________________
179
પ્રજ્ઞાપના સૂત્રની સાક્ષી पेसुन्नेणं, परपरिवाएणं, अरतिरतीए, मायामोसेणं, मिच्छादसणसल्लेणं। सव्वेसु जीवा नेरझ्याइभेएणं भाणिअव्वा। निरंतरं जाव वेमाणियाणं त्ति। एवं अट्ठारस एते दंडगा। [२२/२८०]
___अत्र मलयगिरिः → अस्त्येतत् । 'ण' इति वाक्यालङ्कारे। भदन्त ! जीवानांप्राणातिपातेन-प्राणातिपाताध्यवसायेन क्रिया सामर्थ्यात्प्राणातिपातक्रिया क्रियते ? कर्मकर्तर्ययं प्रयोगो, भवतीत्यर्थः । अनतीतनयाभिप्रायात्मकोऽयं प्रश्नः । कतमोऽत्र नयो यमध्यवसाय पृष्टमिति चेत् ? उच्यते, ऋजुसूत्रः । तथा हि-ऋजुसूत्रस्य हिंसापरिणतिकाल एव प्राणातिपातक्रियोच्यत इत्यर्थः, पुण्यपापकर्मोपादानानुपादानयोरध्यवसायानुरोधित्वात्, नान्यथा परिणताविति। भगवानपि तमृजुसूत्रनयमधिकृत्य प्रत्युत्तरमाह- 'हता! अत्थि'। हता' इति प्रेषणप्रत्यवधारणविपादेषु, अत्र प्रत्यवधारणे । अस्त्येतत्प्राणातिपाताध्यवसायेन प्राणातिपातक्रिया भवति। 'परिणामियं पमाणं णिच्छयमवलंबमाणाणं'। [ओघनियुक्ति ७६०] इत्याद्यागमवचनस्य स्थितत्वात्। अमुमेव वचनमधिकृत्यावश्यकेऽपीदं सूत्रं प्रावर्तिष्ट-'आया चेव अहिंसा आया हिंसत्ति णिच्छओ एस [विशेषाव. ३५३६ पू., आव. नि. ७५५ पू.] इति व्याचष्टे । मृषावादादौ तु क्रिया यथायथं प्राणातिपातादिका भवतीति॥ માન, માયા, લોભ, રાગ-દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પરંપરિવાદ, રતિ-અરતિ, માયા-મૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય - આ અઢાર પાપસ્થાનકોની પ્રરૂપણા સમજી લેવી અને પૂર્વવત્ નરકવગેરે ભેદોમાં પણ પ્રરૂપણા સમજવી.
આ સૂત્રનીટીકામાં શ્રી મલયગિરિસૂરિજી કહી રહ્યા છેઅનોપ્રયોગ વાક્યાલંકાર=વાક્યને શોભાવવા છે. “પ્રાણતિપાતથી' ઇત્યાદિ પાપસ્થાનકોનો ત્રીજી વિભક્તિયુક્ત પ્રયોગ કર્યો છે. ત્યાં પ્રાણતિપાતથી= પ્રાણાતિપાતના અધ્યવસાયથી. એમ સર્વત્ર યથાયોગ્ય અર્થકરવો. પ્રાણાતિપાતના અધ્યવસાયથી થતી ક્રિયા હોવાથી તે પ્રાણાતિપાતક્રિયા છે તેમ સામર્થ્યથી સમજવું. એ જ પ્રમાણે મૃષાવાદક્રિયા ઇત્યાદિઅર્થ સમજવો. જ્ઞાતિ (=શ્ચિય કરાય છે) આ પ્રયોગ કર્મકર્તરિ છે. તેનું થાય છે? એ તાત્પર્ય છે. એટલે કે જીવોને પ્રાણાતિપાતક્રિયા થાય છે? એ પ્રશ્ન છે. આ પ્રશ્ન અનતીતનય અભિપ્રાયાત્મક છે. અર્થાત્ વર્તમાનકાળનો નિર્દેશ કરે છે.
કા:- અહીં કયો નય છે કે જેને અધ્યવસાય(આ સંબંધક ભૂ.કૃ. છે.)=વિચારીને પૂછાયું છે.
સમાધાન :- અહીં ઋજુસૂત્ર નયથી વિચારણા છે, તે આ પ્રમાણે – ઋજુસૂત્ર નયમતે જ્યારે હિંસાની પરિણતિ ઉત્પન્ન થાય છે, ત્યારે જ હિંસાક્રિયા છે. પ્રાણાતિપાતનો અર્થ પ્રાણાતિપાતનો અધ્યવસાય કરવા પાછળ કારણ બતાવે છે- પુણ્ય કે પાપ કર્મનું ગ્રહણ-અગ્રહણ શુભાશુભ અધ્યવસાયને અનુરોધીને જ છે, નહિ કે અન્યથા પરિણતિમાં. (અર્થાત્ શુભઅધ્યવસાય હોય, તો પુણ્ય જ બંધાય અને અશુભ અધ્યવસાય હોય, તો પાપ જ બંધાય - પણ વિપરીત ન થાય.) અહીં પ્રશ્નકારે ઋજુસૂત્ર નયથી પ્રશ્ન પૂછ્યો છે, તેથી જ ભગવાન પણ એ પ્રશ્નનો ઉત્તર ઋજુસૂત્ર નયને આશ્રયીને હંતા અસ્થિ' ઇત્યાદિ વાક્યથી આપે છે. “હંત” અવ્યય (૧) સંપ્રેષણ (૨) પ્રત્યધારણ અને (૩) વિવાદ – આ ત્રણ અર્થમાં વપરાય છે. પ્રસ્તુતમાં પ્રવધારણ(=ઉત્તર) અર્થમાં વપરાયો છે. (ઋજુસૂત્ર વર્તમાનકાલીન અને તે પણ પોતાનો પર્યાય જ પોતાનામાટે સત્ છે, તેમ માને છે. પ્રાણાતિપાતના અધ્યવસાય વખતે તે અધ્યવસાય પોતાનો વર્તમાનકાલીન પર્યાય બને છે, માટે એ જ હિંસારૂપ છે અને ત્યારે આત્મા એ જ એકમાત્ર પર્યાયથી પરિણત છે, માટે આત્મા જ હિંસારૂપ છે એમ માને છે.) અહીં પ્રાણાતિપાતની બાહ્ય ક્રિયા ગૌણ કરી પ્રાણાતિપાતના અધ્યવસાયમાત્રથી પ્રાણાતિપાત ક્રિયા થાય છે તેમ કહ્યું, કારણ કે “નિશ્ચયનું અવલંબન કરતા (ઋષિઓ=આગમવિદો) પરિણામિક(=આત્મપરિણામને જ) પ્રમાણને જ સ્વીકારે છે તેવું આગમ વચન છે. આ જ વચનને અવલંબીને