________________
104
પ્રતિમાશતક કાવ્ય-૧૫ नैवागमनमागमे भणितं, न पुनः शेषदेवादीनामिव निजनिजविमानवाहनादिभिरित्येवमादि जम्बूद्वीपवृत्ते यम्।
या च केषाञ्चित् सामानिकानां महर्द्धिकत्वात् पृथग्विमानकल्पना, साप्यनल्पाज्ञानमूला, सहस्रारादिदेवलोकेषु सामानिकापेक्षया विमानानामल्पसङ्ख्यात्वात्। तथाहि-सहस्रारे षट्सहस्राणि विमानानां, सामानिकास्तु त्रिंशत्सहस्राः । आनतप्राणतयोः समुदितयोः विमानानां चत्वारि शतानि, सामानिकास्तु विंशतिसहस्राः, आरणाच्युतयोः समुदितयोर्विमानानां त्रीणि शतानि, सामानिकास्तु दशसहस्रा इति। तदुक्तं जम्बूद्वीपप्रज्ञप्ती [/૧૮] શક્રના જ વિમાનનો એક ભાગ સમજવો.
શંકા - જો તમારી માન્યતાને સ્વીકારીએ નહી, તો કોઇ આપત્તિ છે? અર્થાત્ ઇન્દ્રોના સામાનિકદેવોના અલગ વિમાન માનવામાં કોઇ વિશેષ દોષ છે?
સમાધાન - જો ઇન્દ્રોના સામાનિક દેવોના અલગ વિમાનો માનશો, તો (૧) જ્યોતિષ ઇન્દ્રોના સામાનિકોના પણ અલગ વિમાનો સ્વીકારવા પડશે. તેથી જ્યોતિષ વિમાનો (૧) ચંદ્ર (૨) સૂર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર અને (૫) તારા. આમ પાંચ પ્રકારના રહેશે નહિ, કારણ કે છઠા પ્રકારના વિમાનો સામાનિકદેવોના પણ આવશે. આમ સામાનિક દેવોના અલગ વિમાનો માનવામાં આગમબાધ છે. તેથી જ “સસિરવિગહનખત્ત' (શશી= ચંદ્ર, રવિ=સૂર્ય, ગહ=ગ્રહ, નખત્ત=નક્ષત્ર) ઇત્યાદિ સ્થળે ચંદ્ર વગેરે શબ્દોથી ચંદ્રવગેરે વિમાનમાં રહેતા બધા જ દેવોનો સમાવેશ થઇ જાય છે. જો સામાનિક દેવોના અલગ વિમાન હોય, તો ચંદ્રવગેરેના ઉલ્લેખથી તેઓનો સમાવેશ થાય નહિ અને સૂત્રમાં ન્યૂનતાદોષ આવે. માટે સામાનિક દેવોના અલગ વિમાનો નથી તેમ જ સિદ્ધ થાય છે. (૨) વળી જ્યારે ભગવાનના જન્મમહોત્સવ વખતે શક્ર પોતાના “પાલક' નામના વિમાનમાં અહીં આવે છે, ત્યારે શક્રના સામાનિકદેવો પણ શક્રની સાથે આ જ વિમાનમાં બેસી અહીં આવે છે. આ સામાનિક દેવો બીજા વિમાનના દેવોની જેમ પોતપોતાના સ્વતંત્ર વિમાનવગેરેમાં આવતા નથી. આના પરથી ફલિત થાય છે કે શક્રના જ વિમાનમાં રહેતો શક્રનો પરિવાર શકની સાથે એક જ વિમાનમાં અહીં આવે છે. જેઓ શક્રના વિમાનમાં રહેતા નથી, તેથી જેઓ શક્રના પરિવારરૂપ નથી, તેઓ શક્રના વિમાનમાં આવતા નથી, પરંતુ અલગ વિમાનમાં આવે છે. સામાનિક દેવો શક્રના જ વિમાનમાં અહીં આવે છે, તેથી શક્રના વિમાનમાં જ રહેનારોતરીકે સિદ્ધ થાય છે. આમ સામાનિકોના અલગ વિમાન નથી, તેમ જ સિદ્ધ થાય છે.
પૂર્વપક્ષ - સામાનિક દેવો મહર્દિક દેવો છે. અર્થાત્ ઇન્દ્રની સમાન ઋદ્ધિવાળા છે. જો તેઓ ઇન્દ્રની જેમ વિમાનના માલિક દેવો હોય, તો જ સમાન ઋદ્ધિવાળા ગણી શકાય. માટે સામાનિક દેવોને વિમાનના માલિક દેવો તરીકે સ્વીકારવા જોઇએ.
ઉત્તર૫ક્ષ - આ માત્ર તમારી અજ્ઞાનતા બોલાવે છે. સામાનિક દેવો મહદ્ધિક જરુર છે. પણ તેટલામાત્રથી એવો આગ્રહ રાખશો કે સામાનિકો બધી રીતે ઇન્દ્રની સમાન ઋદ્ધિવાળા હોય, તો તો [(૧) ઇન્દ્રની જેમ સામાનિકદેવો પણ સૌધર્માદિ કલ્પના બત્રીસ લાખ આદિ વિમાનોના સ્વામી ગણાવા જોઇએ અને ઇન્દ્રની જેમ ઇન્દ્રના સામાનિક દેવોના પરિવારમાં પણ આઠ પટ્ટરાણી, ૮૪ હજાર સામાનિક દેવો વગેરે આવવા જોઇએ. પણ તે પ્રમાણે આગમમાં ઉલ્લેખ નથી. (૨) વળી એ સામાનિક દેવોના પરિવારમાં આવેલા સામાનિક દેવો પણ મહદ્ધિક હોય, તેથી તેઓનો પણ ઇન્દ્રના સામાનિકદેવો જેટલો અને તેથી ઇન્દ્રના જેટલો પરિવાર માનવો પડશે. આમ અનવસ્થા દોષ આવશે. (૩)] સામાનિક દેવોને વિમાનમાલિક દેવ માનવામાં સહસ્ત્રાર (૮મો દેવલોક)આદિ દેવલોકમાં આપત્તિ આવશે કારણ કે ત્યાં વિમાનોની સંખ્યા ઓછી છે અને સામાનિક દેવો