________________
9)
પ્રતિમાશતક કાવ્ય-૧૪) तर्हि विषयभेदात्रैविध्यं व्याख्यास्यामोऽत एव संयमासंयमदेशसंयमलक्षणविषयभेदाद् वेति पक्षान्तरेण वृत्तौ व्याख्यातमिति चेत् ? तदपि नैगमनयाश्रितपरिभाषाविशेषेणैव युज्यतेऽन्यथाऽविरतसम्यग्दृष्टीनां सम्यक्त्वाध्यवसाय: कुत्रान्तर्भवेदिति नेत्रे निमील्य विचारयन्तु देवानांप्रिया:(=बुद्धिविकला:)। एकान्ताविरतादविरतसम्यग्दृष्टेर्विलक्षणत्वात्तद्व्यवसाय: कयाचिदपेक्षया तृतीये(=धार्मिकाधार्मिकव्यवसाये) अन्तर्भविष्यतीति चेत् ? तर्हि एकान्ते त्रैराशिकमतप्रवेशापत्तिभिया पक्षत्रयस्य पक्षद्वय एवान्तर्भावविवक्षया जिनपूजादिसम्यग्दृष्टिदेवकृत्यं धर्म एवेति वदतां का बाधा ? अन्यथा त्वया देवानां जिनवन्दनाद्यपि कथं वक्तव्यं स्यात् ? सर्वविरत्यादियोगक्षेमप्रयोजकान् व्यापारानेव धर्मादिशब्दवाच्यान् स्वीकुर्म इति चेत् ? नयभेदेन परिभाषतां, अनुगतो(=प्रमाणभूत:) અધાર્મિકવ્યવસાય બને. દેશસંયમસંબંધી ચેષ્ટા મિશ્રવ્યવસાય બને. તેથી સામાયિક કે વંદનાદિ અધ્યવસાય ધાર્મિક વ્યવસાય માનવામાં આપત્તિ નહીં રહે - ઉત્તરપક્ષ - આ પ્રકારની વ્યાખ્યા પણ નૈગમનયને આશ્રયી પરિભાષાવિશેષથી સ્વીકારવી જ સંગત છે, અન્યનયથી સિદ્ધ નથી, કારણ કે માત્ર સંયમની અપેક્ષાએ જ વ્યવસાયના આ પ્રમાણે વિભાગ કરવામાં અવિરત સમ્યગ્દષ્ટિના સમ્યક્તઅંગેના અધ્યવસાયનો સમાવેશ શેમાં થશે? કારણ કે સમ્યક્તઅંગેનો અધ્યવસાય સંયમઅધ્યવસાયમાં સમાવેશ પામી ન શકે. આ તમે આંખ બંધ કરી એકાગ્ર થઇ વિચારો.
પ્રતિમાલપક - એકાંતે અવિરત(=મિથ્યાત્વી) કરતા સમ્યગ્દષ્ટિ અવિરત વિલક્ષણ પ્રકારના છે. તેથી અવિરતસમ્યફ્તીના અધ્યવસાયને કોઇક અપેક્ષાએ ત્રીજા – ધાર્મિકઅધાર્મિક અધ્યવસાયમાં લઇ જઇ શકાય.
ઉત્તરપક્ષ - તમે ધાર્મિકઅધાર્મિક વ્યવસાયમાં દેશસંયમીને અથવા દેશસંયમસંબંધી વ્યાપારને ઇષ્ટ માનો છો. અવિરતસમ્યત્વી દેશસંયમી કે દેશસંયમવ્યાપાર વિનાનો હોવા છતાં મિથ્યાત્વીથી વિલક્ષણ હોવાથી તમે એને અધાર્મિક વ્યવસાયમાંથી ઉંચકી ધાર્મિક ધાર્મિક વ્યવસાયમાં સ્થાપો છો. આમ અધાર્મિક વ્યવસાયમાં માત્ર મિથ્યાત્વીને રાખવા માંગો છો. સારી વાત છે. હવે, ત્રણ વિકલ્પો જ સ્વીકારવામાં સૈરાશિકમત(=બધે જ ત્રણ પ્રકાર સ્વીકારવાવાળા મત-રોહગુમનિદ્વવના મત)માં પ્રવેશ પામી જવાનો ડર હોય, ને નિશ્ચયસંમત માત્ર બે જ વિકલ્પ સ્વીકારવાના હોય - ધાર્મિક વ્યવસાય, અધાર્મિક વ્યવસાય. તો સમ્યવીને ક્યાં રાખશો? સહજ છે કે અધાર્મિક વ્યવસાય તો માત્ર મિથ્યાત્વીનો જ ઇષ્ટ છે. તેથી અવિરતસમ્યક્વીને કે તેના જિનાદિ સમ્યક્ત અધ્યવસાયને ધાર્મિક અધ્યવસાય માનવા જ પડશે, તો એમાં શી બાધા=આપત્તિ છે? તેથી સમ્યગ્દષ્ટિ દેવોનો ભાવજિનને વંદન વખતનો અને જિનપ્રતિમાની પૂજા વખતનો અધ્યવસાય શુભ હોવાથી ધર્મવ્યવસાયરૂપ જ બનશે. જો આમ નહીં માનો, તો તેઓના ભાવજિનને વંદન વખતના અધ્યવસાયને પણ શી રીતે ધર્મરૂપ માની શકશો?
પૂર્વપક્ષઃ- અમને સર્વવિરતિવગેરે(વગેરેથી દેશવિરતિ-અવિરતિ સમજવા)ની પ્રાપ્તિ અને રક્ષણમાં પ્રયોજક પ્રવૃત્તિઓ જ “ધર્મ આદિ(આદિથી ધર્માધર્મ અને અધર્મ લેવા)પદથી સ્વીકૃત છે. કેમકે મુખ્યતયા સર્વવિરતિ વગેરેની અપેક્ષાએ જ ધર્માદિની વ્યાખ્યા થાય છે. દેવકૃત જિનવંદન અસાવઘપ્રવૃત્તિરૂપ હોવાથી કથંચિત્ વિરતિપ્રયોજક બની શકે. જ્યારે જિનાર્ચા તો જિનપ્રતિમા સમક્ષ સાવધ પ્રવૃત્તિરૂપ છે. માટે વિરતિપ્રયોજક નથી. માટે ધર્મરૂપ નથી.)
ઉત્તરપક્ષ - તમે આમ નયભેદથી=નયવિશેષથી જ પરિભાષા કરી શકો. વાસ્તવમાં તો અનુગત= પ્રમાણભૂત નિશ્ચિત ધર્મવ્યવહાર તો પુષ્ટિશુદ્ધિમચિત્તથી યુક્ત ક્રિયા જ બને છે. પુષ્ટિ=પુણ્યની જમાવટ, શુદ્ધિક ઘાતિકર્મના ક્ષયવગેરેથી પ્રગટતી નિર્મળતા. (જે અધ્યવસાય પુણ્યપોષક બને અને પાપકર્મના વિરમદ્વારા નિર્મળતા પેદા કરે, તે અધ્યવસાય નિશ્ચયધર્મ છે અને તે અધ્યવસાયથી યુક્ત ક્રિયા વ્યવહારધર્મ છે. ધર્મની આ વ્યાખ્યા વિશાળ અને સૂક્ષ્મ છે. આ