________________
102
પ્રતિમાશતક કાવ્ય-૧૫
अरयंबरवत्थधरे, आलइयमालमउडे, यावत् महासुक्खे सोहम्मे कप्पे, सोहम्मवडिंसए विमाणे सभाए सुहम्माए सकसि सींहासणंसि बत्तीसाए विमाणावाससयसहस्साणं, चउरासीए सामाणियसाहस्सीणं, तायत्तीसाए तायत्तीसगाणं, चउण्हं लोगपालाणं, अट्ठाहं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, चउण्हं चउरासीणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं सोहम्मकप्पवासीणं वेमाणियाणं देवाणं देवीण य, अन्ने पढंति-अन्नेसिं च बहूणं देवाण य देवीण य आभिओगउववन्नगाणं आहेवच्चं, पोरेवच्चं, सामित्तं, भट्टितं, महत्तरगत्तं, आणाईसरसेणावच्चं, कारेमाणे, पालेमाणे, महया हय २ जाव भुंजमाणे विहरति' इति जम्बूद्वीपप्रज्ञप्तौ [५/११५]। अत्र हि द्वात्रिंशल्लक्षविमानप्रभुत्वमेव पठितं दृश्यते न पुनः ‘सत्तण्हं अणियाणं सत्तण्हं अणियाहिवईणं' इत्यादिवत् ‘बत्तीसाए विमाणवाससयसाहस्सीणं बत्तीसविमाणवाससयसहस्साहिवईणमि'त्यादि ‘अन्नेसिं बहूणं सोहम्मकप्पवासीणं वेमाणीयाणं देवाण य देवीण ये'त्यादि उक्तौ च ‘सव्वेसिं सोहम्मकप्पवासीण'मित्यादि। यत्रापि बहूणं' पठितं तत्रापि बहुशब्देनाभियोगादिदेवत्वेनोत्पन्ना एव ग्राह्या नान्ये, पाठान्तरोक्तिस्वारस्यात्, सामान्यस्य विशेषपर्यवसानार्थमेवान्यमतोपन्यासात्, प्राच्यपक्ष(क्षा पाठा.) स्वरसकल्पने સોનાના સુંદર મનોહર અને ડોલાયમાન થતાં કુંડલોના તેજથી શોભતી ડોકવાળો, તેજસ્વી શરીરવાળો, લટકતી પંચવર્ણની પુષ્પમાળાને ધારણ કરેલો, મહાદ્ધિધર, મહાકાંતિવાળો, મહાબળવાન, મહાયશવાળો, મહાનુભાગ, મહાસુખવાળો, શક્રનામનો દેવેન્દ્ર, સૌધર્મદેવલોકના સૌધર્માવલંસક નામના વિમાનની સુધર્મસભામાં “શ'નામના સિંહાસન પર બેઠો છે. આ શક્ર ૩૨ લાખ વિમાનોનું, ૮૪ હજાર સામાનિક દેવોનું, તેત્રીસ ત્રાયશ્ચિંશત્ દેવોનું, ચાર લોકપાલોનું, આઠ પટ્ટરાણીઓનું ત્રણ પર્ષદાઓનું સાતસેનાનું સાતસેનાપતિઓનું ૩લાખ ૩૬ હજારઆત્મરક્ષક દેવોનું અને બીજા પણ અનેક સૌધર્મકલ્પવાસી વૈમાનિક દેવદેવીઓનું (અહીં કેટલાક આ પ્રમાણેનો પાઠ માને છે - બીજા પણ અનેક આભિયોગિક દેવ-દેવીઓનું) આધિપત્ય= રક્ષા કાર્યને કરતો, અગ્રગામીપણાને ધારણ કરતો, નાયકપણું બજાવતો, પોષકપણું સ્વીકારતો, ગુરુપણું ધારતો, આજ્ઞાથી ઈશ્વર બનેલા સેનાપતિપણાને ધારણ કરતો અર્થાત્ આજ્ઞાથી પ્રધાન બનેલો, તથા બીજાઓ પાસે આજ્ઞાપાલન કરાવતો અને સ્વયં તેઓનું પાલન કરતો, તથા મોટા અને સતત ચાલતાં નાટક, ગીત, મોટેથી વગાડાતા વાજિંત્રો, જેવા કે વીણા, હસ્તતાલ, બીજા વાજિંત્રો, ઘનમૃદંગ, તથા પટ્ટાના સંગીતને સાંભળતો, દેવતાઇ ભોગોને ભોગવતો વિહરી રહ્યો છે. જંબુદ્વીપ પ્રાપ્તિના આ પાઠમાં શક્રને ૩૨ લાખ વિમાનનો જ સ્વામી બતાવ્યો છે. આ પાઠમાં સાત સેનાનો સ્વામી છે' તેમ બતાવ્યા પછી “સાત સેનાપતિઓનો સ્વામી છે' એવો નિર્દેશ કર્યો છે. પણ બત્રીસ લાખ વિમાનનો સ્વામી છે' તેમ બતાવ્યા પછી બત્રીસ લાખ વિમાનના માલિકોનો સ્વામી છે તેવો નિર્દેશ કર્યો નથી. તેમજ “ઘણા બીજા સૌધર્મવાસી વૈમાનિક દેવ-દેવીઓનો,” એમ કહ્યું છે, પરંતુ બધા સૌધર્મવાસી દેવ-દેવીઓનો એવો નિર્દેશ નથી કર્યો.
શંકા- અહીં બહુ પદથી વિમાનના માલિકદેવો પણ શક્રને આધીન છે, તેમ સિદ્ધ થાય છે.
સમાધાન - આ સિદ્ધિ બરાબર નથી કારણ કે ત્યાં બહુપદથી બહુ આભિયોગિક દેવો જ ગ્રહણ કરવા જોઇએ. સૂત્રના ટીકાકારને પણ આ વાત સંમત છે. તેથી ત્યાં બીજા પણ બહુ આભિયોગિક દેવોનો સ્વામી છે” એવો પાઠાંતર બતાવ્યો છે. પણ તે પાઠાંતરનું ખંડન કર્યું નથી. અર્થાત્ ટીકાકારને આ પાઠાંતર વિશેષનિર્દેશતરીકે માન્ય જ છે. મૂળમાં બીજા પણ ઘણા દેવદેવીઓ એવો સામાન્ય નિર્દેશ કર્યો છે. જ્યારે પાઠાંતરમાં બહુ પણ આભિયોગિક દેવદેવીઓ એવો વિશેષનિર્દેશ કર્યો છે. આમ ટીકાકારે એક પાઠમાં થયેલા સામાન્ય નિર્દેશથી એ બહુથી કોણ લેવાના? એવી આશંકાનું સમાધાન કરતાં વિશેષ નિર્દેશરૂપે નિશ્ચિત થતારૂપે જ અન્યમતતરીકે એ