________________
સાધુને પૂજાદિમાં સાવધની જ ફુરણા – ઉત્તરપક્ષ
163
कूपोदाहरणेनापि तत्र प्रवर्त्तमानानां तेषामवद्यमेव चित्ते स्फुरति, न धर्मस्तत्र सदैव शुभध्यानादिभिः प्रवृत्तत्वात्। गृहस्थास्तु सावद्ये स्वभावतः सततमेव प्रवृत्ताः, न पुनर्जिना दिद्वारेण स्वपरोपकारात्मके धर्मे; तेन तेषां स एव चित्ते लगति निरवद्य इति। कर्तृपरिणामवशादधिकारीतरौ मन्तव्यौ इति। स्नानादौ गृहस्थ एवाधिकारी न यतिरित्यष्टकवृत्तिकृत्।
(१) अत्र द्रव्यस्तवे प्रवृत्तिकालेऽवद्यस्फुरणं साधोः किमवद्यसद्भावात् ? (२) अग्रिमकालेऽवद्यस्य હોય, તો આપૂજા માટે જેમગૃહસ્થ શ્રાવકો અધિકારી છે, તેમ સાધુઓ પણ આજ કૂવાના દષ્ટાંતથી પૂજાના અધિકારી થવા જોઇએ અને તેથી સ્નાનવગેરેના પણ અધિકારી બનવા જોઇએ. નહિતો, શ્રાવક પણ પૂજાસ્નાનાદિનો અધિકારી નહીં થવો જોઇએ. ન્યાયના માર્ગમાં પક્ષપાતને કોઇ અવકાશ નથી.
સાધુને પૂજાદિમાં સાવધાની જ ફુરણા – ઉત્તરપક્ષ ઉત્તરપક્ષ - અહીં વાત એમ છે, કે સાધુ કદાચ કુવાના દષ્ટાંતથી પણ જો દ્રવ્યપૂજામાં પ્રવૃત્ત થાય, તો તેણે તે વખતે પાપની=આરંભની જ ફુરણા થાય, શુભ અધ્યવસાય પ્રગટે નહિ, કારણ કે પોતે સર્વસાવદ્યયોગોમાંથી નિવૃત્ત થયો છે, “પૂજા વગેરેરૂપ ધર્મક્રિયા કરવા છતાં સાધુને પ્રાયઃ શુભ અધ્યવસાય કેમ ન પ્રગટે?' આ મહત્ત્વની શંકાનાં સમાધાનમાં શ્રી હરિભદ્રસૂરિએ રચેલા અષ્ટક પ્રકરણના ટીકાકારનું મંતવ્ય આ પ્રકારે છે – સાધુઓ સદામાટે સર્વથા સાવદ્યપ્રવૃત્તિઓથી નિવૃત્ત છે, અને શુભ ધ્યાનવગેરે દ્વારા જ(સ્વરૂપનિરવદ્ય આચારાદિદ્વારા જ) ધર્મમાં પ્રવૃત્ત હોય છે. (પંચસૂત્રમાં પણ તેથી જ કહ્યું છે કે “સયા સુહજોગે એસ જોગી વિવાહિયે”=“આ જોગી=યોગી=સાધુ હંમેશા શુભયોગમાં જ હોય તેમ કહ્યું છે.) પૂજાવગેરે પ્રવૃત્તિ પણ ધર્મરૂપ હોવા છતાં, સ્વરૂપથી સાવદ્ય છે. એક નિયમ છે કે પોતાની મુખ્ય પ્રવૃત્તિ કરતાં ભિન્ન પડતી પ્રવૃત્તિમાં, જે અંશે ભિન્નતા હોય, તે જ અંશ વારંવાર ચિત્તની સામે દેખાયા કરે’ પૂજામાં સાધુઓની બીજી પ્રવૃત્તિઓ સાથે ધર્મરૂપે અભિન્નતા છે. જ્યારે સાવદ્ય-નિરવદ્ય સ્વરૂપથી ભેદ છે. તેથી સદા ધર્મરત સાધુઓને સાવદ્ય સ્વરૂપને કારણે પોતાની મુખ્ય પ્રવૃત્તિથી ભિન્ન પડતી પૂજાદિ પ્રવૃત્તિમાં ધર્મરૂપ સમાન અંશનો અધ્યવસાય ન થાય, પણ સાવદ્યરૂપ ભિન્નઅંશનો જ વારંવાર અધ્યવસાય થયા કરે તે સ્વાભાવિક છે. તેથી જ સાધુ કુવાના દૃષ્ટાંતથી પણ પૂજામાં પ્રવૃત્ત થાય, તો પણ ત્યાં એને અવદ્ય(=હિંસા)ની જ ફુરણા થયા કરે, ભજ્યાદિ ધર્મતો સ્કુરે જ નહીં. (અને જો આ અધ્યવસાયોની ઉપેક્ષા કરીને પણ સાધુ સાવઘમાં પ્રવૃત્તિ કર્યા કરે, તો કદાચ એમ પણ બને કે, સાધુને સાવ પ્રત્યેની સૂગ પણ ઊડી જાય, અને તો તો પૈસો લેવા જતાં રૂપિયો ખોવા જેવું થાય.) ગૃહસ્થમાટે આખી બાબત વિપરીત છે, પુત્ર-પરિવારઆદિ સાંસારિક હેતુઓથી ગૃહસ્થ સ્વભાવથી જ સતત સાવદ્યમાં પ્રવૃત્ત છે. સાવદ્ય યોગ તેને માટે નવો નથી. પરંતુ આ બધી સાવધ પ્રવૃત્તિઓ સ્વરૂપથી તો સાવદ્ય છે, પરંતુ અનુબંધથી પણ સાવદ્યરૂપ હોવાથી અધર્મમય છે. જ્યારે પૂજાવગેરે શુભ અનુષ્ઠાનો સ્વરૂપથી સાવદ્ય હોવા છતાં પોતાના પર અને બીજાઓપર ઉપકાર કરનારા હોવાથી ધર્મરૂપ છે. તેથી કદાચિત્ કરાતા પૂજાઆદિ અનુષ્ઠાનોમાં ગૃહસ્થને પોતાની બીજી મુખ્ય પ્રવૃત્તિઓથી) “સ્વરૂપથી સાવઘતારૂપ’ અભિન્ન અંશનો બોધ ન થાય અને ધર્મરૂપ ભિન્ન અંશનો જ અધ્યવસાય થાય તે સ્વાભાવિક છે. તેથી જ તેઓને પૂજાઆદિમાં રહેલા ધશરૂપ નિરવદ્ય અંશ જ ચિત્તમાં તરવર્યા કરે છે. આમ પૂજાના વિષયમાં સાધુ અને ગૃહસ્થના પરિણામમાં સ્પષ્ટ તફાવત રહેલો છે. અને શુભ-અશુભ પરિણામના કારણે જ અધિકારી-અનધિકારીનો નિર્ણય થાય છે. માટે જ કુમારપાળરાજાને ઘેબરમાં માંસનો પરિણામ થતો હોવાથી કલિકાળસર્વશકીએ એમના માટે ઘેબર અભક્ષ્ય કહ્યા હતા.) તેથી ગૃહસ્થો જ સ્નાનાદિના અધિકારી છે, સાધુઓ નહીં, તેમ નિશ્ચિત થાય છે.