________________
83
પ્રાપશ્ચાત્ રમણીયતામાં પ્રદેશની પરલોકદષ્ટિ पएसी ! पुव्विं रमणिज्जे भवित्ता पच्छा अरमणिज्जे भवेज्जासि, जहा णं वणसंडेइ वा जाव खलवाडेइ वा। सू० १९९] तए णं पएसी राया केसिकुमारसमणं एवं वयासी-नो खलु भंते ! अहं पुट्विं रमणिज्जे भवित्ता पच्छा अरमणिज्जे भविस्सामि, जहा से वणसंडेइ वा जावखलवाडेइ वा। अहंणं सेयं-बियापामोक्खाइंसत्तगामसहस्साई चत्तारिभागे करिस्सामि। एगे भागे बलवाहणस्स दलइस्सामि, एगे भागे कोट्ठागारे णिक्खिविस्सामि, एगे भागे अंतेउरस्स दलइस्सामि, एगेणं भागेणं महइ कूडागारसालं करिस्सामि, तत्थ णंबहुहिं पुरिसेहिं दिनभत्तिभत्तवयणेहिं विउलं असण ४ उवक्खडावेत्ता बहूणं समणमाहणभिक्खुयाणं पंथियपहियाणं परिभाएमाणे, इवट्ठहिं भत्तिबहुहिं सीलव्वयपच्चक्खाणपोसहोववासेहिं जाव विहरिस्सामि [सू. २००]
अत्र विवेकितया पूर्वप्रतिपन्नदानधर्मनिर्वाहविशिष्टशीलादिगुणैः प्राक्पश्चाद् रमणीयत्वं यथोक्तोभयलोकोपयोगंख्यापयति, तथा 'किं मे इत्यादि प्रश्नोत्तर' 'पुल्विंपच्छा'वेत्यादि सामानिकवचनं किंन तथेत्यन्तरात्मना રમણીય હતો. હવે ઘર્મ પામ્યા બાદ (પ્રજાહિતના કુવા ખોદવા વગેરે કાર્યોમાં પાપ, મિથ્યાત્વપોષણ વગેરે દોષોને વિચારી એ કાર્યોનો ત્યાગ કરવા દ્વારા) અરમણીય ન બનીશ.” આ સાંભળી પ્રદેશ રાજા કેશી ગણધરને વચન આપતા કહે છે. “હે ભદંત! પહેલા રમણીય હું વનખંડ વગેરેની જેમ હવે અરમણીય નહિ થાઉં. મારા શ્વેતાંબિકા(રાજધાની)વગેરે સાત હજાર ગામોના હું ચાર ભાગ કરીશ. (અર્થાત્ સાત હજાર ગામની આવકના ચાર ભાગ કરીશ) તેમાંથી એક ભાગ લશ્કર અને વાહનોને ફાળવીશ. બીજો એક ભાગ કોઠારને આપીશ. ત્રીજો ભાગ અંતઃપુરને દઇશ અને છેલ્લા ચોથા ભાગમાંથી મોટી દાનશાળા કરીશ. ત્યાં ઘણા પુરુષો દ્વારા મોટા પ્રમાણમાં આહાર વગેરે બનાવી શ્રમણ, બ્રાહ્મણ, ભિક્ષુક, મુસાફર વગેરેને આહારઆદિનું દાન કરતા કરતા શીલવ્રત, ગુણવ્રત, વિરમણ પચ્ચક્માણ, પૌષધોપવાસ વગેરે કરીશ.” (શ્રાવકના બાર વ્રતમાં સામાયિક વગેરે છેલ્લા ચાર વ્રત શિક્ષાવ્રત છે, તે શીલવ્રત કહેવાય, અથવા શીલવત એટલે તપવગેરેઉત્તરગુણસંબંધી નિયમ. ગુણવ્રત દિક્ષરિમાણ, ભોગોપભોગવિરમણ, અનર્થદંડવિરમણઆ ત્રણવ્રત. અને સ્થૂલપ્રાણાતિપાત વિરમણ વગેરે પાંચ અણુવ્રતો એ વિરમણ પચ્ચક્કાણ છે.)
પ્રાપિશ્ચાતું રમણીયતામાં પ્રવેશીની પરલોકદૃષ્ટિ સમ્યકત્વવગેરે ધર્મોની પ્રાપ્તિથી પ્રદેશ રાજા વિવેકી બન્યો. તેથી કેશી ગણધરના ઉપદેશને સ્વીકારે છે. અને પોતે પ્રાક અને પશ્ચાત્ રમણીય રહેશે તેવી બાહેંધરી આપે છે. તે વખતે પ્રદેશી પોતે પૂર્વના દાનાદિ ધર્મોને ચાલુ રાખી શીલવગેરે વ્રતોનું પાલન કરવા દ્વારા પ્રાપશ્ચામણીય રહેશે એમ દર્શાવે છે. અહીં શીલ વ્રતોનું પણ ગ્રહણ કર્યું હોવાથી “પશ્ચાપદથી તેને(=પ્રદેશીને) પરલોક પણ ઇષ્ટ છે, એ સમજી શકાય એવી વાત છે. વિવેકી આત્મા શીલવગેરેને રમણીય માને ત્યારે તેની પરલોક પર જ દષ્ટિ હોય છે. આમ આ સ્થળે જેમ પ્રાપશ્ચાદ્રમણીયતાથી ઉભયલોકમાં ઉપયોગિતાનું સૂચન થાય છે. તેમ સૂર્યાભદેવને મનમાં ઉદ્ભવેલા “મારે શું પૂર્વમાં કરવું જોઇએ?” ઇત્યાદિ પ્રશ્નોના સમાધાનમાં સામાનિક દેવો પ્રતિમાપૂજન વગેરેને જ પૂર્વ-પશ્ચાત્ કરણીય-શ્રેયસ્કરઆદિરૂપે બતાવે છે. આ સ્થળે પણ પૂર્વ-પશ્ચાથી ઉભયલોકનું ગ્રહણ કરવું જ સંગત છે. અર્થાત્ પ્રતિમાપૂજન એ ઉભયલોકમાટે શ્રેયસ્કર છે” એમ સમજવું યોગ્ય છે.
રમણીયતા દાનમાં કે શીલાદિમાં? શંકા - પ્રદેશરાજાના પાઠમાં પરિભાએમાણે સુધીનો પાઠ માત્ર અનુવાદપરક છે. અર્થાત્ પોતે પૂર્વે સ્વીકારેલી ક્રિયાઓનું સૂચન માત્ર કરે છે. પણ આ ક્રિયાઓ રમણીય નથી. પ્રદેશી રાજા હવે શીલવગેરે વ્રતોના પાલનથી જ રમણીય બનવા માગે છે એવો જ આશય છે. તેથી રમણીય પદથી વિધેયતરીકે શીલવગેરે વ્રતો જ છે.