________________
સુલભબોધિ થવાના હેતુ
117 पामरवचनं तत्तुच्छं, एवं सत्यस्य सूत्रस्यार्थ(स्य)सिद्धानुवादत्वापत्तेर्देवमात्रावर्णनिषेधे उक्तविशेषणानुपपत्तेश्च। यत्र हि यत्प्रकारकवर्णवाद इष्टसाधनतयोपदर्शितस्तत्र तत्प्रकारकवर्णवादग्रहप्रतिबन्धकदोषदर्शनरूपस्यैवावर्णवादस्य निषेध उचित इत्युक्तविशेषणं फलवत्, विपक्कतपोब्रह्मचर्यफलीभूतदेवार्चनविनयशीलादिगुणप्रतिपन्थिदोषोपदर्शनस्यैव ततो दुर्लभबोधिताहेतुत्वलाभात्। अत एवैतत्सूत्रप्रतिपक्षसूत्रं यथा →
_ 'पंचहिं ठाणेहिं जीवा सुलहबोहिताए कम्मं पकरेंति, तं०-अरहताणं वन्नं वयमाणे जाव विपक्कतवનથી કારણકે તેમ કરવામાં લોકોમાં મોટા પાયે શાસનની નિંદા થવાનો સંભવ છે. તેમાં નિમિત્ત થવાથી દુર્લભબોધિ થવામાં કારણભૂત મહામોહનીય કર્મ બંધાય છે. પણ તેનો અર્થ એમ નથી કે, દેવો ધર્મી હોવાથી તેમનો અવર્ણવાદન કરવો.
ઉત્તરપક્ષઃ- આ દલીલ તુચ્છ છે. મહાજનના નેતા હોવાથી અવર્ણવાદ ન કરવો, એ અર્થસિદ્ધ વાત છે, કારણ કે દેવોની નિંદા કરવાથી રૂઠેલા દેવોદ્વારા ઉપસર્ગઆદિ આવવાથી શાસનહીલના થાય છે, તેમજ અંગત નુકસાન થાય છે, એ આબાળગોપાળસિદ્ધ છે. આમ અર્થસિદ્ધવાતનો ફરીથી શબ્દોલેખ કરવામાં સૂત્ર માત્ર અનુવાદરૂપ જ ઠરશે પણ અપ્રામની પ્રાપ્તિરૂપ વિધાનાત્મક નહિ થાય. વળી તમે કહ્યું એ કારણથી જ જો દેવોનો અવર્ણવાદ કરવાનો ન હોય, તો તે કારણ તો સઘળા દેવોઅંગે લાગુ પડે. તેથી સઘળા દેવોના અવર્ણવાદનો નિષેધ થાય છે. તેથી વિપક્વ તપ બ્રહ્મચર્ય” એવું વિશેષણ મુકવામાં કોઇ અર્થ નહિ સરવાથી “વ્યર્થવિશેષણ દોષ ઊભો થાય. કારણ કે “જ્યાં જેવા પ્રકારવાળો વર્ણવાદ ઇષ્ટસાધનતરીકે બતાવ્યો હોય, ત્યાં તે પ્રકારવાળા વર્ણવાદને અટકાવતા દોષના દર્શનરૂપ અવર્ણવાદનો નિષેધ જ ઉચિત છે. એટલે કે જે વ્યક્તિના જે ગુણવગેરેરૂપ વિશેષણને આગળ કરી વર્ણવાદ કરવો એ સુલભબોધિતાવગેરેલાભના સાધન તરીકે માન્ય હોય, તે વ્યક્તિનાતે જ ગુણવગેરેના વર્ણવાદમાં પ્રતિબંધક બનતા તદ્વિરોધી દોષદર્શનરૂપ અવર્ણવાદનો ત્યાગ કરવો ઉચિત છે. પ્રસ્તુતમાં “વિપક્વતપબ્રહ્મચર્યવાળા” આ વિશેષણવાળા દેવોના અવર્ણવાદનો નિષેધ કરવાનો આશય છે. એમાટે જ વિપક્વતપબ્રહ્મચર્યવાળા' એવું વિશેષણ મુકીને ચેતવણી આપી છે કે આવા દેવોની નિંદા કરશો તો દુર્લભબોધિ થશો. આમ તપ અને બ્રહ્મચર્ય અને તેના ફળભૂતજિનપૂજા, વિનયાદિ ગુણ પ્રકારક(=વિશેષણથી વિશિષ્ટ) દેવવર્ણવાદ સુલભબોધિતાઆદિમાટે ઇષ્ટ સાધન (=હેતુભૂત) છે. તે વર્ણવાદમાં બાધક બનતું દોષદર્શન જ અવર્ણવાદરૂપ હોઇ અનિષ્ટ છે. આમ ઉપરોક્ત દેવોમાં તપ અને બ્રહ્મચર્યનાફળરૂપે રહેલા જિનપૂજા, વિનય, શીલ આદિ ગુણોના વિરોધી દોષો જોઇ (જેમકે એમની જિનપૂજામાં હિંસા, સ્થિતિમાત્રરૂપતા, શસ્ત્રાદિપૂજાની તુલ્યતા વગેરે જોઇ) એમની એ પ્રકારે નિંદા કરવી એ જ દુર્લભબોધિ થવાનું કારણ બને છે, એમ સ્વીકારવામાં જ વિપક્વતપ ઇત્યાદિ વિશેષણ સાર્થક બને. માટે જ “વિપક્વ' ઇત્યાદિ વિશેષણના બળપર કહી શકાય, કે અહીં માત્ર “મહાજનના નેતા હોવામાત્રથી દેવોના અવર્ણવાદનો નિષેધ ઇષ્ટ નથી. પરંતુ ધર્મી અને ગુણી હોવાથી અવર્ણવાદનો નિષેધ છે. તેથી જ પૂર્વસૂત્રના પ્રતિપક્ષ તરીકેના સૂત્રમાં એ વિશેષણવાળા દેવોના વર્ણવાદથી સુલભબોધિ થવાય છે તેમ બતાવ્યું છે. (મહાજનનેતાનો જેમ અવર્ણવાદ ઇષ્ટ નથી, તેમ એટલામાત્રથી વર્ણવાદ પણ ઇષ્ટ નથી. આગમમાં ક્યાંય એવો પાઠ નથી કે મહાજનના નેતાઓની પ્રશંસા કરવાથી ભવાંતરમાં સુલભબોધિ થવાય. તેથી ધર્મી હોવાથી જ એ દેવોની જેમ વર્ણવાદ સુલભબોધિ થવામાં હેતુ છે, તેમ અવર્ણવાદ દુર્લભબોધિ થવામાં હેતુ છે.) વર્ણવાદનું સૂત્ર આ મુજબ છે –
સુલભબોધિ થવાના હેતુ પાંચ સ્થાનોથી જીવ સુલભબોધિ થવાનું કર્મ ઉપાર્જે છે – તે આ પ્રમાણે – (૧) અરિહંતનો વર્ણવાદ=