________________
હિરિભદ્ર અગ્નિકારિકા અષ્ટક
157
एव द्रव्याग्निकारिकाव्युदासेन भावाग्निकारिकैवानुज्ञाता साधूनाम् ॥ तथा च तदष्टकं हारिभद्रं →
कर्मेन्धनं समाश्रित्य दृढा सद्भावनाहुतिः। धर्मध्यानाग्निना कार्या दीक्षितेनाग्निकारिका'। [अष्टक ४/ १] कर्मेन्धनं समाश्रित्याग्निकारिका कार्येति योगः। अग्निकारिका=अग्निकर्म, दृढा-कर्मेन्धनदाहप्रत्यला। सद्भावनैवाहुतिघृतप्रक्षेपलक्षणा यस्यां सा। धर्मध्यानं शुक्लध्यानस्योपलक्षणम्। परसिद्धान्तेनाप्येतत्साधयति- 'दीक्षा मोक्षार्थमाख्याता ज्ञानध्यानफलं स च। शास्त्र उक्तो यत: सूत्रं शिवधर्मोत्तरे ह्यदः ॥ [अष्टक ४/२] शिवधर्मोत्तरं तन्नाम । तदेव सूत्रं दर्शयति- 'पूजया विपुलं राज्यमग्निकार्येण सम्पदः । तपः पापविशुद्ध्यर्थं, ज्ञानं ध्यानं च मुक्तिदम्॥[अष्टक ४/३] पराभ्युपगमेनैवाग्निकारिकां दूषयित्वा फलतो दूषयति- 'पापंच राज्यसम्पत्सु सम्भवत्यनघं ततः। न तद्धत्वोरुपादानमिति सम्यग्विचिन्त्यताम्॥ [अष्टक ४/४] तद्धेत्वो: राज्यसम्पत्कारणयोः पूजाग्निकारिकयोरुपादानम् आश्रयणम्। राज्यसम्पत्सम्भविपापस्य दानादिना शुद्धिर्भविष्यतीत्यत्राह- 'विशुद्धिश्चास्य तपसा न तु दानादिनैव यत् । तदियं नान्यथा युक्ता तथा चोक्तं महात्मना'। [अष्टक ४/५] इयं अग्निकारिका। अन्यथा ध्यानातिरिक्तहेतुना। महात्मना व्यासेन । उक्तमेवाह- 'धर्मार्थं यस्य वित्तेहा तस्यानीहा गरीयसी। प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम्'।[अष्टक ४/६] गरीयसी= श्रेयसीतरा। एवं तर्हि गृहस्थेनापि पूजादिकं न कार्यं स्यात् । नैवं यतो जैनगृहस्था न राज्यादिनिमित्तं पूजादि कुर्वन्ति। न च राज्याद्यर्जितमवद्यं दानेन शोधयिष्याम इति मन्यन्ते, मोक्षार्थमेव तेषां पूजादौ प्रवृत्तेः । मोक्षार्थतया च विहितस्यागमानुसारिणो वीतरागपूजादेर्मोक्ष एव
હારિભદ્ર અગ્નિકારિકા અષ્ટક આ અંગે યોગાચાર્ય શ્રી હરિભદ્રસૂરિશ્નત અષ્ટક પ્રકરણના ચોથા “અગ્નિકારિકા' અષ્ટકની સાક્ષી
બતાવે છે
દીક્ષિત-સાધુએ કર્મરૂપ ઇંધનને આશ્રયી અગ્નિકારિકા(=અગ્નિ પેટાવવાની ક્રિયાકર્મરૂપ ઇંધનને બાળવામાં સમર્થ હોવાથી) દઢ કરવી. આ કારિકામાં સદ્ભાવનાની આહુતિ(=અગ્નિમાં ઘી નાખવાની ક્રિયા) આપવી. અને ધર્મધ્યાનને (ઉપલક્ષણથી શુક્લધ્યાન પણ) અગ્નિ તરીકે કલ્પવું.” /૧// જૈનેતર મતથી પણ આનું સમર્થન કરે છે- “દીક્ષા મોક્ષમાટે કહેલી છે અને મોક્ષ એ જ્ઞાન અને ધ્યાનનું ફળ છે, તેમ શાસ્ત્રમાં કહ્યું છે, કારણ કે શિવધર્મોત્તરમાં આ પ્રમાણે સૂત્ર છે” Dર // “કયું સૂત્ર છે?' તે બતાવે છે- “પૂજાથી વિસ્તૃત રાજ્ય મળે છે. અગ્નિકર્મથી સંપત્તિ મળે છે. પાપની વિશુદ્ધિ માટે તપ છે અને જ્ઞાન, ધ્યાન મોક્ષને આપે છે.' //૩/ અગ્નિકર્મથી સંપત્તિ મળે છે, પરંતુ તે સંપત્તિ દોષકારક છે. તેથી અગ્નિકર્મ પરિણામે દુષ્ટ છે. એ વાતનું પરમતદ્વારા જ સમર્થન કરે છે- “રાજ્ય અને સંપત્તિમાં ઘણું પાપ સંભવે છે. તેથી તેના(રાજ્ય અને સંપત્તિના) કારણો(પૂજા અને અગ્નિકર્મ) ઉપાદેય નથી. એ સારી રીતે વિચારો.' //૪‘રાજ્ય અને સંપત્તિથી થતાં પાપોની શુદ્ધિ દાનવગેરેથી થઇ જશે એવી આશંકા દૂર કરતાં કહે છે- “આની(પાપની) વિશુદ્ધિ તપથી જ સંભવે છે, દાનવગેરેથી નહિ. તેથી આ(અગ્નિકારિકા) અન્યથા(ધ્યાન સિવાયના હેતુથી) સંગત નથી. (અર્થાત્ ધ્યાનઆદિરૂપ ન હોવાથી અથવા ધ્યાનઆદિના ફળને દેનારી ન હોવાથી સંગત નથી.) તેથી જ મહાત્મા(વ્યાસ)એ કહ્યું છે.' પાશું કહ્યું છે? તે બતાવે છે- “ધર્મ કરવા માટે જ જે ધનની ઇચ્છા રાખે છે, તેને તો ધનની ઇચ્છા જ ન કરવી વધુ સારું છે. કારણ કે (કાદવથી હાથ ખરડ્યા પછી) હાથને ધોવા કરતાં તો કાદવથી દૂર રહેવું એ જ બરાબર છે.” /૬ // (ધન=કાદવ, દાનવગેરે=પાણી)
પૂર્વપક્ષ - બરાબર ! બરાબર! એટલા માટે જ “ગૃહસ્થોએ પૂજા વગેરે ન કરવી જોઇએ એમ અમે કહીએ