________________
100
પ્રતિમાશતક કાવ્ય-૧૫) जाव एस णं'त्ति । भगवत्यां तृतीयशतके प्रथमोद्देशके [सू. १३०] । एवं सामानिका: पृथक्स्वस्वविमानाधिपतय एव । तदन्तर्गतः सङ्गमकोऽपि विमानाधिपः, स चाभव्यत्वानियमान्मिथ्यादृष्टिः । तस्य निजविमानगतजिनप्रतिमापूजनादिदेवस्थित्यैव भविष्यति। तद्वदन्यत्रापि वदतां नः कोऽपराधः ? इति चेत् ? ।
____ मैवं सम्यक्प्रवचनाभिप्रायापरिज्ञानात्। न हि सयंसि विमाणसि'त्ति भणनेन सामानिकानां पृथग्विमानाधिपतित्वमावेदितं, भवनपतिज्योतिष्कसौधर्मेशानकल्पेन्द्राणामग्रमहिषीणामपि पृथग्विमानाधिपतित्वप्रसङ्गात्, तासां नामग्राहमपि भवनविमानादेरुक्तत्वात्। तथा हि → तेणं कालेणं तेणं समएणं कालीदेवी चमरचंचाए रायहाणीए कालवडिंसए भवणे कालंसि सींहासणंसि चउहिं सामाणिअसाहस्सीहिं चउहि महत्तरिआहिं तिहिं परिसाहिं सत्तहिं अणिएहिं सत्तहिं अणिआइवईहिं सोलसहिं आयरक्खदेवसाहस्सीहिं अन्नेहिं य बहुएहिं भवणवासीहिं असुरकुमारेहिं देवेहि य देवीहिं य सद्धिं संपरिवुडा महया जाव विहरति'त्ति ज्ञातासूत्रप्रथमवर्गे [श्रु० २,
સમાધાનઃ- આમ સામાનિક દેવો વિમાનના માલિકદેવી તરીકે સિદ્ધ થવાથી વિમાનના માલિકદેવો મિથ્યાત્વી પણ હોય છે, તેમ સિદ્ધ થાય છે. કારણ કે શક્રના સામાનિક દેવોમાં સમાવેશ પામતો સંગમ અભવ્ય હોવાથી અવશ્ય મિથ્યાત્વી છે. આમ મિથ્યાત્વીઓ પણ વિમાનના માલિકદેવ હોઇ શકે છે. આ મિથ્યાત્વી વિમાનમાલિક દેવો પ્રતિમાને પોતાની વસ્તુ માની પ્રતિમાપૂજન કરે તેટલામાત્રથી પ્રતિમાપૂજન ધર્મરૂપ બનતું નથી પણ માત્ર આચારરૂપે જ સિદ્ધ થાય છે. તેથી વિમાનના માલિકદેવોની પ્રતિમાપૂજા માત્ર આચારરૂપ જ છે તેમ કહેવામાં અમારો કોઇ દોષ નથી.
ઉત્તર૫ - “આગમના અર્થોને બરાબર નહીં સમજવા એ તમારો મોટો દોષ છે. “સયંસિ વિમાશંસિ' એ સૂત્રપાઠનો “સામાનિક દેવો પોતપોતાના વિમાનના માલિક દેવો છે” એવો આશય નથી. કેમકે આ વચનના આધારે સામાનિકોને વિમાનના માલિક દેવતરીકે સ્થાપવામાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, સૌધર્મ અને ઈશાન ઇન્દ્રોની દરેક પટ્ટરાણીના પણ અલગ અલગ વિમાન સ્વીકારવા પડશે. કારણ કે આગમમાં આ પટ્ટરાણીઓના નામવાળા પણ ભવન કે વિમાન બતાવ્યા છે.
વિમાનમાલિકદેવોપર ઇન્દ્રનું અસ્વામિત્વ આગમપાઠ આ પ્રમાણે છે –
તે કાળે તે સમયે ‘કાળી દેવી ચમચંચા રાજધાનીમાં કાળાવતંસક ભવનમાં “કાળ' નામના સિંહાસન પર બેસેલી, ચાર હજાર સામાનિકદેવો, ચાર મહત્તરિકા, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાપતિ, સોળ હજાર આત્મરક્ષક દેવો તથા બીજા પણ અનેક ભવનવાસી અસુરકુમારદેવ-દેવી પરિવાર સાથે વિહરે છે.” આ ભવનપતિની ઇન્દ્રાણી અંગે દર્શાવ્યું. સૂર્યની પટ્ટરાણીઅંગે તે સમયે સૂઅભાનામની દેવી “સૂર્યપ્રભ વિમાનમાં સૂર્યપ્રભ સિંહાસન પર ઇત્યાદિ (બાકીનું) કાળી દેવીના વર્ણન મુજબ...' તથા ચંદ્રની પટ્ટરાણીઅંગે “ચંદ્રપ્રભા દેવી ચંદ્રપ્રભ વિમાનના ચંદ્રપ્રભ સિંહાસન પર ઇત્યાદિ શેષ હકીકત કાળીદેવીના વર્ણનને અનુરૂપ.” સૌધર્મેન્દ્રની પટ્ટરાણીઅંગે. તે કાળે તે સમયે પદ્માદેવી સૌધર્મ કલ્પના પદ્માવતંસક વિમાનની સુધર્મસભામાં પદ્મસિંહાસન પર ઇત્યાદિ વર્ણન કાળીદેવી મુજબ.” તથા ઈશાનેન્દ્રની પટ્ટરાણીઅંગે કૃષ્ણાદેવી ઈશાન કલ્પના કૃષ્ણાવતંસક વિમાનના કૃષ્ણ સિંહાસન પર ઇત્યાદિ શેષ વિગત કાળી દેવીને અનુરૂપ.”
તેથી આ દેવીઓને પણ તમારે વિમાનના માલિક તરીકે સ્વીકારવી પડશે. પ્રતિમાલપક - ભલે ત્યારે ઇન્દ્રોની પટ્ટરાણીઓના પણ અલગ વિમાનો સ્વીકારો! આમ સ્વીકારવામાં