________________
156
પ્રતિમાશતક કાવ્ય-૨૮) दुग्धं सर्पिरपेक्षते न तु तृणं साक्षाद्यथोत्पत्तये,
द्रव्यार्चानुमतिप्रभृत्यपि तथा भावस्तवो नत्विमाम्। इत्येवं शुचिशास्त्रतत्त्वमविदन् यत्किञ्चिदापादयन्,
किं मत्तोऽसि पिशाचकी किमथवा किं वातकी पातकी॥२८॥ (दंडान्वयः→ यथा सर्पिः उत्पत्तये साक्षाद् दुग्धमपेक्षते न तु तृणं, तथा भावस्तवोऽपि द्रव्यार्चानुमतिप्रभृति, न तु इमाम् । इत्येवं शुचिशास्त्रतत्त्वमविदन् यत्किञ्चिदापादयन् किं मत्तोऽसि ? किं वा पिशाचकी ? અથવા વિક્રવાતી પતી (સિ)?)
'दुग्धम्'इति। सर्पिः घृतं यथोत्पत्तये (साक्षाद्) दुग्ध-क्षीरमपेक्षते, क्षीरादेवाव्यवधानेन सर्पिष उत्पद्यमानस्योपलम्भनात्, न तु तृणं, गवाभ्यवहारेण तथापरिणस्यमानमपि व्यवधानात्। तथा भावस्तव उपचितावयविस्थानीयो द्रव्यार्चानुमतिप्रभृत्यपि स्वावयवभूतं कारणमुत्पत्तयेऽपेक्षते। न तु इमांद्रव्यार्चा, व्यवधानात्। अत હોય, કોઇ સાધુ ત્રણ વસ્ત્ર ધારણ કરતો હોય, કોઇક એક વસ્ત્રથી ચલાવતો હોય, તો અન્ય અચેલક=વસ્ત્ર રાખતો જ ન હોય, પરંતુ તેઓ એકબીજાની હીલના=નિંદા ન કરે કારણ કે તેઓ બધા જ ભગવાનની આજ્ઞામાં છે. આમ સાધુઓને દ્રવ્યસ્તવ અનુમોદનીય છે, તેટલામાત્રથી કર્તવ્ય તરીકે સિદ્ધ નથી. . ૨૭
ભાવસ્તવની પુષ્ટિમાટે દ્રવ્યસ્તવની અપેક્ષાનો અભાવ ભાવસ્તવની પુષ્ટિમાટે દ્રવ્યસ્તવની અનુમતિની અપેક્ષા રાખો છો, તો દ્રવ્યસ્તવની અપેક્ષા કેમ રાખતા નથી?' પ્રતિમાલીપકની આ આશંકાનું સમાધાન કરતાં કવિ કહે છે–
કાવ્યાર્થઃ- જેમ ઘી પોતાની ઉત્પત્તિમાટે સાક્ષાત્ દૂધની અપેક્ષા રાખે છે, નહિ કે ઘાસની. તેમ ભાવસ્તવ પણ દ્રવ્યપૂજાની અનુમતિવગેરેની અપેક્ષા રાખે છે, નહિ કેદ્રવ્યપૂજાની. આવા પ્રકારના પવિત્રશાસ્ત્રવચનોને સમજ્યા વિના જ ફાવે તેમ પ્રસંગોનું આપાદન કરતો તું(પ્રતિમાલોપક) શું મત્ત થયો છે? કે પછી પિશાચગ્રસ્ત છે? અથવા શું સનિપાત નામના વાયુરોગથી પીડાય છે કે પછી પાપી છે?
પૂર્વપક્ષ - તમે દ્રવ્યસ્તવની અનુમોદનાનો આટલો બધો આગ્રહ કેમ રાખો છો? શું તેનાથી તમારો ભાવસ્તવ પુષ્ટ થાય છે? જો તેમ જ હોય, તો દ્રવ્યસ્તવને જ કેમ આદરતા નથી? દ્રવ્યસ્તવની અનુમતિ કરતા દ્રવ્યસ્તવ સ્વયં કરવો’ એ વધુ બળવાન છે.
ઉત્તરપક્ષ - દ્રવ્યસ્તવની અનુમતિ ભાવસ્તવમાટે જેટલું નજીકનું કારણ છે, તેટલું નજીકનું કારણદ્રવ્યસ્તવ પોતે નથી. અને હંમેશાં કાર્ય તેના નજીકના કારણની અપેક્ષા રાખે છે, નહિ કે દૂરના. દા.ત. ઘી પોતાની ઉત્પત્તિમાટે નજીકના કારણે દૂધની અપેક્ષા રાખે છે, કારણ કે દૂધમાંથી ઘી વ્યવધાન=બીજા કારણના આંતરા વિના ઉત્પન્ન થતું દેખાય છે. પણ ઘાસની અપેક્ષા રાખતું નથી કારણ કે ઘાસમાંથી સીધું ઘી ઉત્પન્ન થતું નથી. પણ ગાયે ઘાસ ખાય, પછી તેમાંથી દૂધ બને, પછી ઘી બને, એમ બન્ને વચ્ચે ઘણી પરંપરા સર્જાય છે. બસ આ જ પ્રમાણે પુષ્ટ અવયવી સમાન ભાવસ્તવ પોતાની ઉત્પત્તિમાટે દ્રવ્યસ્તવની અનુમતિ વગેરે પોતાના કારણભૂત અંગની અપેક્ષા રાખે એ બરાબર છે, પણ દ્રવ્યસ્તવની અપેક્ષા રાખે તે બરાબર નથી. (અનુમતિ પોતે ભાવપ્રધાન છે. જ્યારે દ્રવ્યસ્તવ ક્રિયપ્રધાન છે. તેથી ભાવરૂપ ભાવસ્તવમાટે અનુમતિ વધુ નજીકનું કારણ ગણી શકાય) તેથી જ સાધુને દ્રવ્યઅગ્નિકારિકાને હડસેલી ભાવઅગ્નિકારિકાની જ અનુજ્ઞા આપવામાં આવી છે.