________________
79
સૂિર્યાભદેવદ્વારા પ્રતિમાપૂજન सरसेणंगोसीसचंदणेणं० पुप्फारूहणं० आसत्तोसत्त० जावधूवंदलेइ, २ जेणेव दाहिणि० पेच्छा० स्स पच्चत्थिमिल्ले दारे० उत्तरिल्ले दारे० पुरथिमिल्ले दारे० दाहिणे दारे तं चेव, जेणेव दाहिणिल्ले चेइयथूभे तेणेव उवा०, २ थंभंच मणिपेढियं च० दिव्वाए दगधाराए, जाव धूवं दलेइ, २ जेणेव पच्चत्थिमिल्ला मणिपेढिया जेणेव पच्चत्थि० जिणपडिमाणं पणामं करेइ जहा जिणपडिमाणं तहेव जाव णमंसित्ता जेणेव उत्तरिल्ला जिण तं चेव सव्वं, जेणेव पुरथिमिल्ला मणिपेढिया० जेणेव पुरत्थि० जिण तं चेव दाहिणिल्ला मणिपेढिया० दाहिणिल्ला जिण तं चेव। जेणेव दाहिणिल्ले चेइअरुक्खे तेणेव उवा०, २ तं चेव, जेणेव दाहिणिल्ले महिंदज्झए तेणेव उवा० तं चेव, जेणेव दाहिणिला गंदा पुक्खरिणी तेणेव० उवा०, २ लोम० परा०, २ तोरणे य तिसोवाणपडिरूवए सालभंजियाओ य वालरूवए य लोमहत्थएणं पमज्जइ जाव धूवंदलेइ। सिद्धायतनं अणुप्पवाहिणी करेमाणे जेणेव उत्तरिल्ला० णंदा० तेणेव उवा० तंचेव सव्वं, जेणेव उत्तरिल्ले चेइयरुक्खेतंचेव, जेणेव उत्तरिल्ले चेइयथूभेतंचेव, जेणेव पच्चत्थिमिल्ला पेढिया, जेणेव जिणपडिमा तं चेव, उत्तरिल्ले पेच्छाघरमंडवे तेणेव उवा०, २ ता जा चेव दाहिणिलवत्तव्वया सा चेव सव्वा पुरथिमिल्ले दारे, दाहिणिल्ला खंभपत्ती तंचेव सव्वं, जेणेव उत्तरिल्ले मुहमंडवे तंचेव सव्वं, पच्चत्थिमिल्ले दारे तेणेव० उत्तरिल्ले दारे दाहिणिल्ला खंभपंती सेसं तं चेव, जेणेव सिद्धायतनस्स उत्तरिल्ले दारे तं चेव, जेणेव सिद्धायतनस्स पुरथिमिल्ले दारे तेणेव तं चेव सव्वं, जेणेव पुरत्थि० मुहमंडवे पुरथिमिल्लस्स मुहमंडवस्स बहु मज्झदेसभाए तं चेव, दाहिणिल्ले दारे पच्चत्थिमिल्ला खंभपंती उत्तरिल्ले दारे तं चेव, पुरथिमिले दारे तं चेव, जेणेव पुरत्थि० पेच्छाघरमंडवे, एवं थूभजिणपडिमाओ चेइयरुक्खा, महिंदज्झया, तंचेव जाव धूवं दलइ । जेणेव सभा सुहम्मा तेणेव उवा०, २ सभं सुहम्मं पुरच्छि० दारेणं अणुपविसइ जेणेव माणवए चेइयखंभे जेणेव वइरामया गोलवट्टसमुग्गे तेणेव उवा०, २ लोम० परामुसइ, २ वइरामए गोलवट्टसमुग्गए लोम० हत्थएणं पमज्जइ, वइ० પછી દક્ષિણદ્વારથી નીકળી દક્ષિણ દિશાના ચૈત્યવૃક્ષ અને મહેન્દ્રધ્વજની દ્વારની જેમ અર્ચના વગેરે કરી નંદા પુષ્કરિણી, તોરણ, ત્રણ પગથિયા, ત્યાં આલેખેલી પૂતળી વગેરેને પંજવાવગેરે ક્રિયા પૂર્વવત્ કરે છે. પછી તે સૂર્યાભદેવચેત્યાલયની અનુપ્રદક્ષિણા કરી ઉત્તરની નંદા પુષ્કરિણીની પૂર્વવત્ પંજવાવગેરે ક્રિયા કરે છે. પછી ક્રમશઃ ઉત્તરના મહેન્દ્રધ્વજ, ચૈત્યવૃક્ષ, ચૈત્યસૂપ વગેરેની પૂર્વવત્ ક્રિયા કરી, પશ્ચિમઆદિ ચાર દિશામાં રહેલા જિનબિંબવગેરેની પૂર્વોક્ત રીતે પૂજા કરી, ઉત્તરના પ્રેક્ષામંડપમાં પ્રવેશે છે. ત્યાં દક્ષિણ પ્રેક્ષામંડપની જેમ સર્વક્રિયા પશ્ચિમના દ્વારને આરંભીને કરે છે. પછી ચેત્યાલયમાં ઉત્તરના દ્વારથી પ્રવેશ કરી પૂજા વગેરે પૂર્વવત્ કરે છે. પછી તે સૂર્યાભદેવ પૂર્વના પ્રેક્ષામંડપમાં અને તે પછી ચેત્યસ્તૂપ, જિનપ્રતિમા, ચૈત્યવૃક્ષ, મહેન્દ્રધ્વજ, નંદાપુષ્કરિણીવગેરેની પૂર્વવત્ ક્રિયાઓ કરે છે. ત્યારબાદ સૂર્યાભદેવ સુધસભામાં પૂર્વના દ્વારથી પ્રવેશે છે અને મણિપીઠિકાપર રહેલી જિનપ્રતિમાને પ્રણામ કરી માણવકચૈત્યસ્તંભ પર રહેલા વજમયગોળાકાર દાબડા લઇ, ઉઘાડી તેની પૂજવા વગેરે ક્રિયા પૂર્વવત્ કરી ફરીથી મૂકી દે છે. પછી તે સૂર્યાભદાબડા અને ચૈત્યસ્તંભની પણ પૂર્વોક્ત ક્રિયા કરી મણિપીઠિકા અને સિંહાસનની પણ પૂર્વોક્ત ક્રિયા કરે છે. પછી પીઠિકાની, દેવશય્યાની અને તે પછી નાના મહેન્દ્રધ્વજની પૂર્વોક્તદ્વાર મુજબ ક્રિયા કરી “ચોપ્પાલ” નામના શસ્ત્રભંડારમાં રહેલા પરિઘ' વગેરે શસ્ત્રોની તથા સુધસભાના મધ્યભાગની પૂર્વોક્ત ક્રિયા કરી દક્ષિણદ્વારઅંગે પણ પૂર્વવત્ ક્રિયા કરી ત્યાંથી નીકળી સિદ્ધાયતન(=ચૈત્ય)ના દક્ષિણદ્વારથી નીકળ્યા બાદ કરેલી તમામ ક્રિયાઓ કરે છે. પછી તે સૂર્યાભદેવ ત્યાંથી ઉપપાતસભામાં પૂર્વના દ્વારથી પ્રવેશે છે. ત્યાં સૂર્યાભદેવ મણિપીઠિકા, દેવશય્યા તથા મધ્યભાગની પૂર્વોક્ત ક્રિયા કરી દક્ષિણ દ્વારથી માંડી સર્વ ક્રિયા ચૈત્યાલયની જેમ કરે છે. પછી તળાવના તોરણ