________________
160
પ્રતિમાશતક કાવ્ય-૩૦) 'जीवाणं भते ! किं आयारंभा, परारंभा, तदुभयारंभा, अणारंभा ? गो० ! अत्थेगइया जीवा आयारंभावि परारंभावितदुभयारंभाविणो अणारंभा । अत्थेगइया जीवाणो आयारंभा, णो परारंभा, णो तदुभयारंभा अणारंभा। से केणढेणं भंते ! एवं वुच्चइ-अत्थेगइया जीवा आयारंभावि..? एवं पडिउच्चारेयव्वं । गो० ! जीवा दुविहा प० तं०-संसारसमावण्णगा य असंसारसमावण्णगा य। तत्थ णंजे ते असंसारसमावण्णगा, ते णं सिद्धा। सिद्धाणंणो आयारंभा जाव अणारंभा। तत्थ णं जे ते संसारसमावण्णगा, ते दुविहा प० तं०-संजया य असंजया य। तत्थ णं जे ते संजय़ा ते दुविहा प० तं०-पमत्तसंजया य अपमत्तसंजया य। तत्थ णं जे ते अपमत्तसंजया ते णंणो आयारंभा णो परारंभा जाव अणारंभा। तत्थ णं जे ते पमत्तसंजया ते सुहं जोगं पडुच्च णो आयारंभा, णो परारंभा जाव अणारंभा। असुहं जोगं पडुच्च आयारंभावि जाव णो अणारंभा। तत्थ णं जे ते असंजया ते अविरइं पडुच्च आयारंभावि जाव णो अणारंभा[सू. १/१/१६] इति । व्याख्या - 'सुहं जोगं पडुच्च'ति। शुभयोग-उपयुक्ततया प्रत्युपेक्षणादिकरणम्। अशुभयोगस्तु तदेवानुपयुक्ततया। आह च-'पुढवी आउक्काए, तेउवाउवणस्सइतसाणं। पडिलेहणापमत्तो छण्हपि विराहओ होइ' ॥ [ओघनियुक्ति २७६] तथा सव्वो पमत्तजोगो, समणस्स उ होइ आरंभो' ति। अतः शुभाशुभौ योगावात्मारम्भादिकारणमिति। 'अविरइंपडुच्च'त्ति । इहायं भावः-यद्यप्यसंयतानां
તેથી જ જિનપૂજારૂપ દ્રવ્યસ્તવક્રિયા “અનારંભિકી ક્રિયા તરીકે જ શાસ્ત્રસંમત છે, કારણ કે ભગવતી સૂત્રમાં પ્રમત્ત સંયતને શુભ યોગમાં વર્તતો હોય ત્યારે અમારંભી કહ્યો છે. એ વાત અર્થના અતિદેશથી દેશવિરતને પણ લાગુ પડે છે. જિનપૂજાવગેરે વખતે શુભ યોગમાં વર્તતો શ્રાવક અનારંભી હોવાથી જિનપૂજા પણ “અનારંભિકી ક્રિયા' તરીકે સિદ્ધ થાય છે. શ્રી ભગવતી સૂત્રના આલાપકો આ પ્રમાણે છે –
' હે ભદંત! જીવો શું (૧) આત્મારંભી છે?કે (૨) પરારંભી છે?કે (૩) ઉભય આરંભી છે? કે (૪) અનારંભી છે?(આત્મારંભી=પોતે આરંભ કરનારો કે પોતાનો આરંભ કરનારો. પરારંભી=બીજાને આરંભમાં જોડનારો કે બીજાનો આરંભ કરનારો.) હે ગૌતમ ! કેટલાક જીવો આત્મારંભી પણ છે, પરારંભી પણ છે અને ઉભયારંભી પણ છે. પરંતુ અનારંભી નથી. કેટલાક જીવો આત્મારંભી પણ નથી. પરારંભી પણ નથી. ઉભયારંભી પણ નથી. પરંતુ અનારંભી છે. હે પ્રભુ! આપ આમ કેમ કહો છો? ગૌતમ! જીવો બે પ્રકારના છે. (૧) સંસારી અને (૨) સંસારથી મુક્ત. જેઓ સંસારથી મુક્ત=સિદ્ધો છે, તેઓ અનારંભી છે. સંસારમાં રહેલા જીવો પણ બે પ્રકારના છે. (૧) સંયત અને (૨) અસંયત. તેમાં જેઓ સંયત છે, તે વળી બે પ્રકારના છે (૧) પ્રમત્ત અને (૨) અપ્રમત્ત. આમાં જે અપ્રમત્તસંવત છે, તેઓ તો આત્મારંભી પણ નથી, પરારંભી પણ નથી અને ઉભયારંભી પણ નથી કિંતુ અનારંભી જ છે. જેઓ પ્રમત્ત સંયત છે, તેઓ શુભયોગને આશ્રયી આત્મારંભી નથી થાવત્ ઉભયારંભી નથી બલ્ક અનારંભી જ છે. અશુભયોગને આશ્રયીને તેઓ આત્મારંભી પણ છે, પરારંભી પણ છે અને ઉભયારંભી પણ છે, પરંતુ અનારંભી નથી. જેઓ અસંયત છે, તેઓ તો અવિરતિને આશ્રયીને આત્મારંભી પણ છે, પરારંભી પણ છે અને ઉભયારંભી પણ છે. પરંતુ અનારંભી નથી.” આ સૂત્રની વૃત્તિ – શુભયોગ ઉપયોગપૂર્વકની પડિલેહણવગેરે સર્વક્રિયા. અશુભયોગ= ઉપયોગ વિના પડિલેહણ વગેરે કિયા. કહ્યું જ છે પડિલેહણપ્રમત્ત=પડિલેહણમાં પ્રમત્ત આત્મા પૃથ્વીકાય,
અપકાય, તેઉકાય, 'વાઉકાય, "વનસ્પતિકાય અને ત્રસકાય આ છએ કાયનો વિરાધક થાય છે.” તથા “સાધુના સર્વ પ્રમત્તયોગો આરંભ બને છે. તેથી શુભ અને અશુભ યોગો ક્રમશઃ આત્મારંભ-વગેરેના=આરંભના અને અનારંભના કારણો છે. “અવિરઇ પચ્ચ” અહીંતાત્પર્ય આ પ્રમાણે છે. (અસંત એવા) સૂક્ષ્મ એકેન્દ્રિયવગેરે જીવો સાક્ષાત્ આત્માભીવગેરેરૂપ હોતા નથી. છતાં પણ તેઓ આત્મારંભી પરારંભી તથા ઉભયારંભી છે જ, કારણ કે