________________
પ્રાશોની સર્વત્ર પરલોકદર્શિતા – ઉત્તરપક્ષ
TS.
नात्र प्रेत्यहितार्थितोच्यत इति व्यक्ता जिनार्चा स्थिति
र्देवानां न तु धर्महेतुरिति ये पूत्कुर्वते दुर्द्धियः । प्राक्पश्चादिव रम्यतां परभवश्रेयोर्थितासङ्गतां,
प्राक्पश्चाच्च हितार्थितां श्रुतवतां पश्यन्त्यहो ते न किम् ? ॥१२॥ (दंडान्वयः→ नात्र प्रेत्यहितार्थितोच्यत इति व्यक्ता जिनार्चा देवानां स्थितिः, न तु धर्महेतुरिति ये दुर्द्धियः पूत्कुर्वते, ते श्रुतवतां प्राक्पश्चाद् रम्यतामिव प्राक्पश्चाच्च हितार्थितां परभवश्रेयोर्थितासङ्गतां किं न पश्यन्ति॥)
'नात्र'इति। न अत्र अधिकृते सूर्याभकृत्ये प्रेत्यहितार्थितोच्यते वन्दनस्थल इव 'एयं मे पेच्चा हिआए। इत्याद्यवचनात्, पच्छा पुरा हिआए' इति वचनस्य धनकर्षणस्थलेऽप्युक्तत्वादिति। जिनार्चा व्यक्ता-प्रकटा, देवानां स्थिति:-स्थितिमात्रं, न तु धर्महेतुः-धर्मसाधनमिति ये दुर्द्धियः-दुष्टबुद्धयः पूत्कुर्वते शिरसि रजः क्षिपन्त इव बाढं प्रलपन्ति, ते श्रुतवतां प्राक्पश्चाद्रम्यतामिव प्राक्पश्चाच्च हितार्थितां परभवश्रेयोर्थितया सङ्गतां सहितां उभयलोकार्थितां परिणतामित्यर्थः, किं न पश्यति ? तथाऽदर्शनं तेषां महाप्रमाद इत्यर्थः।
કાવ્યાર્થઃ- અહીં સૂર્યાભના જિનપ્રતિમાપૂજનકૃત્યમાં પરલોકસંબંધી હિતની ઇચ્છા નથી. તેથી જિનપૂજા એ દેવોનો માત્ર આચાર છે, પરંતુ ધર્મ(=પુણ્યકે નિર્જરા)નું કારણ નથી.” આવો પ્રલાપ કરનારા દુબુદ્ધિઓ આ વાત કેમ જોતા નથી કે “પ્રાજ્ઞપુરુષોની પ્રાક્ષશ્ચાત્ હિતની કાંક્ષા પ્રાપશ્ચાત્ રમ્યતાની જેમ પરલોકના હિતની કાંક્ષાથી યુક્ત જ હોય.”
પ્રાણોની સર્વત્ર પરલોકદર્શિતા – ઉત્તરપક્ષ ઉત્તરપક્ષ - તમે એવો અર્થ શી રીતે કર્યો કે સૂર્યાભે માત્ર તે ભવના જ પહેલા અને પછીના હિતની ઇચ્છાથી જિનપ્રતિમાની પૂજા કરી?
પૂર્વપક્ષઃ- સૂર્યાભના વિચારો અંગેના અને પ્રતિમાપૂજન અંગેના પાઠમાં ક્યાંય એવા શબ્દો નથી કે “આ જિનપ્રતિમાપૂજન મારામાટે(સૂર્યાભદેવ માટે) પરલોકમાં હિતકર છે.” તેથી સૂર્યાભદેવે જિનપ્રતિમાપૂજન પરલોકના હિતની ઇચ્છાથી કર્યું તેમ કહી શકાય નહિ. તેથી જ ‘તેની આ પ્રવૃત્તિ માત્ર તે ભવના હિત માટે જ હતી’ તેમ કહી શકાય. વળી વંદનના અધિકારમાં “આ વંદન મને પરલોકમાં હિતકર છે' ઇત્યાદિ પાઠ મળે છે, જ્યારે અહીં પરલોકના હિતમાટેનો પાઠ નથી. આમ વંદનાધિકારથી આ પાઠમાં આટલી વિષમતા છે. તેથી ‘વંદન જો પરલોક હિતકર હોય, તો તેનાથી વિષમ પ્રતિમાપૂજન આલોકમાં જ હિતકર હોય તેમ સિદ્ધ થાય છે.
ઉત્તરપક્ષ:- ઉપાંગના આ પાઠમાં ‘પ્રાક અને પશ્ચાત્ હિતકર શું છે?' એવો સૂર્યાભદેવ વિચાર કરે છે. આ વિચારના અનુસંધાનમાં સામાનિકદેવો જિનપ્રતિમાપૂજાદશવિ છે. આ વચનથી સિદ્ધ થાય છે કે સૂર્યાભદેવે પરલોકના હિતમાટે જિનપ્રતિમાપૂજન કર્યું. અન્યથા “પ્રા અને પશ્ચાત્ હિતકર આદિ શબ્દો નિરર્થક બની જાય.
પૂર્વપક્ષઃ- “પ્રાક અને પશ્ચાત્ હિતકર” વાક્યથી પરલોકના હિતનો અર્થ લેવો બરાબર નથી. અન્યથા જિનપ્રતિમાપૂજનની જેમ ધનને પણ પરલોકમાં હિતકર માનવાનો પ્રસંગ આવશે, કારણકે ધનકર્ષણ(=ધન મેળવવા) અંગેના પાઠમાં પણ પછી અને પહેલા હિતકર' ઇત્યાદિ વચન છે.
ઉત્તરપક્ષ - તમારો આ પોકાર પોતાના હાથે પોતાના માથે ધુળ નાખવા જેવો છે. કારણ કે તમે આ ખ્યાલ કરવાનું ભૂલી ગયા કે, “શાસ્ત્રના મર્મને પામેલો સમજુ માણસ પરલોકમાં હિતકર ન હોય તેવી વસ્તુને ક્યારેય પણ