________________
128
પ્રતિમાશતક કાવ્ય-૨૦) अप्युपदेशोऽन्यथा 'जाव पज्जुवासामी त्यस्योत्तराभावेन न्यूनतापत्तेः। न च नामगोत्रश्रावणविधिः स्वतन्त्र एव, तस्य सुखदुःखहान्यन्यतरत्वाभावेन फलविधित्वाभावात्; नापि साधनविधिः पर्युपासनाया एव साधनत्वात्, तत्समकक्षतया नामगोत्रश्रावणस्य साधनत्वासिद्धेः। किन्तु चिकीर्षितसाधनानुकूलप्रतिज्ञाविधि(वि ?)शेषतया तस्योपयोगः। (वि?)शेषेण च (वि?)शेषिण आक्षेप: सुकर एवेति व्युत्पन्नानां न कश्चिदत्र व्यामोहः । व्रतं-चारित्रं स्फुटं प्रकटं प्रवृत्तियोगिनं प्रत्याह एवं देवाणुप्पिया गंतव्वं' इत्यादिना। इच्छायोगिनं च प्रति योग्येच्छामनुगृह्य चाह अहासुहं देवाणुप्पिया मा पडिबंधं करेह' इतीच्छानुलोमभाषयाहेत्यर्थः। 'वा'कारो व्यवस्थायाम्। एवं विभोः-भगवतो वाक्क्रमो-वचनरचनानुक्रम श्चित्र:-नानाप्रकारः। मौनमपि च विनीतमभिज्ञं पुरुषं प्रतीच्छानुलोमाभिव्यञ्जकमेवेति तत्तात्पर्यप्रतिसन्धानेनैव प्रेक्षावत्प्रवृत्तिः सुघटा। अत एव भगवता मौने स्वव्यवहारानुरोधेन कृतेऽपि પ્રવર્તે છે. તેથી જ વ્યવહારથી સાવધ દેખાતી પણ ગુણકારી ક્રિયામાં ભગવાન મૂકસંમતિ આપે છે અને તે દ્વારા જ યોગ્ય જીવોને તે ક્રિયામાં પ્રવતવિ છે.) ભગવાન દેવોના વંદનઆદિ કૃત્યોને પુરાણો આચાર છે ઇત્યાદિ કહીને સ્પષ્ટરૂપે કર્તવ્યતરીકે દર્શાવે છે. તેથી જ હું સૂર્યાભિદેવ દેવાનુપ્રિયને(=ભગવાનને) વંદુ છું ઇત્યાદિ કહે છે, ત્યારે ભગવાન “આ પુરાણો આચાર છે ઇત્યાદિ કહે છે. આ જ કથનનૃત્યકરણવગેરરૂપ પર્યુપાસનામાટે પણ છે. દેવોનૃત્યઆદિકરીને ભગવાનની પર્યુપાસના કરવા ઇચ્છતા હોય છે. તેથી “પપૃપાસના કરું છું એમ પણ કહે છે. ત્યારે ભગવાનનો “આ પુરાણો આચાર છે ઇત્યાદિ ઉત્તરમાત્ર વંદન-નમસ્કારકે નામશ્રાવણ અંગે નથી હોતો, પરંતુ પર્યપાસના અંગે પણ હોય છે. નહિંતરસૂર્યાભના પક્વાસામિ' (પર્યાપાસના કરું છું, એવોકથનનો ભગવાનતરફથી ઉત્તરનહીં મળવાથી ન્યૂનતાદોષ આવી જાય.
પૂર્વપક્ષ - અહીં સૂર્યાભદેવ હંસૂર્યાભદેવ.' ઇત્યાદિ કથનમાં પોતાનું જે નામ સંભળાવે છે, એવંદનાદિ વિધિથી સ્વતંત્ર વિધિ છે. પરમાત્મા પાસે આવેલા સર્જન માટે વંદનાદિ તો અર્થપ્રાપ્ત જ હોય છે. તેથી જ ભગવાન પણ એના નામશ્રાવણવિધિને જ આગળ કરી જવાબ આપે છે કે પોરાણમેય ઇત્યાદિ. આમ ભગવાનનો જવાબ માત્ર નામશ્રાવણવિધિ અંગે જ છે. તેથી ન્યૂનતાદોષ નથી.
ઉત્તરપક્ષ - દેવો નામ સંભળાવવાની વિધિ શું કામ કરે છે? શું તેમ કરવાથી સુખપ્રાપ્તિ કે દુઃખહાનિરૂપ સાક્ષાત્કળ મળવાનું છે? અર્થાત્ આ વિધિ શું તેમના સુખરૂપે કે દુઃખહાનિરૂપે પરિણામ પામવાનું છે કે પછી સુખકે દુઃખહાનિરૂપ ઇષ્ટની સાધનરૂપ વિધિ તરીકે તેઓ નામ સંભળાવે છે? પ્રથમ વિકલ્પ અસંભવિત છે કારણ કે પોતાનું નામ સંભળાવવામાત્રથી તેમને કોઇ સુખ ઉત્પન્ન થતું નથી કે તેમનું કોઇ દુઃખ ટળતું નથી. બીજો વિકલ્પ પણ સંભવતો નથી. નામ સંભળાવવું એ કંઇ ધર્મક્રિયા નથી કે જેથી સુખ અથવા દુઃખહાનિરૂપ ઇષ્ટનાં સાધન બની શકે. પ્રસ્તુતમાં સૂર્યાભમાટે પણ પર્યાપાસના જ સુખ અથવા દુઃખહાનિરૂપ ઇષ્ટનાં સાધનતરીકે માન્ય છે. “આ પર્યાપાસનાને સમાનકક્ષાની હોવાથી નામ ગોત્રશ્રાવણવિધિ પણ સાધનવિધિ છે તેમ તો કોઇ સિદ્ધ કરી શકે તેમ નથી. તેથી નામગોત્ર સંભળાવવાની વિધિ એ કોઇ સ્વતંત્ર વિધિ નથી.
પૂર્વપક્ષ - તો પછી દેવો પોતાના નામગોત્ર સંભળાવવાની વિધિ શા માટે કરે છે?
ઉત્તરપક્ષઃ- નૃત્યકરણ એ પક્પાસનારૂપ છે, અને સૂર્યાભએ પર્થપાસનાને પોતાના ભાવી સુખવગેરે માટે ઇષ્ટસાધન માને છે. તેથી પોતે એ પર્યુપાસના ભગવાન આગળ કરવા ઇચ્છે છે. આ સાધનાનો આરંભ કરવાની પ્રતિજ્ઞારૂપ જે વિધિ છે, એ વિધિના એક ભાગ તરીકે કે તેની વિશેષવિધિતરીકે) નામગોત્ર સંભળાવવાની વિધિ કરે છે. અથવા પગૃપાસનાદિ તો ઇષ્ટસાધનરૂપે વિધિ તરીકે સિદ્ધ છે, નામશ્રાવણ વ્યક્તિગત હોવાથી શેષ-બાકી છે,