________________
133
દિષ્ટનો નિષેધ માત્ર પ્રજ્ઞાપ્ય વિનીત અંગે જ फलितार्थः। तथा प्रज्ञाप्ये-प्रज्ञापनीये, विनयान्विते पुरुषे इत्यपि विशेषनीयं, कुतः ? निषेधस्य विफलतायाः श्रोतुर्दृषोदयस्य चासम्भवात् । तेन जमालिना पृथग्विहारकर्त्तव्यतां पृष्टो भगवांस्तद्दुष्टतांजानानोऽपि यन्न निषिद्धवान् किन्तु मौनमास्थितवांस्तत्र न दोषः, अविनीते हि सत्यवचःप्रयोगोऽपि फलतोऽसत्य एव । तदाह → अविणीयमाणवतो, किलेस्सइ भासई मुसं चेव। णाउं घण्टालोहं को कडकरणे पवत्तिज्ज'। त्ति [विंशि. प्रक० ७/५] કોઇ સુકૃત કહે છે. કોઇ દુષ્કૃત કહે છે. (સંયમ લેવા તૈયાર થયેલાને) કોઇ કલ્યાણ કહે છે. તો કોઇ પાપી કહે છે. કોઇ સારું માને છે. કોઇ ખરાબ. કોઇક સિદ્ધિને સ્વીકારે છે. બીજાઓ સ્વીકારતા નથી. કેટલાક નરકમાં માને છે. અન્ય લોકો નરકમાં માનતા નથી.' ઇત્યાદિ આવી ઘણી બાબતોમાં વિપ્રતિપત્ર(=મતભેદવાળા) તેઓ પોતપોતાનો ધર્મ જ બતાવે છે.(=ધર્મતરીકે સ્થાપે છે. ઉપદેશે છે.) પણ આ (ઉપરોક્ત) વિવાદમાં(=પોતપોતાની સ્થાપનામાં) અકસ્માત્ છે =કોઇપણ હેતુ બતાવતા નથી.) તેથી આ પ્રમાણે તેઓનો ધર્મ સ્વાખ્યાત(=સારી રીતે કહેવાયેલો) નથી અને સારી રીતે શાસ્ત્રરૂપે રચાયો નથી. આશુપ્રજ્ઞ(=સતત જ્ઞાનદર્શનના ઉપયોગવાળા-શીઘજ્ઞાની સાધુ) જ્ઞાન અને દર્શન ઉપયોગવાળા ભગવાને(શ્રી મહાવીરસ્વામીએ) જે પ્રમાણે ધર્મ કહ્યો છે, તે પ્રમાણે કહે અથવા વાગ્યમિક મૌન ધારણ કરે.”
આ સૂત્રનો ફલિતાર્થ આ છે – “અસ્તિ, નાસ્તિવગેરે રૂપ એકાંતવાદની પ્રરૂપણા કરતા ત્રણસો ત્રેસઠ (૩૬૩) પાખંડી =પ્રવાદીઓને વાદલબ્ધિવાળા સાધુએ પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાંતવગેરે દર્શાવવાદ્વારા સમ્યમ્ ઉત્તર આપવો અથવા (તેવી લબ્ધિના અભાવમાં) વાગૂમિ ધારણ કરવી.”
દુષ્ટનો નિષેધ માત્ર પ્રજ્ઞાપ્ય વિનીત અંગે જ પૂર્વપક્ષ - છતાં પણ તમારી વ્યક્તિમાં વ્યભિચાર છે. જમાલિએ જ્યારે સ્વતંત્ર વિહારની રજા માંગી, ત્યારે ભગવાન મૌન રહ્યા. અહીં ભગવાને અલગ વિહારમાં દોષ જોયો હોવા છતાં નિષેધનકર્યો. અહીં એ કારણ તો ન જ આપી શકો કે – ભગવાનમાં તે દોષ વર્ણવવાની શક્તિનો અભાવ હતો, કારણ કે વચનાતિશયથી યુક્ત ભગવાનમાં આવી કલ્પના કરવી પણ સારી નથી.
ઉત્તરપઃ - બેશક, આ પ્રસંગમાં ભગવાન જરુર મૌન રહ્યા. છતાં અમારી વ્યામિ નિષ્કલંક છે, કારણ કે દોષયુક્તનો નિષેધ કરતા પહેલા જેમ પોતાની શક્તિનો વિચાર કરવાનો છે, તેમ સામા પાત્રની યોગ્યતાનો પણ વિચાર કરવાનો છે. તેથી જ અમે અમારી “દોષયુક્તનો નિષેધ કરવો એવી વ્યાપ્તિ પ્રજ્ઞાપ્ય અને વિનીત વ્યક્તિઓ પૂરતી મર્યાદિત રાખી છે. અર્થાત્ જો સામી વ્યક્તિ જક્કી અને અવિનીત હોય, તો તેની આગળ દોષયુક્ત વસ્તુનો નિષેધ કરવાને બદલે મૌન રાખવામાં દોષ નથી, પણ ડહાપણ છે. તેથી તેવા સ્થાનોમાં અમારી વ્યાતિ લાગુ પણ પડતી નથી.
શંકા - જક્કી અને અવિનીત વ્યક્તિ આગળ નિષેધ શું કામ ન કરવો?
સમાધાનઃ- આવી વ્યક્તિ આગળ દોષયુક્તનો નિષેધ કરવામાં તે વ્યક્તિ વાત માનશે તો નહિ, પણ કહેનારપર દ્વેષ કરશે. ભગવાન જમાલિના પ્રસંગમાં મૌન રહ્યા તે આ જ વાતનું સૂચન કરે છે, (“ઉદ્ધત અને જક્કીને હિતકારી સાચું વચન કહેવું, એ પણ પથ્થરપર પાણીસમાન કે સાપને દૂધ પાવા જેવું હોવાથી વાસ્તવમાં તો અસત્યરૂપક ઠરે છે. કારણ કે નિશ્ચયથી તો હિતકારી બનતું વચન જ સત્ય છે.) માટે જ વિંશિકા પ્રકરણમાં પણ કહ્યું છે – “અવિનીતને આજ્ઞા કરનારો વ્યર્થ ક્લેશ પામે છે અને મૃષા ભાષણ કરે છે. ઘંટાલો(=બરડ લોખંડ) જાણીને કઇ વ્યક્તિ કરણ(=કાર્યવિશેષ અથવા મુદ્રા=સિક્કા કરવા)માં પ્રવૃત્ત થાય?”