________________
88
પ્રતિમાશતક કાવ્ય-૧૪)
'सद्धर्म'इत्यादि। सद्धर्मव्यवसायपूर्वकत्वम्-एकं जिनप्रतिमार्चनस्यानुषङ्गिकवाप्याद्यर्चनतो भेदकम्। व्यवसायसभासम्भविक्षयोपशमनिमित्तस्य सद्धर्मव्यवसायस्य भावत्वात्, भावानुषङ्गत:(-शुभभावप्रयुक्तत्वात्) सम्यग्दृष्टिक्रियायाश्च क्रियान्तरवद्धर्मत्वात् व्यवसायसभायाश्च शुभाध्यवसायनिमित्तत्वं क्षेत्रादेरपि कर्मक्षयोपशमादिहेतुत्वाज्जिनशासने नासिद्धम्। तदुक्तम् → उदयखयखओवसमोवसमा जं च कम्मणो भणिया। दव्वं खित्तं कालं भावं च भवं च संपप्पे'। त्ति जीवाभिगमवृत्तौ [३/२/१४२ टी.] विजयदेवाधिकारे प्रकृतस्थले विवृत्तमास्ते । तदालापकश्च प्रकृतालापकादविशिष्ट इति न पृथग्लिखितः। अत्र पापिष्ठाः(ष्ठः)-ननु 'धम्मियं
ववसायं गिण्हइ'इत्यत्र धार्मिको व्यवसाय: कुलस्थितिरूपधर्मविषय एव युक्तः, अत एव पुस्तके (यत् पठित्वाऽકાવ્યમાં ભેદના હેતુઓ બતાવે છે. સાથે સાથે આ ભેદહેતુઓ નહિ જોનારાઓ પર આક્ષેપ કરે છે–
પ્રતિમાપૂજન અને વાવડી વગેરેના પૂજન વચ્ચેના તફાવતની સિદ્ધિ કાવ્યાર્થઃ- (૧) દેવો ભગવાનની પૂજા સદ્ધર્મના વ્યવસાયપૂર્વક કરે છે. તથા (૨) તે વખતે શક્રસ્તવ સૂત્ર બોલે છે. તથા (૩) તે દેવો જિનપ્રતિમાની સામે ‘પાપનિવેદનનું પ્રણિધાન વગેરે ભાવોથી શોભતા મનોહર પદ્ય=
શ્લોકોની રચના કરે છે. તથા (૪) દેવો પ્રતિમાના દર્શન થતાંવાર જ પ્રતિમાને નમન કરે છે. જિનપ્રતિમાપૂજાને વાવડીના અર્ચનથી ભેદ પાડનારી આટલી બધી ક્રિયાઓ છે. છતાં દેવોની જિનપ્રતિમાપૂજામાં વાવડીવગેરેની પૂજાથી જરા પણ વિશેષતા( શ્રેષ્ઠતા) ન જોનારા આ પ્રતિમાલોપકોને લૌકિકવ્યવહારમાં પણ વસ્તુની પ્રતીતિ શું સોગંદ ખાવાદ્વારા જ નહીં કરાવાતી હોય? અર્થાત્ કુશંકા કરવાની ટેવવાળા તેમને યુક્તિસિદ્ધ વસ્તુ પણ યુક્તિથી સમજાવી શકાય તેમ નથી.
જિનપ્રતિમાનું અર્ચન સદ્ધર્મના વ્યવસાયપૂર્વક છે. તેથી મુખ્યરૂપે ધર્મરૂપ છે. જ્યારે વાવડી વગેરેનું અર્ચન આનુષાંગિક(=ગૌણ) છે. પ્રતિમાના અર્ચન અને વાવડી વગેરેના અર્થનમાં આ પ્રથમ ભેદ છે.
શંકા - પ્રતિમાની અર્ચનક્રિયા મુખ્યરૂપ કેમ છે?
સમાધાન - કારણ કે તે ક્રિયા સદ્ધર્મવ્યવસાયરૂપ ભાવપૂર્વક છે. સમ્યગ્દષ્ટિ જીવની ભાવના અનુષંગથી થતી તમામ ક્રિયાઓ ધર્મરૂપ હોય છે. પ્રયોગઃ- “સૂર્યાભ વગેરેની પ્રતિમાપૂજનઆદિ ક્રિયા ધર્મરૂપ છે, કારણ કે ભાવપૂર્વક છે. જેમકે ભાવપૂર્વકની અન્ય વંદનાદિ ક્રિયાઓ.”
શંકા - સૂર્યાભઆદિ દેવોને સદ્ધર્મવ્યવસાયરૂપ ભાવ શી રીતે ઉત્પન્ન થયો?
સમાધાનઃ- વ્યવસાયસભામાં ઉત્પન્ન થયેલા તેવા પ્રકારના ક્ષયોપશમના કારણે સૂર્યાભ વગેરેને સદ્ધર્મવ્યવસાયરૂપ શુભઅધ્યવસાય ઉત્પન્ન થયો.
શંકા - વ્યવસાયસભામાં જ કેમ તેવા પ્રકારનો ભયોપશમ ઉત્પન્ન થયો? સમાધાનઃ- આ ક્ષયોપશમમાં વ્યવસાય સભારૂપ તે ક્ષેત્ર જ કારણ છે.
શંકા - ક્ષેત્રરૂપ બાહ્યનિમિત્તને પામીને શુભ અધ્યવસાયરૂપ કે તેમાં કારણભૂત ક્ષયોપશમરૂપ આંતરિક ભાવો શું ઉત્પન્ન થઇ શકે ખરા?
સમાધાન - હા, ક્ષેત્રરૂપ બાહ્યનિમિત્તથી પણ ક્ષયોપશમ પ્રગટી શકે. શંકા - આમ માનવામાં કોઇ પ્રમાણ છે?
સમાધાન - જરૂર છે. જુઓ – “કર્મના (૧) ઉદય (૨) ક્ષય (૩) ક્ષયોપશમ અને (૪) ઉપશમ... (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ (૪) ભાવ અને (૫) ભવ આ પાંચને પ્રાપ્ત કરીને = આ પાંચ નિમિત્તથી થાય છે.”