________________
દિવોના ભક્તિકૃત્યની સાધુઓને અનનુમોદ્યતા અસિદ્ધ स्सेसकामए'त्ति, हितं यत्सुखमदुःखानुबन्धमित्यर्थस्तन्निःशेषाणां सर्वेषांकामयते-वाञ्छति यः स तथेति वृत्तौ ॥
__ एवं हि सम्यग्दृशो देवा मैत्र्यादिगुणपात्राणि, परिणतियोगादेव गुर्वादिभक्तिमन्तो, निशास्वापसमेन दिव्यभोगेनाप्यभग्नमुक्तिपथप्रयाणास्तत्कालीनदर्शनैकलक्षणक्रियावन्तो धर्मवन्त एवेति स्थितम् ॥ १७ ॥ यत्यननुमोद्यत्वाद् देवानां भक्तिकृत्यं न धर्म इति गूढाशयस्य शङ्कामसिद्ध्या निराकुर्वन्नाहदेवानां ननु भक्तिकृत्यमपि न श्लाघ्यं यतीनां यतः,
सूर्याभः कृतनृत्यदर्शनविधिप्रश्नोऽर्हताऽनादृतः। हन्तेयं जडचातुरी गुरुकुले कुत्र त्वया शिक्षिता ?
सर्वत्रापि हि पण्डितैरनुमतं येनानिषिद्धं स्मृतम् ॥१८॥ (दंडान्वय:→ ननु देवानां भक्तिकृत्यमपि यतीनां न श्लाघ्यं, यतः कृतनृत्यदर्शनविधिप्रश्नः सूर्याभोऽर्हताऽनादृतः । हन्त ! इयं जडचातुरी त्वया कुत्र गुरुकुले शिक्षिता ? येन सर्वत्रापि हि पण्डितैरनिषिद्धमनुमतं स्मृतम्॥)
'देवानाम्' इत्यादि। ननु देवानां भक्तिकृत्यमपि प्रतिमार्चनादि यदि यतीनां न श्लाघ्यं नानुमोद्यं, ततश्च न धर्मो, वन्दनादि तु श्लाघ्यत्वाद्धर्म एव। अत एव 'पोराणमेयं सूरियाभा' इत्यादि प्रतिज्ञा। यच्चतुर्विधा देवा अर्हतो भगवतो वन्दित्वा नमस्कृत्य स्वस्वनामगोत्राणि श्रावयन्तीत्येव निगमितमिति द्रष्टव्यम् । इदमित्थमेव यत: કરનારો. ચરમ=જેને હવે માત્ર ચરમભવ જ આવવાનો બાકી રહ્યો છે. અથવા જેનો દેવભવ છેલ્લો છે. (એટલે કે હવે ફરીથી દેવતરીકે જનમવાનું બાકી નથી રહ્યું) અથવા જેને ચરમભવ આવવાનો છે તે.” આમ સમ્યગ્દષ્ટિ દેવો મૈત્રીવગેરે ગુણોના ભાજન છે. (કારણકે બધાના હિતનો વિચાર કરે છે. અને બધાના હિતનો વિચાર મૈત્રીભાવનારૂપ છે) વળી આ દેવો સારી પરિણતિથી સભર હોવાથી ગુરૂવગેરે પ્રત્યે ભક્તિવાળા છે. તેઓ જે દિવ્યભોગો ભોગવે છે, એ તો માત્ર રાતની નિંદર સમાન છે. પણ તેટલામાત્રથી તેઓ મોક્ષમાર્ગથી પતન પામેલા નથી. (તાત્પર્ય - આ દેવભવ તો આગલાભવથી મોક્ષમાર્ગતરફ આરંભેલા અવિરત પ્રયાણમાં માર્ગમાં ધર્મશાળામાં રાતવાસો પસાર કરવારૂપજ છે.) વળી આદિવ્યભોગના કાળમાં પણ એવો એકદર્શન(=સમ્યગ્દર્શન)રૂપ ક્રિયા(=આચાર)વાળા તો છે જ. આમતકાળે પણ દર્શનાચારથી યુક્ત હોવાથી તે દેવો ધર્મસભર જ છે તેમ નિશ્ચય થાય છે. જે ૧૭
દેવોના ભક્તિકૃત્યની સાધુઓને અનનુમાવતા અસિદ્ધ દેવોનું ભક્તિકૃત્ય સાધુઓને અનુમોદનીય નથી. માટે ધર્મરૂપ નથી.” ગુઢાશયવાળા પ્રતિમાલોપકોની આ શંકાનું નિરાકરણ કરતા કવિ કહે છે –
કાવ્યર્થ - પૂર્વપક્ષઃ- દેવોનું ભક્તિકૃત્ય(=પ્રતિમાપૂજન આદિ) સાધુઓને અનુમોદનીય નથી કારણ કે નૃત્યના દર્શનની રુચિઅંગે પ્રશ્ન કરનારા સૂર્યાભનો ભગવાને અનાદર કર્યો. ઉત્તરપક્ષ:- અરેરે ! આવી જડ ચતુરાઇ તું કયા ગુરૂકુળવાસમાં ભણ્યો? કારણ કે પંડિતો દરેક સ્થળે જે નિષેધ ન કરાય તે અનુમત હોય એમ જ સ્વીકારે છે.
પૂર્વપક્ષઃ- સાધુઓ દેવોના ભક્તિકૃત્યને–પ્રતિમાપૂજનાદિને પ્રશંસતા નથી માટે તે ધર્મરૂપ નથી. જ્યારે વંદનઆદિ કૃત્યને પ્રશંસે છે, માટે તે ધર્મરૂપ જ છે. સૂર્યાભદેવ જ્યારે ભગવાન મહાવીરસ્વામીને વંદનવગેરે અંગે કહે છે, ત્યારે ભગવાન મૌન રહેતા નથી. પરંતુ તેની અનુમોદના કરે છે અને પોરાણમેયં સૂરિયાભા” (પોરાણમય=આ પુરાણું કર્મ છે-પૂર્વેના દેવોએ પણ પૂર્વેના તીર્થકરો પ્રત્યે આચરેલું છે) તે પ્રમાણે પ્રતિજ્ઞા=આરંભ કરીને