________________
17
ભિગવાનની વિચિત્ર વચનપદ્ધતિ
(दंडान्वयः→ बल्यादिप्रतिमार्चनादि च व्यवहारतोऽपि सावधं साक्षात्किलानादिशन् भगवान् मौनेन गुणकृत्सम्मन्यते। धुसदां नत्यादि तदाचरणतः स्फुटं कर्त्तव्यमाह। योग्येच्छामनुगृह्य वा व्रतमाह। अत: विभोः વીમશત્ર: II)
_ 'सावद्यम्' इति। यत्किल बल्यादि प्रतिमार्चनादि च व्यवहारतोऽपि स्थूलव्यवहारेणाऽपि सावद्य= सावद्यत्वव्यपदेशविषयः, तत्साक्षात्-कण्ठरवेणाऽनादिशन् भगवान् मौनेन गुणकृत् सम्मन्यते, मौनाक्षिप्तविधिना तत्र प्रवर्त्तयतीत्यर्थः । अप्रमादसारो हि भगवदुपदेशोऽपुनर्बन्धकादौ स्वस्वौचित्येन विशेषे विश्राम्यतीति तदीयं वागतिशयविजृम्भितम् । अत एव 'सव्वे पाणा सव्वे भूया' इत्याधुपदेशादेव तदीयात् केचिच्चारित्रं, केचिद्देशविरतिं, केचित् केवलसम्यक्त्वं, केचिच्च मद्यमांसादिविरतिं प्रतिपन्नवन्तः, ते ह्यप्रमादविधिविशेषीभूतान् स्वस्वोचितविधीननुमाय प्रतिभया वा प्रतिसन्धाय तत्तदर्थेऽप्रमादमेव पुरस्कुर्वते तथा प्रवर्तन्ते चेत्यर्थतः सिद्धमुपदेशपदे। धुसदां देवानां, नत्यादि-वन्दनादि, तदाचरणत:-तदाचरणमाश्रित्य स्फुटं कर्त्तव्यमाह। अत एव 'अहं सूर्याभो देवानुप्रियं वन्दे इत्याधुक्तौ 'पोराणमेय'मित्याधुक्तं भगवता । अयं च नाट्यकरणादिपर्युपासनाया
ભગવાનની વિચિત્ર વચનપદ્ધતિ હવે ભગવાનની વચનપદ્ધતિની વિચિત્રતા બતાવે છે–
કાવ્યાર્થ:- બલિવગેરે અને પ્રતિમાઅર્ચન વગેરે જે વ્યવહારથી=સ્થૂળ વ્યવહારથી પણ સાવઘ=સાવદ્યનો વ્યપદેશપામી શકે છે. તે અંગે ભગવાન સાક્ષા–કંઠના ઉચ્ચારપૂર્વક આદેશ કરતા હોવા છતાં મૌન રહીને=મીનથી સૂચવાયેલા વિધાનદ્વારા ગુણકારી કૃત્યોને સંમતિ આપે છે=તે કૃત્યોમાં પ્રવર્તાવે છે. (વ્યવહારથી સાવદ્ય દેખાતા ગુણકારી કૃત્યોમાં ભગવાન મૌનદ્વારા પ્રવર્તાવે છે. સ્થૂળ વ્યવહારથી-ઉપરછલ્લા વ્યવહારમાં પણ જેમાં હિંસાનો વ્યપદેશ કરાય, તેમાં પોતાને સૂક્ષ્મગ્રાહી ગણનારા તો સુતરામ હિંસા જ જોવાના, છતાં સૂક્ષ્મતમ દૃષ્ટિના ધણી ભગવાન એમાં ગુણ જોઇ મૌનદ્વારા સંમતિ આપે છે અને એમ કરી એમાં રહેલા ભત્યાદિ આશયોને જ મુખ્ય કરે છે. તેથી એમાં હિંસાનો વ્યપદેશ કરનારા કહેવાતી સ્કૂલ કે સૂક્ષ્મ દષ્ટિવાળાઓ ભૂલ કરે છે તેવો ધ્વનિ છે.) ભગવાન દેવોના વંદનવગેરે કૃત્યોને તેઓના આચરણને આશ્રયી સ્પષ્ટપણે કર્તવ્યતરીકે કહે છે. તથા ભગવાન વ્રતગ્રહણ કરવાની ઇચ્છાવાળાને(=ઇચ્છાયોગીને) વ્રત પ્રતિ યોગ્ય ઇચ્છાનો અનુગ્રહ કરીને કહે છે (અર્થાત્ ઇચ્છાને અનુરૂપ આચરણ કર’ એમ કહે છે.) આમ ભગવાનની વચનપદ્ધતિ જુદા જુદા પ્રકારની છે.
ભગવાનનો ઉપદેશ અપ્રમાદને જ પ્રધાન કરે છે.(પ્રમાદઃકર્મબંધનું, આશ્રવનું-સંસારનું કારણ બને તેવી તમામ મન-વચન-કાયાની ક્રિયાઓ) છતાં આ ઉપદેશ અપુનબંધકઆદિ જુદી જુદી અવસ્થાને પામેલા જીવોમાટે પોત-પોતાની કક્ષાને ઉચિત છે તે વિશેષવિધિમાં પરિણામ પામે છે, તેમાં ભગવાનના વચનાતિશયનો જ વિલાસ છે. તેથી જ ઉપદેશપદમાં અર્થતઃ એવાત સિદ્ધ કરી છે કે- “સવ્વ પાણાસવ્વભૂયા'ઇત્યાદિ ભગવાનનું વચનવિધિસામાન્યરૂપ હોય છે અને તેનો મુખ્ય સુર અપ્રમાદભાવ હોય છે. પરંતુ ભગવાનના આ જ વચનને પામી જુદી જુદી યોગ્યતાભૂમિકાવાળા જીવોમાંથી કેટલાક ચારિત્રનો અંગીકાર કરે છે. તો બીજા કેટલાક દેશવિરતિ સ્વીકારે છે. અન્ય જીવો માત્ર સમ્યત્વનો અંગીકાર કરે છે અને કેટલાક જીવમાત્રમ-માંસવગેરેનો ત્યાગ કરે છે. આ બધા જીવો મુખ્યવિધિ અને બધામાટે સાધારણ એવી અપ્રમાદવિધિના જ વિશેષભૂત પોતપોતાને ઉચિત વિધિનું અનુમાન કરી અથવા પોતાની પ્રતિભાથી નિશ્ચય કરી, ચારિત્રઆદિ અર્થોમાં અપ્રમાદને જ આગળ કરી પ્રવૃત્ત થાય છે. (અર્થાત્ પોતાની ભૂમિકા અને શક્તિને અનુસાર ચાન્નિઆદિનો અંગીકાર કરવો, એ જ પોતાનામાટે અપ્રમાદરૂપ છે તેવો નિર્ણય કરે છે અને તે પ્રમાણે