________________
1િ2
પ્રતિમાશતક કાવ્ય-૨૩) एते भगवन्तोऽत्यादरेण वन्द्यमाना: पूज्यमाना अप्यनन्तगुणत्वान्न वन्दिताः पूजिताः स्युरत्र दशार्णभद्रो दृष्टान्तः। तदेवं पूजासत्कारौ भावस्तवहेतुत्वाद्रणनीयौ एवेति। 'सम्माणवत्तिआए' सन्मानः-स्तवादिभिर्गुणोत्कीर्तनं, तत्प्रत्ययम् । अथ एता वन्दनाद्याशंसाः किमर्थम् ? इत्याह- 'बोहिलाभवत्तिआए'बोधिलाभ:-प्रेत्य जिनधर्मप्राप्तिः, तत्प्रत्ययम्। एषोऽपि किनिमित्तम् ? इत्याह- 'निरुवसग्गवत्तिआए'निरुपसर्गो-जन्माधुपसर्गरहितो मोक्षः, तत्प्रत्ययं च। अयं च कायोत्सर्ग: श्रद्धादिरहितः क्रियमाणोऽपि नेष्टसाधक इत्यत आह- 'सद्धाए'इत्यादि, श्रद्धया स्वाभिप्रायेण, न बलाभियोगादिना । मेधया हेयोपादेयपरिज्ञानरूपया, न जडत्वेन; मर्यादावर्तितया वा, नासमञ्जसत्वेन; धृत्या मन:स्वास्थ्येन, न रागाद्याकुलतया। धारणया अर्हद्गुणाविस्मरणरूपया, न तच्छून्यतया। अनुप्रेक्षया સ્વયં કરે નહિ, પણ દ્રવ્યસ્તવના કરણના ફળથી વંચિત નહીં રહેવા માટે કાઉસ્સગ્ન કરે તેમાં અનુચિતતા શું છે? (આનાથી એક વસ્તુ સૂચિત થાય છે કે – શુદ્ધનિર્જરા અથવા પુણ્યાનુબંધી પુણ્યની કમાણી થતી હોય, તેવી નાનામાં નાની તક પણ જતીન કરવી, કારણ કે ભવચક્રમાં આવી કમાણીની ક્ષણો અતિ દુર્લભ છે. આ કમાણી કરણ, કરાવણ અને અનુમોદનથી છે. એમાંથી જે અંશે પોતાને સાક્ષાત્ અધિકારઆદિ પ્રાપ્ત ન થતા હોય, તે અંશે કાઉસ્સગ્ગઆદિથી પણ તેના ફળની પ્રાપ્તિ કરવી દોષરૂપ નથી.)
તેજ પ્રમાણે શ્રાવને પણ પૂજા-સત્કારનિમિત્તકકાયોત્સર્ગકરવામાં દોષ નથી કારણકે શ્રાવક જિનપ્રતિમાના પૂજા, સત્કાર કરતો હોવા છતાં પણ પોતાની આ ભક્તિમાં વિશેષ રંગ લાવવા આવી પ્રાર્થના કરે છે. વળી શ્રાવક ઘણા ભાવથી વંદનવગેરે કરતો હોય, તો પણ તેના પ્રભુને આ વંદનાદિ કરતાં અનંતગુણ ચડી જાય તેવા વંદનાદિ બીજાએ કર્યા હોય તે સંભવી શકે છે. એવા વંદનાદિ પોતે કરી શકતો ન હોવાથી - તે વંદનાદિના ફળથી પોતે વંચિત નહીં રહી જાય તે માટે કાઉસ્સગ્ન કરે તેમાં કશું ખોટું નથી. અહીં દશાર્ણભદ્રનું દૃષ્ટાંત છે.
દશાર્ણભદ્રનું દૃષ્ટાંત દશાર્ણભદ્ર રાજાને જ્યારે ખબર પડી કે પોતાના “દશાર્ણપુર નગરમાં પ્રભુ મહાવીર સ્વામીના પાવન પગલા થયા છે, ત્યારે તેના આનંદની અવધિ રહી નહીં. તેના હર્ષથી ફાટ ફાટ થતાં હૈયામાં એવી ભવનાશિની ભાવનાના સ્વસ્તિક રચાયા કે “કોઇએ નહિ કરી હોય એવી ભારે ઋદ્ધિથી પ્રભુને વંદન કરવા જાઉં'. બસ! પછી તો ભાવનાને સાકાર કરવા દશાર્ણભદ્ર પોતાની ચતુરંગી સેના સાથે બડા ઠાઠમાઠથી ભગવાનને વંદન કરવા નીકળ્યો. તે વખતે પોતાની સેનાનો ઠાઠ જોઇ તે રાજા ગર્વના પર્વત પર ચડી બેઠો કે, “પરમાત્માને આવી ભક્તિ-ઋદ્ધિથી વંદન કોઇએ કર્યું નહીં હોય' કુવાનાદેડકાના ન્યાયે થઇ ગયેલા આ ગર્વને તોડવા અને આ ગર્વથી અજાણતા થઇ જતી ભગવાનની આશાતનાથી તેને બચાવવા સૌધર્મેન્દ્ર પણ તે જ વખતે મોટા ઠાઠથી ભગવાનને વાંદવા આકાશ પૃથ્વી પર ઉતરી આવ્યા. એ શકની ઋદ્ધિ આગળ દશાર્ણભદ્રની ઋદ્ધિ સાવ ઝાંખી પડી ગઇ અને દશાર્ણભદ્ર ઝંખવાણો પડી ગયો. પોતાના અભિમાનપર પસ્તાવા માંડ્યો. મહેલ આગળ ઝુંપડા જેવી પોતાની ઋદ્ધિના દર્શનથી તેનો ગર્વ તો ગયો, પણ માન રહ્યું. શક અને કર્મસત્તાને હંફાવવા દશાર્ણભદ્ર પરમાત્માના ચરણનું શરણ કાયમમાટે સ્વીકારી લીધું. સંયમઋદ્ધિ સ્વીકારી શક્ર માટે અજેય બની ગયા. સ્વકલ્યાણના રાહે ચાલતા થયા.
તાત્પર્ય - શ્રાવક પોતાની શક્તિ અને કલ્પનાથી ગમે તેટલી ઉત્કૃષ્ટભક્તિ કરવા જાય તો પણdવાસ્તવમાં ઉત્કૃષ્ટતાની સીમા સુધી પહોંચી શકતી નથી. જ્યારે આ બાબતમાં બાહ્ય સાધનો ટૂંકા પડે, ત્યારે કાયોત્સર્ગદ્વારા આત્યંતર સાધનની સહાય લઇ ઉત્કૃષ્ટ ભક્તિના ફળની પ્રાર્થના કરે તે યોગ્ય જ છે. ઉત્કૃષ્ટદ્ધવ્યસ્તવની ઇચ્છા અને તે અંગેનો જોરદાર પ્રયત્ન ઊંચી કક્ષાના ભાવને ખેંચી લાવે છે. અને ઊંચી કક્ષાના એભાવો દશાર્ણભદ્ર જેવા કેટલાયના ભાવસ્તવ=સંયમનું કારણ બનીને રહ્યા. માટે ભાવસ્તવના હેતુ હોવાથી કાયોત્સર્ગના નિમિત્તતરીકે પૂજા-સત્કારનું ઉચ્ચારણ આવશ્યક છે.
સન્માન પ્રત્યય - સન્માન એટલે સ્તવનવગેરે. વંદનાદિ આચાર નિમિત્ત છે. હવે કાઉસ્સગ્નના બે પ્રયોજન