________________
147
ન
સિાધુ દ્રવ્યસ્તવના ઉપદેશનો અધિકારી व्यवस्थितेर्बाह्यहेतूत्कर्षादपि फलोत्कर्षाभिमानिना व्यवहारनयेन तु विशेष्यभागोऽप्याद्रियत इति सर्वमवदातं नयज्ञानाम्॥ २४॥ अनुपदेश्यत्वादननुमोद्यत्वं द्रव्यस्तवस्येत्यत्राह
मिश्रस्यानुपदेश्यता यदि तदा श्राद्धस्य धर्मस्तथा,
सर्व: स्यात्सदृशी नु दोषघटना सौत्रक्रमोल्लङ्घनात् । तत्सम्यग्विधिभक्तिपूर्वमुचितद्रव्यस्तवस्थापने,
विद्मो नापरमत्र लुम्पकमुखम्लानिं विना दूषणम् ॥ २५॥ (दंडान्वयः→ यदि मिश्रस्यानुपदेश्यता तदा श्राद्धस्य सर्वो धर्मस्तथानुपदेश्य: स्यात् । सौत्रक्रमोल्लङ्घनात् नु दोषघटना सदृशी। तत्सम्यग्विधिभक्तिपूर्वमुचितद्रव्यस्तवस्थापनेऽत्र लुम्पकमुखम्लानीं विना नापरं दूषणं વિ4: II) ચાલતી વખતે અચાનક આવી ચડેલા જીવનો વધ. આ ત્રણે સ્થળે હિંસાનો ભાવ કે પ્રમાદ નથી, માટે આ ત્રણે સ્થળે હિંસા નથી. જેઓ આ સિવાય હિંસા કરે છે, તેઓ પ્રાયઃ અપ્રમત્ત નથી. તેથી તમે કહો તેવા બચાવને કોઇ અવકાશ નથી.)
પ્રતિમાલપક - તો પણ હિંસામાટે બાહ્ય હેતુ તો અકિંચિત્કર જ સિદ્ધ થયો ને?
ઉત્તરપક્ષ - ના. કારણ કે બાહ્ય હેતુના ઉત્કર્ષથી પણ ફળમાં ઉત્કર્ષ આવે છે, તેવું માનતો વ્યવહારનય તો બાહ્ય વધમાં પણ હિંસા સ્વીકારે છે. તેથી “જીવવધ આદિરૂપ વિશેષ્યભાગ પણ હિંસાના લક્ષણમાં સ્વીકૃત છે. આમ નયને સમજનારાઓ માટે અહીં કશુ અજુગતું નથી. તે ૨૪
સાધુ દ્રવ્યસ્તવના ઉપદેશનો અધિકારી સાધુઓને દ્રવ્યસ્તવનો ઉપદેશ આપવાનો અધિકાર નથી. તેથી સાધુઓએ દ્રવ્યસ્તવનું અનુમોદન કરવાનું નથી તેમ સિદ્ધ થાય છે.' એવી કુકલ્પનાનું સમાધાન કરતા કહે છે–
કાવ્યર્થ - જો દ્રવ્યસ્તવ મિશ્રરૂપ હોવાથી ઉપદેશ્ય(=ઉપદેશ દેવાયોગ્ય) નથી એમ હોય, તો શ્રાવકના બધા ધર્મો અનુપદેશ્ય થઇ જશે (કારણ કે શ્રાવકના બધા ધર્મો મિશ્ર છે.) તથા સૂત્રમાં દર્શાવેલા ક્રમના ઉલ્લંઘનમાં દોષની પ્રાપ્તિ તો બન્ને સ્થળ સમાન છે. તેથી સમ્યક્ઝકારે વિધિ અને ભક્તિપૂર્વકના ઉચિત દ્રવ્યસ્તવનો ઉપદેશ આપવામાં પ્રતિમાલોપકોનું મુખ કરમાઇ જવારૂપ એક દોષ છોડી બીજો કોઇ દોષ અમને દેખાતો નથી.
પૂર્વપક્ષ - જો આમદ્રવ્યસ્તવ અનુમોદનીય હોય, તો ઉપદેશ્ય કેમ નથી? (હોવો જ જોઇએ, પણ નથી.) તેથી અનુમોદનીય પણ નથી. અનુમાન પ્રયોગઃ- સાધુઓને (પક્ષ) દ્રવ્યસ્તવ અનુમોદનીય નથી (સાધ્ય) કારણ કે એ મિશ્રરૂપ હોવાથી ઉપદેશ્ય નથી. (હેતુ) @ નિશ્ચયમત-આત્માના તમામ અશુભ અધ્યવસાયો પ્રમાદરૂપ છે અને શુભ અધ્યવસાયો અપ્રમાદરૂપ છે. આ શુભઅશુભઅધ્યવસાયોની ઉત્પત્તિ અને તીવ્રતા-મંદતામાં બાહ્યનિમિત્તો કારણ નથી. તેઓ અવર્જનીયસંનિધિમાત્ર છે.
વ્યવહારમત-બાહ્યનિમિત્તોની સંખ્યા-ઉત્કૃષ્ટતા વગેરેને અપેક્ષીને જીવના અધ્યવસાયોમાં તીવ્ર-મંદતા, શુભતાઅશુભતાઆદિ ફેરફારો થાય છે. માટે તે નયમને બાહ્ય નિમિત્તો કર્મબંધ-મોક્ષમાં હેતુ છે.
સ્થિતપક્ષ - પ્રાથમિકભૂમિકામાં ‘વ્યવહાર’ પ્રધાન છે કારણ કે જીવો નિમિત્તવાસી હોય છે. ઊંચી ભૂમિકા પામ્યા પછી “નિશ્ચય પ્રધાન બને છે કારણ કે આત્મા પરિણત હોવાથી નિમિત્તને આધીન થતો નથી. અપુનબંધકવગેરે રૂપે રહેલા મિથ્યાત્વીઓને સમ્યક્તની પ્રાપ્તિમાં, બીજાઓમાં બીજનું આધાર કરવામાં અને પ્રાયઃ ભાવરૂપ નિશ્ચયને પ્રગટાવવામાં વ્યવહાર ખૂબ ઉપયોગી છે. આ બાબતમાં ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથ વાંચવા જેવો છે.
-
-
-
-
-
-
-
-
-
—
—
—
—
—
—
—
•
–
–
–
–
–
–
–
–
–
–