________________
વિમાનમાલિકદેવોપર ઇન્દ્રનું અસ્વામિત્વ
101
सू. १४८] । तथा तेणं कालेणं तेणं समएणं सूरप्पभा देवी सूरंसि विमाणंसि सूरप्पभंसि सींहासणंसि महया जाव विहरति जहा काली'ति ज्ञाता० [श्रु. २, सू. १५५]। तथा तेणं कालेणं तेणं समएणं चंदप्पभा देवी चंदप्पभंसि विमाणंसि चंदप्पभंसि सींहासणंसि महया जाव विहरति जहा काली'त्ति ज्ञाता० [श्रु. २, सू. १५६]। तेणं कालेणं २ पउमावइ देवी सोहम्मे कप्पे पउमवडिंसयंसि सभाए सुहम्माए पउमंसि सींहासणंसि महया जाव विहरति जहा काली' ति ज्ञाता० [श्रु. २, सू. १५७] । तथा तेणं कालेणं तेणं समएणं कण्हा देवी ईसाणे कप्पे कण्हवडिंसयंसि विमाणसि कण्हसि सींहासणंसि महया जाव विहरइ जहा काली' त्ति श्री ज्ञाता० [श्रु. २, सू. १५८]।
ननु तर्हि अग्रमहिषीणामपि पृथक् पृथग् भवनानि विमानानि च भवन्तु इति चेत् ? मैवं, आगमेऽपरिगृहीतदेवीनामेव पृथग्विमानानां भणनात्। तदुक्तं → 'अपरिग्गहियदेवीणं विमाणे लक्खा छ हुति सोहम्मे' इत्यादि। अग्रमहिषीणामपि स्वतन्त्रविमानाधिपतित्वेऽपरिगृहीतदेवीनामिव शक्रस्य तासामाधिपत्यं न स्यात्, न त्वेवमस्ति। कथम् ? इति चेत् ? शृणु, शक्रस्य प्रभुत्ववर्णनमधिकृत्य द्वात्रिंशल्लक्षविमानाधिपतित्वमेवोक्तं न तु तत्तद्विमानवासिदेवदेवीनामपि। तथा हि→ तेणं कालेणं तेणंसमएणंसक्के देविंदे देवराया वज्जपाणी पुरंदरे सयक्कर सहस्सक्खे मघवं पागसासणे दाहिणड्डलोगाहिवई बत्तीसविमाणावाससयसहस्साहिवई एरावणवाहणे सुरिदे અમારા પેટમાં કંઇ તેલ રેડાતું નથી.
ઉત્તરપક્ષઃ- અહીં કંઇ બાળકને પટાવવાની વાત નથી કે જેથી આગમના બળ વિના પણ ઊટાંગપટાંગ વાતો સ્વીકારી લેવાય. આગમમાં તો માત્ર અપરિગૃહીત(=કોઇ પણ દેવને આધીન ન હોય તેવી) દેવીઓના જ અલગ વિમાન બતાવ્યા છે. કહ્યું છે કે – “સૌધર્મકલ્પમાં અપરિગ્રહીત દેવીઓના છ લાખ વિમાનો છે. જો ઇન્દ્રની પટ્ટરાણીઓના પણ અલગ વિમાનો હોત, તો તે અંગે પણ આગમપાઠ મળત.
શંકા - અપરિગૃહીત દેવીઓના વિમાનોની સંખ્યામાં પટ્ટરાણીઓના વિમાનોની સંખ્યા પણ સમાવેશ પામી ગઇ હોય તેમ માનવામાં શો વાંધો છે?
સમાધાન - જો ઇન્દ્રની પટ્ટરાણીઓ અપરિગૃહીત દેવીઓની જેમ સ્વતંત્ર વિમાનમાલિકણો હોત, તો તેઓ પણ અપરિગૃહીત દેવીઓની જેમ ઇન્દ્રને આધીન ન હોત. પણ હકીકતમાં ઇન્દ્રોની પટ્ટરાણીઓ ઇન્દ્રોને આધીન હોય છે.
શંકા - પટ્ટરાણીઓ વિમાનના માલિકણ હોવામાત્રથી ઇન્દ્રને આધીન ન બને તેમ કહેવામાં કંઇ કારણ? શક્ર તો આખા સૌધર્મદેવલોકનો સ્વામી છે. તેથી તેની સત્તામાં આવતા વિમાનોના માલિકોપર પણ તેનો અધિકાર છેવામાં કોઇ વિરોધ નથી.
સમાધાન - શક્ર પોતાની સત્તામાં આવતા બત્રીસ લાખ વિમાનોનો સ્વામી હોવા છતાં તે-તે વિમાનોના માલિક દેવોનો સ્વામી નથી. આગમમાં શક્રની માલિકીની વસ્તુઓનું વર્ણન આવે છે, તેમાં શક્રને બત્રીસ લાખ વિમાનના જ માલિતરીકે બતાવ્યો છે. તે વિમાનોના દેવોના માલિક્તરીકે નહિ. જુઓ આ રહ્યો તે પાઠ –
શક્ર, દેવેન્દ્ર, દેવોનો રાજા, વજપાણી(=વજવાળા હાથવાળો), પુરંદર, શતકતુ(ક્રતુ=પ્રતિમા, શ્રાવકની પ્રતિમાને સોવાર વહન કરનારા કાર્તિક શેઠનું ઉપનામ “શતકતું હતું. આજ કાર્તિક શેઠ મરીને શક્ર બન્યા. તેથી શતક્રતુ નામ પડ્યું.) સહસ્રાક્ષ(=હજાર આંખવાળો-લૌકિક માન્યતા), મઘવા, પાકશાસન(=લૌકિક નામો), દક્ષિણાર્ધલોકનો સ્વામી, બત્રીસ લાખ વિમાનનો સ્વામી, ઐરાવણવાહન(=રાવણહાથીરૂપ વાહનવાળો), (આ બધા શક્રના પર્યાયવાચી શબ્દો છે.) સુરેન્દ્ર, ધુળ વિનાના દેવદૂષ્યવાળો, યથાસ્થાન ધારણ કરેલા મુગટ અને માળાવાળો, જાણે નવા ન હોય તેવા