________________
182
પ્રતિમાશતક કાવ્ય-૩૦
ननु यद्येवमध्यवसायानुरोधिन्येव क्रिया, तदा कथं जीवे णं भंते ! नाणावरणिज्ज कम्मं बंधमाणे कइ किरिए ? गो० ! सिय तिकिरिए सिय चउकिरिए सिय पंचकिरिए' प्रज्ञापना २२/२८२] इत्यादिना बन्धविशेषानुकूलहिंसासमाप्त्यभिधानं योगप्रद्वेषसाम्येन । यद्विवेचकाः तिसृभिश्चतसृभिरथ पञ्चभिश्च हिंसा समाप्यते क्रमशः। बन्धोऽस्य विशिष्टः स्याद्द्योगप्रद्वेषसाम्यं चेदिति॥ (तत्र) त्रिक्रियता कायिक्याधिकरणिकीप्राद्वेषिकीभिः। कायिकी नाम हस्तादिव्यापारणं, आधिकरणिकी-खङ्गादिषु प्रगुणीकरणं, प्राद्वेषिकी-मारयाम्येनमित्यशुभमन:सम्प्रधारणम् । चतु:क्रियता कायिक्याधिकरणिकीप्राद्वेषिकीपारितापनिकीभिः। पारितापनिकी नाम खङ्गादिघातेन पीडाकरणम् । पञ्चक्रियता पञ्चम्याः संयोगे, साच प्राणातिपातक्रिया जीविताव्यपरोपणमिति। सत्यं, योगप्रद्वेषसाम्येनाप्युपादानसामग्र्या एव सम्भृतत्वप्रतिपादनाद्वाह्यसम्पत्तेरप्यकिञ्चित्करत्वात्। यच्चाव्युत्सृष्टप्राग्भवशरीरेण क्रियाभिधानं तदविरतिनिमित्तादुपचारमात्रं, न बाह्यप्राधान्याक्षेपात्। तदुक्तं प्रज्ञापनावृत्तौ →
ननु नारकस्य द्वीन्द्रियादीनधिकृत्य कथंकायिक्यादिक्रियासम्भव: ? उच्यते, इह नारकैर्यस्मात्पूर्वभवशरीरं
છે, તે જ્ઞાનાવરણીયાદિ કર્મો બાંધતી વખતે તે પ્રાણાતિપાતને એ જીવ જેટલી ક્રિયા ભેદોથી પરિપૂર્ણ કરે છે, એ ભેદોથી બંધવિશેષ પણ થાય છે, એટલે કે ક્રિયાભેદો વધે તેમ બંધ પણ વિશેષ થાય. એ તાત્પર્ય છે.)
શંકાઃ- આ ક્રિયાઓ કઇ છે? અને તેનું સ્વરૂપ શું છે?
સમાધાન - ત્રણ ક્રિયા આ છે. (૧) કાયિકી– હાથવગેરેની ચેષ્ટા (૨) આધિકરણિકી- તલવારવગેરે શસ્ત્રો બનાવવા. (૩) પ્રાષિકી – મનનું “આને હણું છું, એવું અશુભ પ્રણિધાન. ચાર ક્રિયામાં ઉપરોક્ત ત્રણ ઉપરાંત (૪) પારિતાપનિકી(=તલવાર વગેરેના પ્રહારથી પીડા કરવી) ક્રિયા. પાંચ ક્રિયામાં ઉપરોક્ત ચાર ઉપરાંત (૫) પ્રાણાતિપાતક્રિયા(=મારી નાખવાની ક્રિયા) હોય. આમ હિંસાથી થતા બંધમાં બાહ્ય ક્રિયાઓને પણ મહત્ત્વ મળેલું છે. તેથી માત્ર અધ્યવસાયના બળપર શુભાશુભરૂપતાનું માપ કાઢવું આગમવિરુદ્ધ છે.
ઉત્તરપલ :- ઉપરોક્ત સ્થળે યોગpષસાગથી પણ ઉપાદાનસામગ્રીની સંભૂતતા(=મહત્તા)નું જ પ્રતિપાદન કર્યું છે. (અહીં તાત્પર્ય એ લાગે છે - જેટલી ક્રિયા છે, એને અનુરૂપ-એને સમાન યોગ-પ્રપ હોય, તો તે-તે વધતી ક્રિયાથી કર્મબંધ પણ વિશિષ્ટ-વિશિષ્ટતરથાય. આમયોગમઢેષ સામ્યથીજ હિંસાજન્યકર્મબંધની ઉપાદાનભૂત સામગ્રી સંભૂત પરિપૂર્ણ થાય છે.) તેથી બાહ્ય સામગ્રીની સંપત્તિઃઉપસ્થિતિ તો અકિંચિત્કર જ સિદ્ધ થાય છે. માટે અમે અધ્યવસાયના બળપર જે શુભાશુભતા કહી તે આગમવિરુદ્ધ નથી, પણ આગમસિદ્ધ છે.
પ્રશ્ન:- પૂર્વભવના વિસર્જન નહિ કરેલા(=પ્રતિજ્ઞાપૂર્વક નહિ છોડેલા) શરીરોથી આ ભવમાં જે ક્રિયા બતાવી છે, ત્યાં તો તમારે અધ્યવસાય વિના પણ માત્ર ક્રિયાના બળપર જ કર્મબંધ માનવો પડશે.
ઉત્તરઃ- અહીં પણ વાસ્તવમાં તો પૂર્વભવીય શરીરાદિનો ત્યાગન કરવારૂપ જે અવિરતિ છે, તે જ મુખ્યતયા કર્મબંધમાં હેતુ છે. તેથી તે પૂર્વભવીય શરીરથી ક્રિયાનું અભિધાન ઉપચારમાત્રજ છે. બાહ્ય તેવી પ્રવૃત્તિની પ્રધાનતાના આક્ષેપથી= હાજરીથી ક્રિયા કહેવાઇ નથી.
(તેથી જ એ શરીરવગેરેનો પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ કર્યા પછી એ શરીરો વગેરેથી ગમે તેવી ક્રિયા થતી હોય, તો પણ કર્મબંધ થતો નથી. અહીં અવિરતિથી તે શરીરો પ્રત્યેનો સહજપ્રાપ્ત મમત્વભાવરૂપ સંબંધ ઇષ્ટ લાગે છે. એ શરીરાદિ પ્રત્યેની વિરતિની પ્રતિજ્ઞાથી બાહ્ય કંઇ છોડવાનું નથી. પણ તે શરીરાદિ પ્રત્યેનો સહજસિદ્ધ મમત્વભાવ જ છોડવાનો છે. આમ અહીં પણ મમત્વભાવરૂપ આત્મપરિણામ જ મહત્વનો ભાગ ભજવે છે.) માટે આ દૃષ્ટાંતના બળપર બાહ્ય ક્રિયાનું કર્મબંધ પ્રત્યે મહત્ત્વ ન આંકો. (નદીમાંથી માટી લઇ આવવા માત્રથી કંઇ ગધેડાને ઘડાનું કારણ કહેવાય નહીં.)