/४३] अत एव स्नानेऽपि साधो - धिकारस्तस्य देवपूजाङ्गत्वात्प्रधानाधिकारिण एव चाङ्गेऽधिकारो, न स्वतन्त्रोऽङ्गत्वभङ्गप्रसङ्गादिति युक्तं पश्यामः॥
असदारम्भनिवृत्तिफलत्वं च द्रव्यस्तवस्य चारित्रमोहक्षयोपशमजननद्वारा फलत: शुभयोगरूपतया स्वरूपतश्च। अत एव ततोऽनारम्भिकी क्रिया, शुभयोगे प्रमत्तसंयतस्यानारम्भकतायाः प्रज्ञप्तौ दर्शितत्वादार्थेनातिदेशेन देशविरतस्यापि तल्लाभात्। तथा च प्रज्ञप्तिसूत्रं → અધિકારી છે. આ વિશેષણ સાધુને નથી. માટે સાધુ પૂજાનો અધિકારી નથી.
શંકા - પૂજાનો અધિકાર મલિનઆરંભીને જ કેમ? સમાધાન - આનો ઉત્તર મેળવવા પહેલા એ સમજી લો કે, પૂજાનું ફળ શું છે? શંકા - પૂજાનું ફળ શું છે?
સમાધાન - પૂજનું ફળ છે મલિનારંભ(=સંસાઢેતુક પ્રવૃત્તિઓ)થી છુટકારો. જેમકે પ્રાયશ્ચિતનું ફળ છે કરેલા પાપની શુદ્ધિ. તેથી જેમ પાપ કરનારા જ પાપની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કરે છે, નહિ કે (પાપ નહિ કરનારા) બીજા. તેમ જેઓ મલિનારંભ કરી રહ્યા હોય, તેઓ જ, પોતાના આ મલિનઆરંભની શુદ્ધિ કરવા (પ્રાયશ્ચિત અને પરિણામેત્યાગ માટે) પૂજા કરવાના અધિકારી બને છે. નહિક (મલિનારંભનહીં કરનારા) સાધુઓ. યોગાચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ પણ કહ્યું છે કે – “ગૃહસ્થો અસ આરંભમાં પ્રવૃત્ત થયેલા છે, તેથી તેઓને જ તે આરંભમાંથી નિવૃત્ત કરાવનારી આ(=પૂજા) છે. એમ પરિભાવન કરવું.”
આમ સાધુને જિનપૂજાનો અધિકાર અસિદ્ધ થાય છે. તેથી સાધુને સ્નાન કરવાનો અધિકાર પણ આપોઆપ ઉડી જાય છે, કારણ કે સ્નાન પૂજાનું અંગ છે અને જેઓ પૂજારૂપ મુખ્યના અધિકારી હોય, તેઓને જ તેના અંગમાં પણ પ્રવૃત્ત થવાનો અધિકાર મળે છે. જો સ્નાનનો અધિકાર સ્વતંત્ર હોય, તો સ્નાન પૂજાનો એક ભાગ હે નહિ. પૂજાનો અધિકાર શ્રાવકને મળવામાં અને સાધુને ન મળવામાં અમને ઉપરોક્ત વિચાર જ બરાબર લાગે છે.
જિનપૂજાથી ચારિત્રની પ્રાપ્તિ પ્રશ્ન:- પૂજાથી મલિનઆરંભમાંથી છુટકારો થાય” એમ કહેવાનો તમારો આશય છે. પરંતુ સ્વરૂપસાવદ્ય જિનપૂજાથી સ્વરૂપનિરવદ્ય ચારિત્રની પ્રાપ્તિ શી રીતે સંભવે? શું બાવળ વાવીને કેરી મેળવવાના મનોરથ જેવી આ વાત નથી?
ઉત્તર:- ના, એમ નથી, જિનપૂજાવગેરે દ્રવ્યસ્તવના ફળરૂપે ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે.
(કારણકે પૂજ્યની પૂજારૂપ હોવાથી આપૂજાશુભયોગ હોવાથી ગૃહસ્થની કક્ષાનોઅપ્રમત્તયોગ છે. અને તે-તે ગુણસ્થાનકને અનુરૂપ આ અપ્રમત્તયોગ ઉપલા ઉપલા ગુણસ્થાનકની પ્રાપ્તિમાં કારણ બને છે. તેથી પંચમવગેરે ગુણસ્થાને રહેલા ગૃહસ્થનો પૂજારૂપ અપ્રમત્તયોગ છઠ્ઠા ગુણસ્થાનક=સર્વવિરતિચારિત્રના કારણભૂત ક્ષયોપશમને પેદા કરે તે યોગ્ય જ છે. વળી જેનો ચારિત્રમોહનીય સર્વથા નાશ પામ્યો છે, તેની આ પૂજા છે. તેથી “ગુણીના બહુમાનથી ગુણ આવે નિજ અંગ’ એ ન્યાયથી પણ ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થાય એવું તાત્પર્ય વિચારી શકાય.)
ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી સર્વવિરતિધર્મની પ્રાપ્તિ થાય તે સહજ છે. આ ચારિત્રની પ્રાપ્તિથી સર્વ મલિનઆરંભથી છુટકારો થાય, તે પણ સ્વાભાવિક જ છે. વળી, તત્કાળમાં કૃતજ્ઞતા-ભક્તિભાવવગેરે ભાવોથી વ્યા હોવાથી સ્વરૂપથી પણ શુભયોગરૂપ છે.