________________
સિામાનિક દેવોના અલગ વિમાનની અસિદ્ધિ
'छस्सहस्सा सहस्सारे, आणयपाणयकप्पे चत्तारिसया, आरणच्चुए तिन्नि सय ति। विमानसङ्ख्येयम्। चउरासीई असीइ, बावत्तरि सत्तरीय सट्ठीय। पन्ना चत्तालीसा, तीसा वीसा दससहस्सा ॥सामानिकसङ्ख्येयम्। यत्तु-'सामानिकैहस्यमानो, यानकाख्यविमानतः। अवशिष्टकार्णवायुष्को, मेरुचूलांसुरो ययौ ॥ त्रिषष्टि. १०/ ४/३१६] इति श्री महावीरचरित्रे यानकविमानमभाणि तदेतन्नाम्ना शक्रविमानैकदेशसङ्कीर्तनं बोध्यं, तत्र चमरचञ्चाराजधानीदेश: कालकभवनं दृष्टान्त इति। एवं च सति शक्रसामानिकोऽप्यभव्यः सङ्गमको विमानाधिपतिर्न सम्भवेदेवेति सम्पन्नम्। किञ्च, मिथ्यादृष्टिदेवत्वेनोत्पद्यमानो विषयादिषु गृद्ध एवोत्पद्यते। तत्र च 'किंमे पुट्विंकरणिज्जं, किंमे पच्छा करणिज्जं' इत्यादिपर्यालोचनपुरस्सरं पुस्तकरत्नवाचनेन धार्मिकं व्यवसायं गृह्णातीति વધુ છે. તે આ પ્રમાણે- ૮માં દેવલોકમાં વિમાન – છ હજાર છે. ઇન્દ્રના સામાનિકદેવો ૩૦ હજાર છે. આનતપ્રાણત(નવમા-દસમા દેવલોક)ના ભેગા મળીને વિમાનો માત્ર ચારસો છે. સામાનિક દેવો ૨૦ હજાર છે. આરણઅય્યત(અગ્યારમા–બારમા દેવલોક)ના ભેગા મળીને વિમાનો માત્ર ત્રણસો છે. સામાનિક દેવો ૧૦ હજાર છે. જંબૂઢીપપ્રસ્થતિમાં કહ્યું છે કે- “સહસ્ત્રારમાં છ હજાર આણત-પ્રાણતમાં ચારસો અને આરણ-અર્ચ્યુતમાં ત્રણસો.” આ વાત વિમાનની સંખ્યા અંગે કરી. સૌધર્મઆદિ દેવલોકમાં સામાનિકોની સંખ્યા આ પ્રમાણે છે- (૧) ૮૪ હજાર (૨) ૮૦ હજાર (૩) ૭૨ હજાર (૪) ૭૦ હજાર (૫) ૬૦ હજાર (૬) ૫૦ હજાર (૭) ૪૦ હજાર (૮) ૩૦ હજાર (૯) ૨૦ હજાર (૧૦) ૧૦ હજાર.
(બોલો! હવે શી રીતે સામાનિક દેવોને વિમાનના માલિકદેવો ગણી શકાય? સામાનિક મહદ્ધિક હોવાથી ઇન્દ્રની સમાન ત્રકદ્ધિવાળા જરૂર છે. પરંતુ તેઓને અવધિજ્ઞાન, આયુષ્ય આદિની અપેક્ષાએ જ સમાન ઋદ્ધિવાળા સમજવાના. સર્વ બાબતમાં નહી.)
પૂર્વપશ:- શ્રી હેમચન્દ્રસૂરિજીએ રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર અંતર્ગત શ્રી મહાવીરચરિત્રમાં કહ્યું છે કે“સામાનિકદેવો દ્વારા મશ્કરી કરાતો તે દેવ(સંગમ) “યાનક' નામના વિમાનમાંથી મેરુપર્વતની ચૂલાપર પોતાના બાકીના એક સાગરોપમ જેટલા આયુષ્યને પૂર્ણ કરવા ગયો.” આ સંગમ શનો સામાનિક દેવ હતો. છતાં તેના વિમાનનું નામ “સૌધર્માવલંસક ને બદલે “યાનક બતાવ્યું. તેથી સિદ્ધ થાય છે કે સામાનિક દેવો અલગ વિમાનના સ્વામી છે.
ઉત્તરપશઃ- આ “યાનક અલગ વિમાનનું નામ નથી. પરંતુ શક્રના જ “સૌધર્માવલંસક” વિમાનના એક ભાગનું છે. આ બાબતમાં ‘ચમચંચા રાજધાનીના એક ભાગનું નામ “કાલક ભવન' છે આ દૃષ્ટાંત સાક્ષીરૂપ છે. આમ શકનો સામાનિક પણ અભવ્ય એવો સંગમ વિમાનમાલિક સંભવતો નથી. હજી જો પૂર્ણ સંતોષ ન થતો હોય, તો એક બીજી દલીલ બતાવીએ. મિથ્યાત્વી દેવો મિથ્યાત્વ અને અનંતાનુબંધીના કષાયને સાથે લઇને જ દેવલોકમાં જન્મે. તેથી તેઓ ઉત્પત્તિના પ્રથમ સમયથી જ વિષય વગેરેમાં આસક્ત હોય છે. આવા વિષયાસક્ત દેવો (૧) વિમાનના માલિક દેવ થાય, અને (૨) ઉત્પત્તિ પછી “મારે શું પહેલા કરવા યોગ્ય છે.”ઇત્યાદિ વિચાર કરે તથા (૩) આવા વિચારપૂર્વક પુસ્તકરત્નને ઉઘાડે તથા (૪) તે પુસ્તકરત્ન વાંચીને ધર્મ કરવાની ઇચ્છા કરે. આ વાત મેળ બેસી શકે તેવી નથી. દસકાલિક સૂત્રમાં કહ્યું જ છે કે – “ત્યાં (કિલ્બિષદેવ વગેરૂપે ઉત્પન્ન થયેલો) તે જાણતો નથી કે મારા કયા કૃત્યનું આ (કિલ્બિષદેવ વગેરરૂપે ઉત્પત્તિ) ફળ છે કેમકે વિષયવગેરેમાં મગ્ન બનવાથી તે દેવ આ જાણવા પોતાના જ્ઞાનનો ઉપયોગ મુકતો નથી.) આ તર્કથી પણ સિદ્ધ થાય છે કે સામાનિક દેવો વિમાનના માલિક દેવો નથી.
પૂર્વપક્ષ - તર્કવગેરેથી તમે ભલે સામાનિક દેવોને વિમાનમાલિક દેવતરીકે અસિદ્ધ કરો. પણ સૂત્રમાં તો ક્યાંય એવી વાત કરી નથી કે સામાનિકો વિમાનમાલિક દેવ ન હોય. બલ્ક સૂત્રમાં ઠેરઠેર “સામાનિકો પોતાના