________________
અનુમોદ્યતાની સાથે કર્તવ્યતાની વ્યાપ્તિનો અભાવ
135
अनौपाधिकसहचाररूपव्याप्त्यभावान्मूलशैथिल्यं वज्रलेप इति भावः। एवं च शुष्कपाठबलीवर्दस्य तर्के मुखं प्रवेशयत उपहासमाह-तत्-तस्मात्कारणाद्धे बाल! अविवेकिन् ! तव तर्के रतिवृथाऽन्तरङ्गशक्त्यभावात्। कस्य कुत्र इव ? क्लीबस्य वधूनिधुवन इव-कान्तारतसम्मई इव । न च विद्यामुखचुम्बनमात्रात्तद्भोगसौभाग्यमाविर्भवति। यत् सूक्तं → वेश्यानामिव विद्यानां मुखं कै: कैर्न चुम्बितम् । हृदयग्राहिणस्तासां द्वित्रा: सन्ति न सन्ति वा'। किञ्च, अचेलकादीनामेकचेलाद्याचारस्यानुमोद्यत्वेऽपि तदकर्त्तव्यत्वात्सूत्रनीत्या व्यक्त एव दोषः । यदाएं → 'जो विदुवत्थतिवत्थो एगेण अचेलगो व संथरइ । ण हु ते हीलंति परंसव्वेऽविय ते जिणाणाए'।[बृहत्कल्पभा. ३९८४] ॥ २७॥ ननु यदि द्रव्यस्तवानुमतिर्भावस्तवोपचयायाऽपेक्ष्यते तदा द्रव्याचैव कथं नापेक्ष्यते ? तत्राह(તે ઉપાધિ છે કે જે સૂચિત અનુમાનના સાધ્ય(=હેતુના વ્યાપક)નો વ્યાપક હોય, પરંતુ હેતુનો(=સાધ્યના વ્યાપ્યનો) વ્યાપકન હોય) સાધુના જે કર્તવ્યો છે, તે સ્વરૂપથી નિરવદ્ય છે. પણ સાધુને જે જે અનુમોદનીય છે, તે બધા કંઇ સ્વરૂપથી નિરવદ્ય નથી. જેમકે કારણે(=અપવાદે) કોઇ સાધુ નદી ઉતરે, વર્ષાકાળે વિહાર કરે, સાધ્વીને અવલંબન આપે ઇત્યાદિ પ્રવૃત્તિઓ અનુમોદનીય છે. પરંતુ સ્વરૂપથી નિરવદ્ય નથી અને સામાન્યથી કર્તવ્ય પણ નથી. આમ કર્તવ્યતા(સાધ્ય) નોવ્યાપક “સ્વરૂપનિરવદ્યઆચાર અનુમોદનીયતા(હેતુ)નોવ્યાપકનથી. આમકર્તવ્યતા અને અનુમોદ્યતાની તમારી સહચારવ્યામિ ઉપાધિરહિતની નથી. અહીં કહેવાનું તાત્પર્ય એ લાગે છે કે સાધુના ઉત્સર્ગથી કર્તવ્યસ્થાનો સ્વરૂપથી નિરવદ્ય જ હોવા જોઇએ. (અહીં “જેટલા સ્વરૂપ નિરવદ્ય આચારો છે, તે બધા જ સાધુમાટે ઉત્સર્ગથી કર્તવ્ય છે.” એમ સમજવું નહીં, કારણ કે એમાં શક્તિઆદિ કારણોપર આધાર છે.) પણ સાધુના અનુમોદનીય સ્થાનો તો સ્વરૂપથી નિરવઘ તથા સ્વરૂપથી સાવદ્ય પણ હોઇ શકે છે. તેથી તમારી વ્યાપ્તિ વાસ્તવમાં વ્યામિરૂપ જ નથી. તેથી તમારા અનુમાનનો વ્યાપ્તિરૂપ પાયો જ કાચો છે અને અનુમાનને અટકાવવા માટે અડીખમ ઊભો છે. માટે તમારો તર્ક પોતે જ તર્કશૂન્ય છે. ભાઇ!એમ શુષ્કપાઠનાપોથાપંડિત થવા માત્રથીતર્કમાં પ્રવેશવાજશોતો ઉપહાસપાત્ર ઠરશો. તેથી હેપ્રતિમાલપકા તારે તર્કસાથે પ્રેમ કરવા જેવો નથી, કારણ કે તેટલી આંતરિકશક્તિ જ નથી-અર્થાત્ તારી પાસે આગમનું અને આગમયુક્ત પ્રજ્ઞાનું બળ જ નથી. જેમ કોઇ નપુંસક પત્ની સાથે ભોગનું સુખ મેળવી શકતો નથી, માત્ર સ્પર્શનો જ આનંદ માણી શકે છે. તેમવિદ્યાદેવીને બહારથી સ્પર્શ કરવામાત્રથી-વિદ્યાને પોતાનામાં સમાવવાથી જે વિશિષ્ટઆનંદ પ્રાપ્ત થાય છે, તેવા-આનંદનું સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી. સૂક્તિ=સુભાષિત છે– “વેશ્યાના મુખની જેમ વિદ્યાનું મુખ કોના કોના વડે આલિંગિત કરાયું નથી ? (અર્થાત્ વિદ્યાનો આરંભ તો ઘણા કરે છે) પણ વેશ્યાની જેમ વિઘાના હૃદયને (ઊંડાણને, તત્ત્વને) ગ્રહણ કરનારા તો માંડ બે, ત્રણ હશે. અથવા એટલા પણ નહિ હોય.”
પ્રતિમાલોપકઃ- “વર્ષાકાળે વિહાર' વગેરે સ્વરૂપસાવદ્ય આપવાદિક પ્રવૃત્તિઓ કંઇ અનુમોદનીય પ્રવૃત્તિતરીકે નિર્દિષ્ટ નથી, કે જેથી તેઓના દૃષ્ટાંતથી અમારી વ્યાપ્તિમાં દોષ આપી શકાય.
ઉત્તરપથ - ‘પડ્યા પણ તંગડી ઊંચી” ઉક્તિને ચરિતાર્થ કરવાનો પ્રયત્ન ના કરો. સાધુમાર્ગ ઉત્સર્ગ અને અપવાદ ઉભયમય છે. તેથી સાધુમાર્ગની અનુમોદનામાં આપવાદિક પ્રવૃત્તિઓ પણ અનુમોદનીય બને છે. વળી અવસરોચિત અપવાદનું સેવન કરનારો શાસનહીલનાવગેરે દોષો અટકાવી શાસનપ્રભાવનાવગેરે ગુણો કરતો હોવાથી પ્રશંસાપાત્ર બને જ છે. છતાં તમને સંતોષ ન થતો હોય, તો જુઓ! જેઓ અચલક(વસ્ત્રનો ઉપયોગ ન કરવો)આદિ વ્રતધારીઓ છે, તેઓને એક વસ્ત્રધારી વગેરેના આચારની અનુમોદના કરવાની છે, પણ એકવસ્ત્રધારીવગેરેના આચારને તેઓ કર્તવ્યતરીકે અપનાવી શકતા નથી. આવી સ્પષ્ટ સૂત્રનીતિ હોવાથી તમારી વ્યાતિમાં સ્પષ્ટ દોષ છે જ. તમને પણ સૂત્રથી વિપરીત વ્યાપ્તિ બનાવવાનો દોષ છે જ. આગમમાં કહ્યું જ છે કે – “કોઇ સાધુ બે વસ્ત્ર ધારણ કરતો