________________
ધાર્મિક વ્યવસાયની માત્ર આચારરૂપતાનો નિષેધ
8)
धुनोत्पन्नदेवस्तत्तक्रियासु प्रवर्त्तते) धर्मार्थं शास्त्रमित्यत्रापि धर्मशब्दार्थः (परापूर्वसिद्धो अधुनोत्पन्नादि देवानां कर्तव्यतारूप: धर्मः) कुलस्थितिधर्म एव, मुख्यधर्मव्यवसायस्तु देवानामसम्भव्येव, तथा हि-तिविहे ववसाए पन्नत्ते, तं०-(१) धम्मिए ववसाए (२) अधम्मिए ववसाए (३) धम्माधम्मिए ववसाए । इति तृतीयस्थानके [स्थानाङ्ग ३/३/१८५]। व्यवसायिनां धार्मिकाधार्मिकधार्मिकाधार्मिकाणां (क्रमश:) संयतासंयतदेशसंयतलक्षणानां सम्बन्धित्वाद् भेदेनोच्यमानास्त्रिधा भवन्तीति व्याख्यानाच्चारित्रिणामेव धार्मिकव्यवसायसम्भवादिति प्राह। स प्रष्टव्यः, अरे दुष्ट! किमेवं देशसंयतानां सामायिकाध्यवसायोऽपि न धार्मिकाध्यवसाय इति स्थापयितुमुद्यतोऽसि ? देवानामपि जिनवन्दनाध्यवसायोऽपि न तथेति(=धार्मिकव्यवसाय इति) वक्तुमध्यवसितोऽसि ?
એમ “વાભિગમ” સત્રની ટીકામાં વિજયદેવના અધિકારમાં આવા જ પ્રકારના સ્થળે કહ્યું છે. જીવાભિગમ સૂત્રનો વિજયદેવના અધિકારનો આલાપક પૂર્વોક્ત(=સૂર્યાભદેવના) આલાપકથી જરા પણ ભિન્ન નથી. તેથી એ આલાપક અહીં આપ્યો નથી.
ધાર્મિક વ્યવસાયની માત્ર આચારરૂપતાનો નિષેધ પ્રતિમાલપક - “ઘમ્પિયં વવસાય ગિહ' આ વચનથી જે ધાર્મિક વ્યવસાયનો ઉલ્લેખ કર્યો છે, તે માત્ર કુલાચારરૂપ (અહીં તે-તે વિમાનમાં ઉત્પન્ન થતાં તે-તે દેવમાટે પરાપૂર્વથી ચાલ્યો આવતો આચાર કુલાચારરૂપે સમજવો.) ધર્મની અપેક્ષાએ જ છે. તેથી જ પુસ્તકને (કે જેનું વાંચન કરી ઉત્પન્ન થયેલો દેવ તે-તે ક્રિયામાં જોડાય છે.) “ધર્મમાટેનું શાસ્ત્ર' કહેવામાં વાસ્તવમાં “કુલાચારરૂપ ધર્મમાટેનું શાસ્ત્ર' જ તાત્પર્યાર્થ છે.
શંકા - ધર્મનો મુખ્ય અર્થ છોડી ‘કુલાચાર એવો અર્થ કેમ કરો છો? સમાધાન - દેવોને મુખ્યાર્થરૂપ ધર્મ સંભવતો નથી. માટે અમારે ધર્મપદથી કુલાચાર અર્થ કરવો પડે છે. શંકા - દેવોને મુખ્ય ધર્મનથી સંભવતો તેમ કહેવામાં કોઇ પ્રમાણ છે?
સમાધાન - સ્થાનાંગ સૂત્રમાં તૃતીયસ્થાનમાં આ પ્રમાણે કહ્યું છે – “ત્રણ પ્રકારના વ્યવસાયે પ્રરૂપ્યા છે. (૧) ધાર્મિક વ્યવસાય (૨) અધાર્મિક વ્યવસાય અને (૩) ધાર્મિકઅધાર્મિક વ્યવસાય” ક્રમશઃ સર્વવિરત, અવિરત અને દેશવિરતરૂપ વ્યવસાયીઓ(=વ્યવસાય કરનારાઓ)ના ભેદથી આ ત્રણ પ્રકાર પડ્યા છે. આમ ભેદથી દર્શાવવામાં આવે તો આ ત્રણ ભેદ પડે છે. એમ ટીકામાં કહ્યું છે. આમ મુખ્ય ધર્મવ્યવસાય તો સર્વવિરતિધરને જ સિદ્ધ થાય છે. દેવો અવિરત છે. તેથી તેઓનો વ્યવસાયતો અધર્મવ્યવસાયરૂપ જ છે. આમ દેવોને મુખ્ય ધર્મવ્યવસાય સંભવતો નથી.
પ્રતિમાપૂજા ધાર્મિક વ્યવસાય ઉત્તરપક્ષ - આમ અર્થ કરી તમે કમાલ કરી!કારણ કે આ હિસાબેતોદેશવિરતિધરનો સામાયિકપરિણામ પણ શુદ્ધધર્મવ્યવસાયરૂપ નહિ બને. કેમકે દેશવિરતિધરને મિશ્રવ્યવસાય જ હોય તેમ તમને અભિમત છે. તથા દેવો ભાવજિનને વંદન કરવાનો અધ્યવસાય કરે. તે પણ તમારા હિસાબે તો અધાર્મિક વ્યવસાયરૂપ જ સિદ્ધ થશે.
પ્રતિમાલપક - બેશક, આ આપત્તિ મોટી છે. તેથી વિષયભેદથી ઉપરોક્ત ત્રણ ભેદની વ્યાખ્યા કરીશું. ટીકામાં પણ “અથવા સંયમ, અસંયમ અને દેશસંયમરૂપ વિષયભેદથી ત્રણ ભેદ પડે છે.” એવો બીજો વિકલ્પ બતાવ્યો છે. પૂર્વે સ્વામીના ભેદથી ત્રણ ભેદની વિવક્ષા કરી. હમણાં વિષયભેદથી ભેદ પાડ્યો. આ અર્થ કરવાથી તેવું તાત્પર્ય મળી શકે છે કે, કોઇપણ વ્યક્તિની સંયમસંબંધી પ્રવૃત્તિ ધાર્મિકવ્યવસાય બને. અસંયમસંબંધી વ્યાપાર