________________
પ્રતિમાશતક કાવ્ય-૨૫)
भिधानात्प्रागनभिधानस्याप्युभयत्र तथात्वात् । यतिधर्मस्य प्रागभिधाने श्रोतुस्तदशक्तत्वे ज्ञाते तं प्रति श्राद्धधर्मप्ररूपणं यथावसरसङ्गत्या भावस्तवस्य प्रागभिधाने तदशक्तिप्रकाशकं प्रत्येव द्रव्यस्तवाभिधानमिति क्रमस्यैव रूढत्वाद् । अत एव गृहपतिपुत्रबन्दिगृहविमोक्षणन्याय: सूत्रसिद्धः। तदिदमाह-सौत्रस्य-सूत्रसिद्धस्य क्रमस्योल्लङ्घनात्-उल्लङ्घनमाश्रित्य। नुरिति निश्चये दोषघटना=दोषसङ्गतिः सदृशी-तुल्या। क्रमप्राप्ते उपदेशे तु न कोऽपि સાંભળી નથી, એ અંગે એવો ક્ષયોપશમ જાગવો શું શક્ય છે? અને જો ગૃહસ્થો આ રીતે બારવ્રતો અને પોતાની શક્તિ અંગેનો નિર્ણય કરવા સમર્થ હોય, તો પાંચ મહાવ્રતો અંગે પણ નિર્ણય કરવા સમર્થ બની જ શકે. અને તો તો પાંચમહાવ્રતમાટે પણ ઉપદેશની જરૂરત જ ન રહે. હકીકતમાં તો અનાદિથી મોહમાં અને પ્રમાદમાં પડેલા મોટા ભાગના જીવો ઉપદેશ સાંભળીને પણ પોતાની શક્તિથી ઓછા વ્રત લેવા કે બિલ્કલ વ્રત ન લેવા જ ઉદ્યત થતાં હોય છે, અને તે વખતે પોતાના આવા પરિણામને પોતાની શક્તિની અલ્પતા કે અભાવમાં ખતવી નાંખતા હોય છે. તે વખતે ગુરુભગવંતો સાચા માર્ગદર્શક બને છે કે જેઓ સાધુ થવા સમર્થને એ માટે પ્રેરણા આપે છે, અને જેની ખરેખર એ માટે યોગ્યતા નથી અને એ વ્રત લેવા ઉત્સાહી હોય, તો અટકાવે પણ છે. વળી, આનંદાદિ શ્રાવકોએ ભગવાન પાસે બાર વ્રતનું સ્વરૂપ સમજી વ્રતો લીધાની વાત ઉપાસકદશાંગવગેરે આગમમાં આવે છે. વળી શૂલપાણી યક્ષના ઉપસર્ગ પછી ક્ષણિક નિદ્રા વખતે ભગવાન મહાવીરસ્વામીને આવેલા દસ સપનાઓમાં “ફૂલની બે માળા’ ના સપનાનો અર્થ ભગવાને પોતે એવો જ બતાવ્યો કે હું બે પ્રકારના ધર્મોની પ્રરૂપણા કરીશ (૧) શ્રમણધર્મ (૨) શ્રાવક-ગૃહસ્થધર્મ. સૌથી મહત્વની વાત એ છે કે, જો ભગવાનવગેરે શ્રાવકધર્મની પ્રરૂપણા કરતાં જ ન હોય, તો ભગવાને તો (૧) સાધુ અને (૨) સાધ્વીરૂપ દ્વિવિધ સંઘ જ સ્થાપ્યો, ગૃહસ્થોએ પોતાની કલ્પના-અનુમાનથી સ્વેચ્છાથી જ બારવ્રતો લઇ પોતાની ઇચ્છાથી જ એમાં શ્રાવક-શ્રાવિકારૂપે પોતાનો સમાવેશ કરી નાખ્યો એવું માનવાની આપત્તિ આવશે. તેથી પ્રતિમાલોપકોની “શ્રાવકધર્મો મિશ્રરૂપ હોઇ અનપદેશ્ય છે એવી વાત ભયંકર અનર્થકારી છે.)
