________________
184
પ્રતિમાશતક કાવ્ય-૩૦]
व्यपरोपयति, तदा तत्सम्बन्धिप्राद्वेषिक्यादिक्रियाकारणत्वान्नैगमनयाभिप्रायेण तस्यापि प्राद्वेषिकी, पारितापनिकी, प्राणातिपातक्रिया चेति । [सू. २२/२८२ टी.] अत एव विरतिमान् जीवो जीवादैहिकामुष्मिकक्रियाभावेऽक्रियोऽप्युक्तः।
किश्च प्रतिनियता: कायिक्यादय एवायोजनीयत्वेनोक्ता इति। देवपूजादिक्रिया संसारविच्छेदिकेत्यादेयैव। બેઇન્દ્રિયવગેરે ઘાત્ય(=જેઓની હિંસા થવાની છે તેઓ) જીવોપર ક્રોધ વગેરેને પામેલો બીજો કોઇ જીવ (નારકના જીવના પૂર્વભવીય) તે શરીરના પ્રહાર કરવા યોગ્ય એકાદ ભાગને જુએ અને “ઘા કરવા આ શસ્ત્ર સારું છે.” એમ વિચારતો ઘાત્યજીવ પર (૧) ક્રોધના ધમધમાટ પરિણામવાળો થાય (૨) તેથી ઘા કરી ઘાત્યજીવને પીડા પહોંચાડે અને (૩) તીક્ષ્ણ ઘા વગેરેથી મારી નાખે, તો તે બીજો જીવ તો ક્રમશઃ (૧) પ્રાÀપિકી, (૨) પારિતાપનિકી (૩) પ્રાણાતિપાત ક્રિયા કરે છે જ. પણ જેના શરીરના એક ભાગે આ ત્રણે ક્રિયામાં સહાયક શસ્ત્રની ભૂમિકા અદા કરી, નારકના તે જીવે પણ ત્રણે ક્રિયા કરી ગણાય, એમ નૈગમનયનો અભિપ્રાય છે.
(પ્રશ્ન - આ પ્રમાણે તો વિરતિધરને પણ પૂર્વભવના શરીરની અપેક્ષાએ આ બધી ક્રિયાઓ માનવી પડશે. અને તે અપેક્ષાએ તે અવિરત ગણાશે.
ઉત્તર:- ના, તેમનહિ બને) વિરતિધર જીવને અન્ય જીવને અપેક્ષીને આલોકિક કે પારલૌકિક ક્રિયાનો અભાવ હોવાની અપેક્ષાએ અક્રિય પણ કહ્યો છે. વિરતિધર પોતે આ ભવમાં જો ઉપરોક્ત ક્રિયાઓ કરે, તો જ તેને તેવી ક્રિયા સંભવે. ઉપરોક્ત ક્રિયાઓમાંથી એક પણ ક્રિયાવર્તમાનમાં નહીં કરતોવિરતિધરઐહિક-પારલૌકિક ક્રિયાના અભાવમાં તો અક્રિય-ક્રિયા વિનાનો જ છે કારણ કે તેણે તમામ પૂર્વભવોના શરીરવગેરે સાથેના મમતાનો છેડો સમજણપૂર્વક ફાડી નાખ્યો છે – પૂર્વભવોની અને આ ભવની પણ અવિરતિઅવસ્થાની તમામ સામગ્રીઓ વોસિરાવી દીધી છે. તેઓમાંથી પોતે વિરત થઇ ગયો છે. તેથી એ વ્યુત્સર્ગ કરેલી સામગ્રીથી બીજો કોઇ જીવ ક્રૂર કાળા કામ કરે, તો પણ આ જીવને ક્રિયા ગણાતી નથી, તેથી જરા પણ લેખાવાનું નથી. ટૂંકમાં વિરતિપૂર્વેની અને પૂર્વભવોની સામગ્રીની મમતા સાથે છુટાછેડા લેનારો તે સામગ્રીથી થતી ક્રિયાઓના પાશથી મુક્ત છે. જેણે (તે સામગ્રીની) મમતા સાથે સગપણરૂપ અવિરતિ ચાલુ રાખી છે, તે જીવે વગર લેવાદેવાએ તે સામગ્રીથી થતી ક્રિયાઓની જાળમાં ફસાવાનું છે.
(પ્રશ્ન - જેમ આ અવિરતિના કારણે પૂર્વભવીય શરીરાદિથી થતી ક્રિયાઓ પ્રાપ્ત થાય છે, તેમ એ શરીરાદિથી થતા શુભકાર્યોથી પુણ્યની કમાણી પણ થવી જોઇએ.
ઉત્તર-ના, એકમાણી એમનેમ નહિ થાય. પોતાની સામગ્રી સાથે મમતા કરવાનો જીવનો અનાદિસિદ્ધ સ્વભાવ છે. તેથી મમતાભાવ સતત જોડાયેલો જ રહે છે, તે જોડવા માટે ખાસ ઉપયોગની આવશ્યકતા નથી. જ્યારે શુભકાર્યો કરવા વગેરેનો ભાવ અનાદિસિદ્ધ નથી. પ્રાયઃ અચરમાવર્તકાળમાં શુભકાર્યો કરવાના નિર્મળ મનોરથો પોતાને થતા જ નથી. ચરમાવર્તમાં પણ યોગ્યતાનો વિકાસ થાય તો જ તે સંભવે. મનોરથો પણ નવા નવા હોઇ, એ બાબતમાં ઘણો અભ્યાસ થાય ત્યારે તે મનોરથો સહજ બને. તેથી પોતાને જો પોતાની સામગ્રીથી થતા શુભકાર્યની અનુમોદના કરવાનો વિશિષ્ટ ઉપયોગ હોય, તો જ પોતાની સામગ્રીથી થતાશુભકાર્યોનો લાભ મળે, અન્યથા નહીં. તેથી જે વ્યક્તિએ પૂર્વભવીયશરીર વગેરેનો વ્યુત્સર્ગ કર્યો નથી, તે વ્યક્તિને તે શરીરાદિ સાથે અનાદિસિદ્ધ મમતાભાવ હોવાથી તે શરીરાદિથી થતા પાપના પોટલા ઊંચકવા પડે. પરંતુ પુયઅંગેની અનુમોદનાનો ભાવ ન હોવાથી પુણ્યનું પાથેય પ્રાપ્ત ન થાય. આમ કર્મબંધ = ક્રિયા સાથેના સંબંધમાં અવિરતિ જ મુખ્ય ભાગ ભજવે છે.)
“ક્રિયા’ શબ્દની અનેકાર્થતા વળી ક્રિયાઓ અનેક પ્રકારની છે. આ બધી ક્રિયાઓમાંથી માત્ર કાયિકાદિ પ્રતિનિયત ક્રિયાઓને જ કર્મબંધમાં કારણતરીકે લેખાવી છે. તેનાથી અર્થતઃ સિદ્ધ થાય છે કે, પ્રતિલેખનાદિ અન્ય ક્રિયાઓ કર્મબંધમાં કારણ નથી. દેવપૂજા=જિનપૂજા પણ એ ક્રિયાઓમાંની જ એક છે તેનું પણ કાયિકીવગેરે ક્રિયાઓના કાળા ચોપડામાં નામ નથી.