________________
પૂજાની સમંતભદ્રાદિ રૂપતા
ननु पूजास्तावत्समन्तभद्राः, सर्वमङ्गलाः, सर्वसिद्धिफलाः, योगत्रयोत्कर्षभेदभिन्नाः क्रमेणावश्चकयोगत्रयवतामविरतसम्यग्दृष्ट्युत्तरगुणधारिपरमश्रावकाणां प्रतिपादिताः। तदुक्तं विंशिकायां→ पढमा पढमावंचकजोगेणं होइ सम्मदिहिस्स (पढमावंचकजोगा सम्मदिहिस्स होइ पढमत्ति-इति तत्र पाठः)। इयरेयरजोगेण उत्तरगुणधारिणोणेया॥१॥ तइया तइयावंचकजोगेणं परमसावगस्सेव(स्सेवं)। जोगाय समाहीहिंसाहुजोगकिरियफलकरणा'॥२॥[८/६-७] तथा च विभङ्गज्ञाने मिथ्यात्वबीजसद्भावे कथं सुराणां पूजासम्भवो विना देवस्थितिमिति चेत् ? न । अपुनर्बन्धकानामपि चैत्यवन्दनादिक्रियाधिकारित्वस्य पञ्चाशकादौ व्यवस्थापितत्वात्, सम्प्राप्तबीजानां અર્થાત્ સમાનરુચિથી સમાનક્રિયા કરનારાઓમાં પણ સમ્યક્તનો ભાવ અને અભાવ મળી શકે છે. તેથી જિનપ્રતિમાપૂજનઆદિ ક્રિયા અને તે અંગેની રુચિ સમાન હોવા છતાં સમ્યક્તમાં ભેદ હોઇ શકે છે.
પૂજાની સમંતભદ્રાદિ રૂપતા શંકા - પરમ યોગાચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ત્રણ પ્રકારની પૂજા દર્શાવી છે. (૧) સમંતભદ્રા (૨) સર્વમંગલા અને (૩) સર્વસિદ્ધિફળા. આ ત્રણે પૂજા ત્રણ યોગના ઉત્કર્ષના ભેદોથી ભિન્ન છે. અર્થાત્ ઉત્કૃષ્ટ કાયયોગથી સમંતભદ્રા પૂજા સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટ વચનયોગથી આરાધાયેલી પૂજા સર્વમંગલા બને છે અને ઉત્કૃષ્ટ મનોયોગથી સંપન્ન બનેલી પૂજા સર્વસિદ્ધિફળા થાય છે.
પૂજાનું કોષ્ટક પૂજાનું નામ સાધક યોગ
સાધન
સ્વામી સમંતભદ્રા કાયયોગનો ઉત્કર્ષ યોગાવંચકપણું અવિરતસમ્યફ્તી સર્વમંગલા વચનયોગનો ઉત્કર્ષ ક્રિયાવંચકપણું ઉત્તરગુણધારી સર્વસિદ્ધિફળા મનોયોગનો ઉત્કર્ષ ફળાવંચકપણું પરમશ્રાવક
(સમંતભદ્રા પૂજા કાયપ્રધાન છે અને તે વિનોપશામક છે. સર્વમંગલા પૂજા વચનક્રિયા પ્રધાન છે અને તે અભ્યદયકારિકા છે. તથા સર્વસિદ્ધિફળાપૂજામાં મનની ક્રિયા મુખ્યરૂપે હોય છે. આપૂજા મોક્ષસાધક છે.) “પહેલી(સમંતભદ્રા)પૂજા પ્રથમ અવંચક (યોગાવંચક)યોગથી (અવિરત) સમ્યગ્દષ્ટિને હોય, બીજી(સર્વમંગલા)પૂજા બીજા અવંચક(ક્રિયાવંચક)યોગથી ઉત્તરગુણધારીને હોય.II૧// “ત્રીજી પૂજા(સર્વસિદ્ધિફળા) ત્રીજા અવંચક(ફળાવંચક)યોગથી પરમ શ્રાવકને હોય છે. અહીં યોગો સમાધિથી(=નિર્મળચિત્તથી) સાધુયોગ (સત્પષનો યોગ), ક્રિયા અને ફળના કરણથી છે.” /રા (સપુરુષનો યોગ, સક્રિયાની અવામિ તથા સાનુબંધફળનો લાભ આ ત્રણનો ક્રમશઃ યથાસમાધિલાભ થતો હોવાથી તે ક્રમશઃ યોગાવંચક આદિ કહેવાય છે, એવું તાત્પર્ય છે.)
વિર્ભાગજ્ઞાની વિમાનમાલિક દેવોને ઉપરોક્ત ત્રણે પૂજામાંથી એક પણ પૂજા સંભવતી નથી કારણ કે આ વિભેગન્નાનીદેવોને મિથ્યાત્વબીજ રહ્યું હોવાથી અવિરત સમ્યક્ત પણ નથી. તેથી તેઓને પ્રથમ પ્રકારની(સમંતભદ્રા) પૂજા પણ સંભવતી નથી. તેથી તેઓએ કરેલી પૂજા દેવસ્થિતિ(=દેવોના આચાર)રૂપ હોય એમ જ સંભવે છે.
અપુનબંધકને પૂજાનો અધિકાર સમાધાન -આજ પરમયોગાચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજેશ્રી પંચાશક વગેરે ગ્રંથોમાં અપુનબંધકવગેરેને પણ ચૈત્યવંદનવગેરેના અધિકારી બતાવ્યા છે. તેથી વિર્ભાગજ્ઞાની વિમાનમાલિક દેવો પણ પૂજા અને ચૈત્યવંદનના અધિકારી છે. (અધિકારિપણું પૂજાની ધર્માદિ યોગ્ય ફળદાયક અથવા ધર્માદિ સ્વરૂપ યોગ્યતા. અચરમાવર્તીવગેરેએ કરેલી પૂજા ધર્મરૂપ બનતી નથી. તેમ સાધુએ કરેલી દ્રવ્યપૂજા પણ ધર્મરૂપ ન બને.) પૂર્વે જ દર્શાવી ગયા કે વિર્ભાગજ્ઞાની