________________
ક્રિયાપ્રત્યે માત્ર બાહ્યસામગ્રીની અકિંચિત્કરતા
181
द्विविधा सङ्ग्रहस्य, सङ्क्लेशरूपैव च ऋजुसूत्रस्य सम्मता इत्येवं व्यवस्थितः। सङ्क्लेशश्चात्मपरिणाम आत्मैव, इत्येतन्मते आत्मैव हिंसेत्युक्तौ दोषाभावाच्छब्दनयानामप्येतदेव मतम्। 'मूलनिमाणं पज्जवणयस्स उज्जुसुअवयणविच्छेओ। तस्स उ सद्दाईआ साहापसाहा बहुविगप्पा'। [१/५] इति सम्मतिग्रन्थेन तेषामृजुसूत्रविस्तारात्मकत्वव्यवस्थितेः, विशेषिततरतदर्थवत्त्वस्यैव निर्युक्तावभिधानाच्च। प्राणातिपातनिवृत्तिस्वभावसमवस्थितात्मद्रव्यान्यथाभाव ऋजुसूत्रमते हिंसा, तद्गुणान्यथाभावश्च शब्दनयमत इति तु विवेचकाः। સ્વીકારતો નથી. માટે પર્યાયના નાશને પણ સ્વીકારતો નથી. અથવા પર્યાયનાશ પણ દુઃખરૂપ હોવાથી એનો બીજા પ્રકારમાં સમાવેશ થાય છે.) ઋજુસૂત્રમતે માત્ર સંક્લેશ એકરૂપ જ હિંસા છે. અર્થાત્ બીજાની હિંસાઅંગેનો હિંસકના મનમાં જાગેલો સંક્લિષ્ટ પરિણામ પોતે જ હિંસારૂપ છે. (કારણ કે ઋજુસૂત્ર નય વર્તમાનકાલીન સ્વકીયપર્યાયોને જ સ્વીકારે છે. તેથી બીજાને દુઃખોત્પાદકે બીજાના પર્યાયનો નાશ આ નયને સંમત જ નથી. વળી પૂર્વે કહ્યું તેમ, હિંસાનું ફળ પોતાના સંક્લિષ્ટ અધ્યવસાયના કારણે જ મળે છે. ઇત્યાદિ કારણોથી આ નય માત્ર હિંસકના સંક્લેશને જ હિંસા તરીકે સ્વીકારે છે.) આ સંક્લેશ પણ એક પ્રકારનો આત્માનો અશુભ પરિણામ જ છે. વળી પરિણામ પરિણામીથી કચિત્ અભિન્ન છે અને પરિણામનું ફળ પણ પરિણામીને મળે છે. તેથી ઋજુસૂત્રનયમતે “આત્મા પોતે જ હિંસા” એમ કહેવામાં દોષ નથી. શબ્દનોનો પણ આ જ અભિપ્રાય છે.
શંકા - ઋજુસૂત્રનય અને શબ્દનયોનો અભિપ્રાય સરખો કેમ?
સમાધાન - શબ્દનો ઋજુસૂત્રનયરૂપ સ્કંધની જ વિસ્તાર પામેલી શાખાઓ સમાન છે. સંમતિગ્રંથમાં કહ્યું જ છે કે – “ઋજુસૂત્રનયના વચનવિચ્છેદો(=વચનવિભાગો) પર્યાયનયના મૂલનિમાણ(મૂળ આધારભૂત) છે. બહુવિકલ્પોવાળા શબ્દવગેરે નયો તેની શાખા પ્રશાખા સમાન છે. નિર્યુક્તિમાં પણ એમ જ કહ્યું છે કે, શબ્દવગેરે નયો ઋજુસૂત્રનયના જ અભિપ્રાયને વિશેષિતરૂપે સ્વીકારે છે.
પ્રશ્નઃ - તો પછી શબ્દાદિનયોની ઋજુસૂત્રનયની માન્યતાથી ભિન્ન માન્યતા કયા અંશે છે?
ઉત્તરઃ- નયવિવેચકો શબ્દાદિનયોની માન્યતામાં ઋજુસૂત્રનયની માન્યતાથી આવો ભેદ બતાવે છે – ઋજુસૂત્રમતે હિંસાની નિવૃત્તિરૂપ સ્વભાવમાં રહેલા આત્મદ્રવ્યનો અન્યથાભાવ હિંસા છે. અર્થાત્ હિંસાની નિવૃત્તિના સ્વભાવવાળો આત્મા જ્યારે હિંસાની પ્રવૃત્તિ તરફ દોરાય છે, ત્યારે એ આત્મા પોતે જ હિંસારૂપ છે. શબ્દવગેરે નયોના મતે હિંસાની નિવૃત્તિરૂપ જે આત્મગુણો છે, તે ગુણોનો જે અન્યથાભાવતેજ હિંસા છે. તાત્પર્ય -ઋજુસૂત્રનય આત્મદ્રવ્યને હિંસા કે અહિંસા કહે છે. શબ્દનયો આત્માના તત્કાલીન હિંસા કે અહિંસા સંબંધી ગુણને હિંસા કે અહિંસા કહે છે. (વધુ ઊંડાણથી કહીએ તો આત્મામાં ઉત્પન્ન થતાં ક્રોધાદિ બધા જ અવગુણો વિભાવરૂપ હોવાથી હિંસારૂપ છે કારણ કે તેઓ ક્ષમાદિ આત્મગુણોના અન્યથાભાવરૂપ છે અને આત્માના શુદ્ધ કે શુભ પરિણામોને નષ્ટ કરે છે.)
ક્રિયાપ્રત્યે માત્ર બાહ્યસામગ્રીની અકિંચિત્થરતા પૂર્વપક્ષ - આમ જો તમે અધ્યવસાયના આધારે જ ક્રિયાને શુભ અને અશુભનું લેબલ લગાડશો, તો તે ભદંત ! જ્ઞાનાવરણીય કર્મ બાંધતી વખતે જીવ કેટલી ક્રિયા કરતો હોય? ગૌતમ ! ત્રણ, ચાર કે પાંચ ઇત્યાદિ મથાપનાના પાઠથી યોગ(=આત્મપ્રયત્ન) અને પ્રદ્વેષના સામ્યથી કર્મબંધવિશેષજનક હિંસાની રેસમામિ (=પ્રાપ્તિ) કહી છે, તેને શી રીતે સંગત કરશો? પ્રજ્ઞાપનાના આ સૂત્રના વિવેચકોએ કહ્યું જ છે – “ત્રણ, ચાર અને પાંચ ક્રિયાથી હિંસા સમાપ્ત થાય છે(=પ્રાપ્ત કરાય છે) જો યોuદ્વેષસામ્ય હોય(=યોગ અને પ્રષિની સામ્યતા હોય) તો ક્રમશઃ આનો વિશિષ્ટ બંધ થાય છે.” (પ્રસ્તુત સૂત્રમાં જે જીવ જે પ્રાણાતિપાતથી જે જ્ઞાનાવરણીય આદિ સાત કે આઠ કર્મ બાંધે