________________
(152
પ્રતિમાશતક કાવ્ય-૨) (दंडान्वयः→ दयापरिणतिस्थैर्यार्थमुद्यच्छतां साधूनां नाशंसानुमतिः, अनायतनतो दूरस्थितानां (साधूनां) संवासानुमतिस्तु कथम् ? यद् आज्ञास्थितानां (साधूनां) हिंसाया अनिषेधनानुमतिरपि न, तद् (साधूनां) इदं द्रव्यस्तवश्लाघनं निरवद्यमेव।)
'नाशंसा'इति। भगवत्पूजादर्शनाद्बहवो जीवा सम्यग्दर्शननैर्मल्यमासाद्य चारित्रप्राप्त्या सिद्धिसौधमध्यासतामिति भावनया पूजा कर्त्तव्येति दयापरिणतिस्थैर्यार्थ मुद्यच्छता-उद्यमं कुर्वाणानां साधूनामाशंसानुमतिर्न भवत्युपदेशफलेच्छायां हिंसाया अविषयत्वात्। संवासानुमतिस्त्व नायतनतः-हिंसाऽऽयतनादूरस्थितानां कथं भवति ? पुष्पाद्यायतनमेवानायतनमिति चेत् ? तर्हि समवसरणस्थितानामनायतनवर्तित्वप्रसङ्गः । न च देवगृहेऽपि स्तुतित्रयकर्षणात्परतोऽवस्थानमनुज्ञातं साधूनामिति। विधिवन्दनाद्यर्थमवस्थाने (=સર્વવિશેષને આશ્રયી અભાવ) હોવાથી સામાન્ય અભાવ છે, તેમ દર્શાવતા કવિ કહે છે–
કાવ્યર્થ - દયાની પરિણતિને સ્થિર કરવા પ્રયત્ન કરતા સાધુને દ્રવ્યસ્તવની પ્રશંસા કરવામાં આશંસા અનુમતિ લાગતી નથી. અનાયતનથી(=હિંસાના સ્થાનથી) દૂર રહેતા તેઓને સંવાસઅનુમતિ તો સંભવે જ શી રીતે? વળી આજ્ઞાનું પાલન કરનારા તે સાધુઓને હિંસાની અનિષેધઅનુમતિ પણ સંભવતી નથી. આમ બધા પ્રકારની અનુમતિનો દોષ નથી. તેથી સાધુએ દ્રવ્યસ્તવની પ્રશંસા કરવી એ નિરવદ્ય જ છે.
“ભગવાનની પૂજાના દર્શન કરી ધણા જીવો પોતાના સમ્યક્તને નિર્મળ કરે અને સમ્યક્તનિર્મળ થવાથી ચારિત્રને સુખેથી પામી શીણ મોક્ષગતિના સ્વામી બને' આવી ભાવનાથી પૂજા કરવી જોઇએ. એ પ્રમાણે ઉપદેશદેનાર સાધુ વાસ્તવમાં સર્વજીવો પ્રત્યેની કૃપાનજરને જ દઢ બનાવે છે. આમ સ્વ-પરના દયાભાવને દઢ કરવા જ સાધુ હંમેશા ઉદ્યમશીલ હોય છે. આ સાધુ પૂજાના ઉપદેશના ફળતરીકે પોતાને અપેક્ષીને નિર્જરા અને શ્રોતાને અપેક્ષીને ભગવાનની પૂજા જ ઇચ્છતો હોય છે. વળી, તે પણ એના મોક્ષમાટે થાય એમ જ ઇચ્છા રાખે છે. આમ ઉપદેશના ફળની ઇચ્છામાં ક્યાંય હિંસાની ગંધ પણ નથી. તેથી આ ઉપદેશમાં સાધુને હિંસાની આશંસા અનુમતિનો અંશ પણ નથી. તે જ પ્રમાણે હિંસાના સ્થાનોથી દૂર રહેતા સાધુને દ્રવ્યસ્તવની અનુમોદનાવખતે સંવાસ અનુમતિ પણ નથી. “ગૃહસ્થ સાથે રહેવું છે, માટે ગૃહસ્થની પૂજાને વખાણો” એવો આશય હોત અથવા સંસારના કાર્યોવગેરેમાં હિંસા કરતા ગૃહસ્થ સાથે જો સાધુ રહેતો હોત, તો સાધુને સંવાસઅનુમતિનો દોષ આવત. પણ સાધુને ગૃહસ્થના પરિચયથી પણ દૂર ભાગવાનું છે, તો સાથે રહેવાની તો વાત જ ક્યાંથી?
પ્રતિમાલોપકઃ-પુષ્પવગેરેના સ્થાનો અનાયતન જ છે. જિનાલયમાં પુષ્પવગેરેના ઢગ ખડકાતા હોવાથી જિનાલય અનાયતન છે. આ અનાયતનને સેવવામાં સંવાસાનુમતિ છે.
ઉત્તરપક્ષ - જો પુષ્પના ઢગલામાત્રથી જિનાલય અનાયતન બનતું હોય, તો ભગવાનના સમવસરણમાં રહેતા સાધુઓ પણ અનાયતનને સેવી રહ્યા છે, કારણ કે ત્યાં પણ દેવો સતત પુષ્પવૃષ્ટિ કરતા હોય છે.
પ્રતિમાલપક-મુનિઓ સમવસરણમાં લાંબો કાળ રહેતા નથી. તેથી મુનિઓને અનાયતનસેવાનો દોષ
નથી.
ઉત્તરપક્ષ - એ પ્રમાણે તો સાધુઓ દેરાસરમાં પણ લાંબો કાળ રહેતા નથી, કારણ કે સાધુને ત્રણ સ્તુતિ બોલ્યા પછી વધુ કાળ જિનાલયમાં રહેવાની અનુજ્ઞા નથી. વિધિ કે વંદનવગેરેમાટે કદાચ થોડો વધુ સમય રહે તો પણ સમવસરણની જેમ જ અનાયતનસેવાનો દોષ તો આવતો જ નથી. (વાસ્તવમાં તો અશુભ ભાવોમાં કારણ બનતાં સ્થાનો અનાયતનસ્થાનો છે અને શુભભાવોમાં નિમિત્ત બનતાં સ્થાનો આયતનસ્થાનો છે. આના બદલે માત્ર એકેન્દ્રિયાદિ જીવોના