________________
120
પ્રતિમાશતક કાવ્ય-૧૭)
(दंडान्वयः→ प्रज्ञप्तिसूत्रे शक्रे व्रतभृतामवग्रहदातृता, निष्पापवाग्भाषिता, सच्छर्माद्यभिलाषिता च स्फुटं गदिता। इति सम्यग्दृशां स्व:सदामुच्चैरतिदेशपेशलमति: खलस्खलनकृद् धर्मस्थितिं जानतां धर्मित्वप्रतिभूः।।)
‘शक्रे' इत्यादि। शक्रे सौधर्मेन्द्रे व्रतभृता-साधूना मवग्रहदातृता अवग्रहदानगुणः, तथा निष्पापवाग्भाषिता=निरवद्यवाग्भाषकत्वगुणः, सतां साध्वादीनां शर्माद्यभिलाषिता हितसुखादिकामित्वगुणः, 'च' समुच्चये। प्रज्ञप्तिसूत्रे भगवत्यां स्फुट-प्रकटं गदिता:एते गुणा व्यक्तं प्रतिपादिता इत्यर्थः । इति-अमुना प्रकारेण उच्चैः अत्यर्थमतिदेशेन सादृश्यग्राहकवचनेन, पेशला=रमणीया मतिः, सम्यग्दृशां सम्यग्दृष्टीनां स्व:सदा= देवानां तत्सम्बन्धिनीत्यर्थः, धर्मस्थिति-धर्मव्यवस्थां जानता सहृदयानां धर्मित्वप्रतिभूः धर्मित्वस्थापनायां जयहेतुः साक्षिणी। कीदृग् ? खलस्खलनकृत्-दुर्जयदुर्जनप्रतिवादिपराजयकृदित्यर्थः । अयं भाव:-सम्यग्दृष्टिदेवेष्ववग्रहदानादयो वन्दनवैयावृत्त्यादयश्चोभयसिद्धानुगुणा दर्शनाचारस्य धर्मत्वेन तद्विकृतिभूताः, प्रकृतिवद्विकृतिरिति न्यायेन धर्मतयाऽकामेनाप्येष्टव्याः । तत्कथं तद्वन्तोऽप्यधर्मिण इति वदतां जिह्वा न परिशटते ? भगवद्वन्दनमेव तेषां धर्मो नार्चादिकमिति त्वर्द्धजरतीयग्रहणे विनाऽनन्तानुबन्धिनं हठं नान्यत् कारणं पश्याम:।। अक्षराणि चात्र →
'तए णं से सक्के देविंदे देवराया समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्टतुट्ठ० समणं भगवं महावीरं वंदइ वंदइत्ता नमसइ २ एवं वयासी-कइविहे णं भंते ! उग्गहे पं० ? सक्का ! पंचविहे उग्गहे દુર્જન પ્રતિવાદીઓને સ્કૂલના=પરાજય) પમાડનારી છે અને ધર્મની વ્યવસ્થાને સમજતા સહૃદયીઓની “દેવો ધર્મી છે' તેવી સ્થાપનાની પ્રતિભૂ=વિજય અપાવતી સાક્ષીરૂપ છે.
અહીં તાત્પર્યઆ છે – સમ્યગ્દષ્ટિ દેવોમાં રહેલા અવગ્રાહદાન, વંદન, વૈયાવચ્ચ વગેરે ગુણો ઉભયપક્ષમાન્ય છે. તથા દર્શનાચાર ધર્મરૂપ છે, એ વાત પણ ઉભયપક્ષ સંમત છે. અવગ્રાહદાનાદિ ગુણો દર્શનાચારરૂપ પ્રકૃતિના વિકૃતિ વિકાર પરિણામો હોવાથી (દર્શનાચારરૂપ) ધર્મરૂપ છે, કારણ કે “પ્રકૃતિ જેવી તેની વિકૃતિ હોય છે.” એવો ન્યાય છે.(પ્રકૃતિ–ઉપાદાન, વિકૃતિ–ઉપાદેય. દા.ત. માટી અને ઘડો) તેથી દેવોના આ અવગ્રહદાનાદિ ગુણોમાં દર્શનાચારરૂપ ધર્મ રહેલો જ છે તે ઇચ્છા ન હોય તો પણ સ્વીકારવું જ પડે. આમ દેવો ધર્મયુક્ત હોવા છતાં તેઓને અધર્મી કહેતા જીભ કેમ કપાઇ ન જાય? અર્થાત્ તેઓને અધર્મી' કહેવા માટે જીભ ઉપડવી જ ન જોઇએ.
પૂર્વપક્ષ - ભલે દેવો ધર્મી હોય, પરંતુ તેઓના પરમાત્માને વંદનાદિ ધર્મો જ ધર્મરૂપ છે, નહિ કે જિનપ્રતિમાપૂજનાદિ પ્રવૃત્તિઓ.
ઉત્તરપક્ષ - આવા “અર્ધજરતીય'(અડધું પકડવું અને અડધું છોડવું)ન્યાયથી સમાનભાવથી થતી પ્રવૃત્તિઓમાંથી અમુકને ધર્મતરીકે સ્વીકારવા અને બાકીનાનો ધર્મ તરીકે સ્વીકાર ન કરવો વાજબી નથી કારણ કે તમારા આવા પક્ષપાતમાં અમને અનંતાનુબંધી કષાય છોડી બીજું કોઇ કારણ દેખાતું નથી.
શક્રના સમ્યગ્વાદિતા આદિ ગુણો આ અંગે ભગવતી સૂત્રનો ટીકા સહિત પાઠ આ પ્રમાણે છે – “ત્યારે તે શક દેવેન્દ્ર દેવરાજા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે ધર્મ સાંભળી હર્ષિત થાય છે અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરી આમ પૂછે છે- “હે ભદંત ! અવગ્રહ(=સ્વામી વડે જે સ્વીકૃત થાય તે) કેટલા પ્રકારના કહ્યા છે ? હે શક ! અવગ્રહ પાંચ પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે - (૧) દેવેન્દ્રનો અવગ્રહ (દેવેન્દ્ર-શુક્ર કે ઈશાનેન્દ્ર. તેમનો અવગ્રહ ક્રમશઃ દક્ષિણ કે