________________
(67
સુિધર્માસભામાં ભોગાભાવદર્શક આગમપાઠ इत्यन्वर्थविचारणापि दुर्नयध्वांतच्छेदरविप्रभा (सती) जडधियं घूकं विना कस्य दृशोर्निद्रां न हरते ? (अपि तु સર્વચૈવે) II)
'मूर्तीनाम्'इति। तथेत्यक्षरान्तरसमुच्चये। भगवतां मूर्तीनामसद्भावस्थापनारूपाणां सक्थ्नां यत्र सदाऽऽशातनात्यागो विधीयते, सा सभा सुधर्मेति ख्याता, इत्यन्वर्थविचारणापि सुधर्मापदव्युत्पत्तिभावनापि जडधियं= लुम्पकं घूकं-उलूकं विना कस्य दृशोर्निद्रां न हरतेऽपि तु सर्वस्यैव दृशोर्निद्रां हरत इत्यर्थः। कीदृशी-दुर्नया एव ध्वांतानि, तेषां छेदे रविप्रभा तरणिकान्तिः। रविप्रभासदृशी तु न व्याख्येयं तत्सदृशात् तत्कार्यानुपपत्तेः। अत्र विनोक्तिरूपककाव्यलिङ्गानि अलङ्काराः । विनोक्ति:-सा विनाऽन्येन यत्रान्यः सन्नेतरः। तद्रूपकम् - अभेदो य उपमानोपमेययोः। काव्यलिङ्गम्-हेतोर्वाक्यपदार्थतेति तल्लक्षणानि । रविप्रभापदार्थो निद्राहरणे हेतुरिति पदार्थरूपं काव्यलिङ्गं द्रष्टव्यम् । रूपकं चात्र काव्यलिङ्गविनोक्त्योरनुग्राहकमित्यनुग्राह्यानुग्राहकभावः सङ्करोऽपि । अविश्रान्तिजुषामात्मन्यङ्गाङ्गित्वं तु सङ्कर इति तल्लक्षणम्॥ आलापकाश्चात्रेमे →
કાવ્યર્થ - જ્યાં ભગવાનની મૂર્તિરૂપ=અસદ્ધાવસ્થાપનારૂપ હાડકાઓની આશાતનાનો હંમેશા ત્યાગ કરાય છે; તે સભા‘સુધર્માસભા' તરીકે પ્રખ્યાત છે. “સુધર્મા'પદની આ વ્યુત્પત્તિની વિચારણા પણદુર્નયરૂપ અંધકારને છેદવા માટે સૂર્યની પ્રભા સમાન છે. તેથી આ વ્યુત્પત્તિરૂપ સૂર્યપ્રભા જડભરત પ્રતિમાલોપકરૂપ ઘુવડને છોડી બીજા કોના આંખની ઊંઘ ઊડાડે નહિ? અર્થાત્ બધાના આંખની ઊંઘ ઊડાડે છે.
કાવ્યમાં “તથા'પદ પૂર્વના કાવ્યસાથે સંબંધ જોડે છે. “સુધર્મા'પદની અન્વર્થ(=વ્યુત્પત્તિ) વિચારણા સૂર્યપ્રભાસદશ છે તેવો અર્થનહીં કરવો, કારણ કે આ અન્વર્થવિચારણા સૂર્યપ્રભાની જેમ બાહ્ય અંધારાને દૂર કરવાનું કાર્યકરીનશકે. પરંતુ દુર્નયરૂપ અંધકારને છેદવામાટે સૂર્યપ્રભારૂપ છે તેવો અર્થ કરવો. આ કાવ્યમાં વિનોક્તિ, રૂપક અને કાવ્યલિંગ આ ત્રણ અલંકારો છે. તેમના લક્ષણ બતાવે છે. (૧) કોઇના વિના બીજામાં સુંદરતા કે અસુંદરતાનું પ્રતિપાદન જેમાં કરવામાં આવે તે વિનોક્તિ અલંકાર. પ્રસ્તુતમાં સુધર્મા સભાની અન્વર્થવિચારણા પ્રતિમાલોપકો સિવાય બીજા બધાની આંખની ઉંઘ=પ્રતિમાની આશાતના કરવારૂપ નિદ્રા દૂર કરે છે. આમ આ અન્વર્થવિચારણા પ્રતિમાલોપક સિવાય બીજાઓ માટે શોભન છે, અશોભન નથી. (૨) જ્યાં ઉપમાન અને ઉપમેય વચ્ચે અભેદ દર્શાવવામાં આવે તે રૂપક અલંકાર. પ્રસ્તુતમાં અન્વર્થવિચારણા જ રવિપ્રભા છે... એમ અભેદ દર્શાવ્યો. માટે રૂપક છે. (૩) જ્યાં હેતુનું વાક્યર્થ કે પદાર્થતરીકે નિરૂપણ કરવામાં આવે, તે કાવ્યલિંગ, અલંકાર. અહીં “રવિપ્રભા' પદાર્થ નિદ્રા દૂર કરવામાં હેતુ છે. તેથી પદાર્થરૂપ કાવ્યલિંગ સમજવું. વળી આ કાવ્યમાં રૂપક અલંકાર વિનોક્તિ અને કાવ્યલિંગ, અલંકારનું અનુગ્રાહક છે. આમ અલંકારોમાં પરસ્પર અનુગ્રાહક-અનુગ્રાહ્યભાવ હોવાથી અહીં સંકર અલંકાર પણ છે. સંકર અલંકારનું લક્ષણ – “અન્ય અલંકારો પોતાનામાં સ્વતંત્રભાવ ધારણ કરતા ન હોય, પરંતુ પરસ્પર અનુગ્રાહ્ય-અનુગ્રાહકભાવ (અંગ-અંગીભાવ) ધારણ કરે ત્યારે સંકર અલંકાર કહેવાય.'
સુધસભામાં ભોગાભાવદર્શક આગમપાઠ સુધર્મસભામાં દેવો ભગવાનની અસ્થિરૂપમૂર્તિની આશાતનાટાળે છે તે અંગેનાભગવતી સૂત્રના આલાપકો આ પ્રમાણે છે –
ભાવનિક્ષેપાની વસ્તુના આકારમાં ભાવની સ્થાપના સદ્ધાવસ્થાપના કહેવાય અને તેવા આકાર વિનાની વસ્તુમાં ભાવની સ્થાપના અસદ્ધાવસ્થાપના કહેવાય. આ બન્ને સ્થાપના ક્રમશઃ સાકાર અને નિરાકાર પણ કહેવાય છે.