પ્રતિમાલપક - સાધુ જો દ્રવ્યસ્તવનો ઉપદેશ દેશે, તો સાધુને દ્રવ્યસ્તવમાં રહેલી હિંસાની અપ્રતિષેધ (=નિષેધ ન કરવારૂપ) અનુમતિનો દોષ લાગશે.
ઉત્તરપક્ષ - આ દોષ શું શ્રાવકના બીજા ધર્મોના ઉપદેશમાં નહિ લાગે? અહીં તમે બચાવમાં જે કહેશો, તેનાથી જ દ્રવ્યસ્તવઅંગે પણ બચાવ થઇ જશે કારણકે બન્ને સ્થળે યોગક્ષેમ તુલ્ય છે. વાસ્તવમાં તો પૂર્વે બતાવી ગયા તેમ, ત્યાં હિંસાદિ આશ્રવઅંશની ઉપેક્ષા જ છે.
પ્રતિમાલપક - સાધુધર્મનો ઉપદેશ કર્યા વિના શ્રાવકધર્મનો ઉપદેશ કરાતો નથી. સાધુધર્મના ક્રમથી અપાતા શ્રાવકધર્મના ઉપદેશમાં દોષ નથી. દ્રવ્યસ્તવનો ઉપદેશ આપવામાં એવો કોઇ ક્રમ ન હોવાથી તેનો સીધો ઉપદેશ દેવામાં દોષ છે.
ઉત્તરપલ - દ્રવ્યસ્તવ અંગે પણ ક્રમ છે જ. જુઓ, પ્રથમ ભાવસ્તવનો ઉપદેશ આપવાનો છે. શ્રોતામાં તે અંગેનું સામર્થ્ય ન હોય, તો ક્રમ પ્રાપ્ત દ્રવ્યસ્તવનો ઉપદેશ આપી શકાય છે, તેમાં દોષ નથી. તેથી જેમ સાધુધર્મ દર્શાવ્યા પછી તેમાં શ્રોતાને અશક્ત જાણી અવસરને અનુરૂપ શ્રાવકધર્મ બતાવાય છે. તેમ ભાવસ્તવનું સ્વરૂપ બતાવ્યા પછી તેમાં અશક્ત શ્રાવકને દ્રવ્યસ્તવનો ઉપદેશ કરવાનો ક્રમ રૂઢ છે. અહીં ગૃહપતિપુત્રબત્રિવિમોક્ષણ” ન્યાય સૂત્રસિદ્ધ છે. આ સૂત્રસિદ્ધ ક્રમના ઉલ્લંઘનમાં બન્ને સ્થળે(શ્રાવકધર્મ અને દ્રવ્યસ્તવમાં) સમાન
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
---
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
@ કોઇક શ્રેષ્ઠીને છ વિનીત પુત્રો હતા. કોઇક ગુનાસર આ છએ પુત્રોને રાજાએ ફાંસીની સજા કરી. શ્રેષ્ઠી પોતાના છએ પુત્રને બચાવવા રાજા પાસે જાય છે, મૂલ્યવાન ઝવેરાતનું નજરાણું ધરી છએ પુત્રને ‘અભય મળે તેમાટે ખુબ આજીજી કરી. છતાં કુદ્ધ રાજા એકને પણ છોડવા તૈયાર થયા નહીં. ત્યારે શ્રેષ્ઠ છેલ્લા ઉપાયતરીકે અસહાય બનીને વંશપરંપરા બચાવવાના આશયથી જ્યેષ્ઠ પુત્રનું અભયદાન યાચે છે. ત્યારે રાજા પણ દયા લાવી મોટા પુત્રને અભય આપે છે – આ દષ્ટાંતસૂચક “ગૃહપતિપુત્રબન્ટિ-વિમોક્ષણ' ન્યાય છે. અહીં શ્રેષ્ઠી સૌ પ્રથમ બધા પુત્રના અભયની વાત કરે છે. તે અશક્ય લાગવાથી જ “સર્વનાશના પ્રસંગમાં શક્ય બચાવવું એ ન્યાયથી મોટા