________________
134
પ્રતિમાશતક કાવ્ય-૨૧] तत्प्रज्ञाप्ये विनीते सूर्याभे नाट्यकर्त्तव्यतां पृष्टवति भगवतो मौनमनुमतिमेव व्यञ्जयतीति स्थितम् । यस्तु भक्तिनिषेधे ये तु दानम्' इत्यादिना दानप्रशंसाया अपि निषेधादाननिषेधः सुतरामिति पापिष्ठेन दृष्टान्ततयोक्तः, सोऽप्ययुक्तः । ये तु' इत्यादिसूत्रस्य दातृपात्रयोर्दशाविशेषगोचरत्वादपुष्टालम्बनगोचरत्वादिति यावत्। पुष्टालम्बने तु द्विजन्मने भगवद्वस्त्रदानवत्, सुहस्तिनोरङ्कदानवच्च, साधूनामपि गृहिणामनुकम्पादानं श्रूयते। 'गिहिणो वेयावडीयं नकुज्जा [दशवै.चू.२/९ पा.१] इत्यादिना तनिषेधस्याप्युत्सर्गपरत्वात्। भवति हि तेन मिथ्यादृष्टेरप्यप्रमत्तसंयतगुणस्थानादिनिबन्धनाऽविरतसम्यग्दृष्ट्यादिगुणस्थानप्राप्तिलक्षणो गुणः प्राप्तगुणदृढतरस्थैर्यार्थमपि च तदनुज्ञायते,
આમ અમારી વ્યાપ્તિનો સંપૂર્ણ આકાર આવો છે- “શક્તિસંપન્ન વ્યક્તિએ દોષયુક્તતરીકે શત થયેલી વસ્તુનો વિનીત અને પ્રજ્ઞાપ્ય વ્યક્તિ આગળ અવશ્ય નિષેધ કરવો.”
પૂર્વપ - ભલે ત્યારે! તમારી વ્યામિ આ પ્રમાણે હો. પણ તેથી તમારે કહેવું શું છે? સૂર્યાભના પ્રસંગમાં ભગવાન કેમ મૌન રહ્યા? તે શંકાના સમાધાનમાં અમે જે કહ્યું તે મિથ્યા કેમ છે?
ઉત્તરપક્ષ - એ જ હવે અમારે કહેવું છે! સૂર્યાભે જ્યારે નૃત્યભક્તિ દર્શાવવાઅંગે પૂછ્યું, ત્યારે ભગવાન મૌન રહ્યા, પણ નિષેધનકર્યો. તેમાં ભગવાન શક્તિસંપન્ન નહતા એ કારણ તો નથી જ. એ તો તમે પણ સ્વીકારો જ છો. હવે બોલો! “શું સૂર્યાભદેવ અવિનીત અને જક્કી હતો, કે જેથી ભગવાને નિષેધ ન કર્યો?'
પૂર્વપક્ષ - ના. સૂર્યાભને અવિનીત કે જક્કી તો કહી શકાય નહિ.
ઉત્તરપક્ષ - એનો અર્થ એમ થયોને કે, ભગવાન શક્તિસંપન્ન હતા અને સૂર્યાભ પ્રજ્ઞાપ્ય અને વિનીત હતો, છતાં ભગવાન નિષેધ કરવાને બદલે મૌન રહ્યા. એટલે કે અમારી ઉપરોક્ત વ્યામિની અહીં પ્રાપ્તિ હતી, છતાં એ વ્યામિ અહીં લાગી નહિ. તેથી “નૃત્યકરણ દોષયુક્ત ન હોવાથી જ ભગવાને સૂર્યાભને તે અંગે નિષેધ ન કર્યો, તેમ સિદ્ધ થાય છે. તેથી જનૃત્યકરણ' સૂર્યાભને ગુણકારી હતું અને ભગવાનના મનમાં નૃત્યકરણની મૂક અનુમતિ જ હતી, તેમ સિદ્ધ થાય છે.
પૂર્વપક્ષઃ- તો પછી ભગવાન વિધાન કરવાને બદલે મૌન કેમ રહ્યા?
ઉત્તરપક્ષ - એ મૌન જ સૂચન કરે છે કે ભગવાનની નજર સમક્ષ માત્ર સૂર્યાભદેવ ન હતો પણ ગૌતમાદિ સાધુઓ પણ હતા. અર્થાત્ ભગવાન સૂર્યાભદેવ અને ગૌતમાદિ સાધુઓ આ બન્નેની અપેક્ષાએ ક્રમશઃ લાભ અને નુકસાન જોઇને જ મૌન રહ્યા. આમ તમારું માત્ર સૂર્યાભની અપેક્ષાએ જ લાભ-નુકસાન જોઇ ભગવાન મૌન રહ્યા આ વચન પણ મિથ્યા કરે છે.
પુષ્ટાલંબને અસંચતદાન અદુષ્ટ પૂર્વપક્ષ - તો પછી સૂત્રકૃતાંગમાંદાનની પ્રશંસા કરવાની કે દાનનો નિષેધ કરવાની જે વાત કરી છે, તેમાં શું સમાધાન છે? કારણ કે ત્યાં દાનની પ્રશંસાનો નિષેધ છે. તેથી દાનનો નિષેધ પણ સુતરામ થાય છે. અને એ જ ભક્તિના નિષેધનું સચોટ દૃષ્ટાંત છે.
ઉત્તરપક્ષ:- અહીં તમે થાપ ખાઇ ગયા! સૂત્રકૃતાંગનું જે અદાન ઇત્યાદિ જે વચન છે, તેદાનમાત્રનો નિષેધ નથી કરતું. પરંતુ અપુષ્ટઆલંબને અપાતા દાનની અપેક્ષાએ જ તે વચન છે.
શંકા - “આ વચન અપુષ્ટઆલંબનની અપેક્ષાએ જ છે, તેમ તમે શી રીતે કહો છો?
સમાધાનઃ- આમ કહેવામાં કારણ છે. પુષ્ટઆલંબને દાનની પ્રશંસા શું, પણ દાન આપ્યાના પણ દષ્ટાંતો નોંધાયા છે. જુઓ!ભગવાને દીક્ષા લીધા પછી સોમિલ બ્રાહ્મણને દેવદુષ્યનું દાન સ્વહસ્તે કર્યું હતું અને આર્યસહસ્તી