________________
દિોષયુક્તની સ્પષ્ટ નિષેધ્યતા
131
भावः। इतीयं गी: कुधियां कुबुद्धीनां मृषैव। कुतः ? दुष्टे दोषवति निषेधस्थिते:-निषेधव्यवस्थातः। एतदपि कुतः ? प्रतिबन्धतः। प्रतिबन्ध:-व्याप्तिः। ततः प्रतिबन्धाकारश्चायम्-यद्यत्र येन दोषवद् ज्ञायते, तत्तत्र तेन निषेध्यमिति। निषेधार्थ:-पापजनकत्वमनिष्टसाधनत्वंवा। तद्यदि दोषवति न स्यात्, तर्हि स्वप्रवृत्तिव्याघातदण्डेन विपक्षबाधकतर्केण तद्ग्रहः। अथ दुष्टमशुद्धाहारदानं, तच्च व्याख्यानशक्त्यभावेऽनुकूलप्रत्यनीके न निषिध्यत इति व्यभिचारः। तत्राह-अन्यत्र=विना, अनभिमतो यस्त्यागः, तस्यानुपस्थापनम् उपस्थापनानुकूलशक्त्यभावस्ततः। तदुक्तमाचारेऽष्टमस्य द्वितीये → ते फासे धीरो पुट्ठो अहियासए अदुवा आयारगोयरमाइक्खे, तकिया णमणेलिसं अदुवा वयगुत्तीए गोयरस्स'[आचाराङ्ग १/८/२/२०४] इत्यादि । तर्कयित्वा पुरुष, कोऽयं पुरुषः? इत्यनन्यसदृशमाचक्षीत । सामर्थ्यविकलेन तु वाग्गुप्तिर्विधेयेत्याह- ‘अदुवा वयगुत्तीए गोयरस्स'इत्याद्यर्थः । કરવાનો દોષ છે અને વિધાન કરવામાં ઘણા જીવોના વધની અનુમતિનો દોષ છે. તેથી જ ભગવાન પણ ત્યારે સૂર્યાભદેવની જ અપેક્ષાએ આ પ્રમાણે લાભ અને નુકસાનને સમાનરૂપે જોઇ મૌન રહ્યા.
- ઉત્તરપક્ષ - તમારું વચન મિથ્યા છે કારણ કે ગૃહસ્થના દાનાદિ ધર્મો અને ભક્તિ કૃત્યનો આગમમાં નિષેધ કર્યો નથી. તેથી એ ધર્મો અને ભક્તિકૃત્ય નિર્દોષ અને કરણીયતરીકે જ માન્ય છે.
પૂર્વપક્ષઃ- “જેનો નિષેધ ન કર્યો હોય, તે નિર્દોષ જ હોય તેવું તમે શી રીતે કહો છો?
ઉત્તરપઃ - “અનિષિદ્ધ વસ્તુ નિર્દોષ હોય છે તેમ કહેવા પાછળ જે વ્યક્તિને જ્યાં જે વસ્તુ દોષયુક્ત જ્ઞાત થાય, તે વ્યક્તિએ તે વસ્તુનો ત્યાં નિષેધ કરવો જોઇએ એવી વ્યાપ્તિનું બળ છે.
શંકા - નિષેધ કરવો એટલે કરવું?
સમાધાનઃ- “એ દોષયુક્ત વસ્તુ કાં તો સાક્ષાત્ પાપજનક છે અને કાં તો મોટા અનિષ્ટનું કારણ છે એમ બતાવવું જોઇએ.
શંકા - કોઇ દોષયુક્ત વસ્તુમાં પાપજનકતા કે અનિષ્ટની કારણતા ન હોય (અને તેથી નિષેધ્યાન બને) ત્યાં તમારી વ્યક્તિ ખોટી નહિ પડે?
સમાધાન - અરે ભલાદમી! તો પછી તે વસ્તુને દોષવાળી પણ શી રીતે કહી શકાય? તેથી જો તે વસ્તુ પાપજનક કે અનિષ્ટસાધન ન હોય(=નિષેધ્ય ન હોય), તો તે વસ્તુદોષયુક્ત કહેવાય નહિ અને કહેવામાં પોતાના વચનને જ વ્યાઘાત આવે, આવો વિપક્ષબાધક તર્ક હોવાથી અમારી વ્યાપ્તિ ખોટી નથી. (વિપક્ષબાધતર્કઃદર્શિતવ્યાતિથી વિપરીત કલ્પનામાં ઉભયપક્ષમાન્ય દોષ બતાવતો તર્ક. ધુમાડાની અગ્નિસાથે વ્યામિ છે. જ્યાં ધુમાડો હોય, ત્યાં અગ્નિ હોય. અહીં કોઇ પ્રશ્ન ઉઠાવે કે “ધુમાડો ભલે હો, અગ્નિ ન હો, શો વાંધો છે?' તો ત્યાં વિપક્ષબાધકતર્ક અપાય છે. જો અગ્નિ ન હોય, છતાં ધુમાડો હોઇ શકે, તો જળાશયમાં પણ ધુમાડો દેખાવો જોઇએ. પણ ધુમાડો દેખાવામાં સ્પષ્ટ બાધ છે, માટે નક્કી થાય છે કે જ્યાં અગ્નિ નહીં, ત્યાં ધુમાડો નહીં, જ્યાં ધુમાડો હોય, ત્યાં અગ્નિ હોય જ. વિપક્ષ=જ્યાં સાધ્યનો અભાવ નિશ્ચિત થયો હોય. જળાશયમાં અગ્નિનો અભાવ નિશ્ચિત થયો છે, માટે તે અગ્નિ માટે વિપક્ષ છે. ત્યાં હેતુભૂત ધુમાડાની હાજરી પ્રત્યક્ષબાધિત છે. આ તર્કથી ધુમાડાની અગ્નિ સાથેની વ્યામિ સિદ્ધ થાય છે. પ્રસ્તુતમાં દોષવત્તા હેતુ છે. નિષેધાર્થ(કપાપજનતા-અનિષ્ટસાધનતા) સાધ્ય છે. “દોષવત્તા છે, ને નિષેધાર્થનો શો વાંધો છે? એવા પ્રશ્ન સામે જવાબમાં આ તર્ક લગાવાય છે, કે નિષેધાર્થન હોવા છતાં જો દોષવત્તા હોઇ શકે, તો તો, જિનવંદનાદિ નિષેધાર્થના નિશ્ચિત અભાવસ્થાનમાં-વિપક્ષમાં)માં દોષવત્તા માનવી પડશે. પણ તે ઉભય પક્ષે બાધિત છે. માટે નક્કી થાય છે કે જ્યાં નિષેધાર્થ નહીં, ત્યાં દોષવત્તા નહીં, જ્યાં દોષવત્તા હોય, ત્યાં નિષેધાર્થ હોય જ. આમ આ વિપક્ષબાધતર્કથી દોષવત્તાની નિષેધાર્થસાથે વ્યાતિનો ગ્રહ થાય છે. સંસ્કૃત ‘તર્યાદિ..ઇત્યાદિ પંક્તિમાં પ્રથમ તપાપજનત્વકે અનિષ્ટ સાધનત્વરૂપ નિષેધાર્થ સમજવું. પ્રવૃત્તિ. ઇત્યાદિ સ્થળે સ્વ=ઉપરોક્ત વ્યાતિ. તહસ્થળે તદ્રવ્યાતિ.)