________________
વિશેષના દૃષ્ટાંતથી સામાન્યની અબાધ્યતા
65
उपसंहारेऽपि तव गलेपादिकया, पदद्वयपाठप्रसङ्गात्, अन्यथा शैलीभङ्गदोषस्य वज्रलेपतापत्तेः । कस्तर्हि विरोधपरिहारोपायः ? इति चेत् ? आकर्णय कर्णामृतं संकर्णनम्, अकर्णो मा भूः । उपक्रमे त्रयाणां शरणीकरणीयत्वे तुल्यवद्विवक्षा । सूत्रकृन्निबद्धस्य शक्रस्योपसंहारे चार्हच्चैत्याशातनाया अर्हदाशातनायामेवान्तर्भावविवक्षा (ऽस्ति) आशातनानां त्रयस्त्रिंशत एव परिगणनादविरोध इति । यदपि भावार्हतां भावसाधूनां च ग्रहणान्मध्ये चैत्यग्रहणमयुक्तमिति कल्प्यते, तदपि सिद्धान्तापरिज्ञानविजृम्भितम्, छद्मस्थकालिकस्य भगवतो द्रव्यार्हत एवासुरकुमारराजेन शरणीकरणात्, द्रव्यार्हतः शरणीकरणे स्थापनार्हतः शरणीकरणस्य न्यायप्राप्तत्वात् । चैत्यस्य शरणीकरणीयत्वे
વિશેષના દૃષ્ટાંતથી સામાન્યની અબાધ્યતા
પ્રતિમાલોપક :- અરિહંતની જેમ જો અરિહંતની પ્રતિમા પણ શરણીય હોય, તો ચમરે ભગવાનસુધી આવવાની જરુર હતી જ નહિ, કારણ કે પોતાના આવાસમાં પણ જિનપ્રતિમા હાજર હતી. તેનું શરણ લઇ પોતે ઉત્પાત કરી શકત. તાત્પર્ય ઃ- ચમર પોતાના આવાસમાં રહેલી પ્રતિમાનું શરણું લેવાનું છોડી અહીં ભગવાનનું શરણ લેવા આવ્યો. આ વાત જ બતાવે છે કે જિનપ્રતિમા શરણીય નથી.
સમાધાન :- કમાલ કરી તમે ! આવી તથ્યહીન દલીલ કરી તમે તો ભાવજિનને પણ અશરણીય બનાવી દીધા. પણ તમને એનો ખ્યાલ નથી. તમારી જ દલીલ તમને ભારે પડે તેમ છે. બોલો ! જે વખતે ચમર છદ્મસ્થઅવસ્થામાં વિચરતા ભગવાન મહાવીરસ્વામીના શરણે આવ્યો, તે વખતે મહાવિદેહમાં શ્રી સીમંધર સ્વામી વગેરે ભાવતીર્થંકર વિચરતા હતા કે નહિ ?
પ્રતિમાલોપક ઃ- અલબત્ત, વિચરતા જ હતા.
સમાધાન ઃ- અને છતાં ચમર એ ભાવજિનને શરણે જવાનું છોડી પ્રભુ મહાવીરસ્વામીરૂપ દ્રવ્યજિનના શરણે આવ્યો. એ બતાવે છે કે ભાવજિન શરણીય નથી.
પ્રતિમાલોપક ઃ- અરર ! આ શું બોલ્યા ! ભાવજિન તો એકાંતે શરણ્ય જ છે. ચમર ભાવજિનને છોડી દ્રવ્યજિનપાસે આવ્યો એ તો તેની મનસુફીની વાત છે. પણ તેટલા માત્રથી ભાવજિનને અશરણ્ય થોડા કહી શકાય? સમાધાન ઃ- બરાબર ! તમે હવે ઠેકાણે આવ્યા. બસ, એ જ પ્રમાણે ચમર પોતાના આવાસમાં રહેલી પ્રતિમાઓને છોડી ભગવાનને શરણે આવ્યો, તે તેની મનસુફીની વાત છે. પણ તેટલામાત્રથી સ્થાપનાને અશરણ્ય જાહેર કરી દેવાનું ઉતાવળિયું પગલું ન ભરાય.
@
ચૈત્યનો અર્થ ‘જ્ઞાન’ કરવામાં આપત્તિ
પ્રતિમાલોપક :- ‘ચૈત્ય’ પદનો અર્થ જ્ઞાન છે. તેથી અરિહંતચૈત્ય=અરિહંતનું જ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન એમ સમજવું. અને જ્ઞાન જ્ઞાનીથી કથંચિત્ અભિન્ન છે. તેથી અરિહંત અને સાધુ એમ બે જ શરણીય રહેશે.
સમાધાનઃ- આ મૂઢકલ્પના છે. ‘અરિહંત’પદથી દ્રવ્ય અને ભાવ બન્ને અરિહંત લેવાના છે. તેમાં દ્રવ્યઅરિહંત કેવળજ્ઞાન વિનાના છે. તેથી ‘અરિહંત-ચૈત્ય’ પદ શી રીતે કેવળજ્ઞાનના અર્થમાં સંગત બનશે ?
0 તાત્પર્ય :- કોઇકની ક્યારેક વિશેષમાં થયેલી પ્રવૃત્તિ તેના સામાન્યને બાધક ન બને. અરિહંતાદિ ત્રણ સમાનરૂપે શરણ્ય છે. તેમાંથી ચમરે પ્રભુ મહાવીરને શરણ તરીકે સ્વીકારવાની વિશેષ પ્રવૃત્તિ કરી. પણ આ પ્રવૃત્તિથી બાકીના બધા અશરણ્ય જાહેર ન કરાય અને ત્રણની શરણ્યતાને બાધ ન પહોંચાડાય; કેમકે સામાન્યરૂપે બતાવેલા ત્રણ શરણ્યમાંથી કોને શરણ તરીકે સ્વીકારવા એ ચમરની પોતાની ઇચ્છાનો સવાલ છે. જો આમ ન હોય, તો આગમમાં આરાધનાના ઘણા યોગો બતાવ્યા છે. તેમાંથી કોઇક એક યોગને એક વ્યક્તિ આરાધતો હોય તો તેના દૃષ્ટાંતથી બાકીના બધા યોગોને આરાધનામાટે નકામા બતાવી દેવાની આપત્તિ આવશે.