________________
નમસ્કારમહામંત્રની ઉપધાનવિધિ
'एयं तु जं पंचमंगलस्स वक्खाणं तं महया पबंधेणं अणंतगमपज्जवेहिं सुत्तस्स य पिहब्भूयाहिं निजुत्तिभासचुन्नीहिं जहेव अणंतनाणदसणधरेहिं तित्थंकरहिं वक्खाणिय, तहेव समासओवक्खाणिज्जंतं आसि। अहन्नया कालपरिहाणिदोसेणं ताओ णिज्जुत्तिभासचुन्नीओवुच्छिन्नाओ, इओय वच्चंतेणंकाल समएणं महिड्डिपत्ते पयाणुसारी वइरसामी नाम दुवालसंगसुअहरे समुप्पन्ने, तेणे य पंचमंगलमहासुअखंधस्स उद्धारो मूलसुत्तस्स मज्झे लिहिओ, मूलसुत्तं पुण सुत्तताए गणहरोहिं, अत्थत्ताए अरिहंतेहिं भगवंतेहिं धम्मतित्थंकरहिं वीरजिणं(णिं)देहिं पन्नवियं ति, एस वुढसंपयाओ[महानिशीथअ.३, सू. २५] त्ति' । तद्विषयोपधानाध्ययनविधिरप्ययं तत्रैव निर्दिष्टः। તથા દિ>
से भयवं! कयराए विहीए पंचमंगलस्सणं विणओवहाणं कायव्वं? गोयमा ! इमाए विहीए पंचमंगलस्स णं विणओवहाणं कायव्वं, तं जहा-सुपसत्थे चेव सोहणे तिहिकरणमुहत्तनक्खत्तजोगलग्गससीबले विप्पमुक्कजायाइमयासंकेण, संजायसद्धासंवेगसुतिव्वतरमहंतुल्लसंतसुहज्झवसायाणुगयभत्तीबहुमाणपुव्वं णिणियाणदुवालसभत्तट्ठिएणं, चेझ्यालए जंतुविरहिओगासे, भत्तिभरनिब्भरुद्धसियससीसरोमावलीपप्फुल्लवयणसयवत्तपसंत्तसोमथिरदिट्ठी, णवणवसंवेगसमुच्छलंतसंजायबहलघणनिरंतरअचिंतपरमसुहपरिणामविसेसुल्लासियजीववीरियाणुसमयविवड्डतपमोयसुद्धसुनिम्मलथिरदढयरंतकरणेणं, खितिणिहियजाणु(णा)णसिउत्तमंगकरकमल
મહાનિશીથનો પાઠ આ પ્રમાણે છે – “પંચમંગલ(શ્રુતસ્કંધ)નું વિવેચન અનંત-જ્ઞાન-દર્શનધર તીર્થકરોએ જે પ્રમાણે કહ્યું હતું, તે જ પ્રમાણે મોટા વિસ્તારથી, અનંત ગમ અને પર્યાયોથી યુક્ત તથા સૂત્રથી અલગ એવી નિર્યુક્તિભાષ્ય અને ચૂર્ણિઓમાં સંક્ષેપથી વિવેચન હતું. તે પછી પડતા કાળના દોષથી તે નિયુક્તિ-ભાષ્ય અને ચૂર્ણિઓ વ્યવચ્છિન્ન થઇ. ત્યારબાદ કેટલાક કાળ પછી મહઋદ્ધિધર અને પદાનુસારીલબ્ધિધર વજસ્વામીનામનાબારઅંગના ધારક મુનિવર થયા. તેઓએ પંચમંગલ શ્રુતસ્કંધનો ઉદ્ધાર કર્યો અને તેને મૂળ સૂત્રમાં લખ્યો. મૂળ સૂત્રો સૂત્રરૂપે ગણધરોએ તથા અથરૂપે અરિહંત ભગવાન ધર્મતીર્થકર શ્રીવીરજિનેશ્વરે પ્રરૂપ્યા છે. આ પ્રમાણે વૃદ્ધસંપ્રદાય છે.”
નમસ્કાર મહામંત્રની ઉપધાનવિધિ આ પંચમંગલમહાશ્રુતસ્કંધઅંગેના ઉપધાનઅધ્યયનવગેરેની વિધિ પણ મહાનિશીથના ત્રીજા અધ્યયનમાં દર્શાવી છે. તે આ પ્રમાણે -
(ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે) “ભગવન્! પંચમંગલનું વિનયપધાન કઇ વિધિથી કરવાનું છે? (ભગવાને કહ્યું) ગૌતમ ! આ વિધિથી પંચમંગલનું વિનયપધાન કરવું. વિનયપધાન કરનારે શુભ તિથિ, કરણ, નક્ષત્ર, યોગ, લગ્ન અને ચંદ્રબળવાળો પ્રશસ્ત દિવસ રાખવો. તે પ્રશસ્તદિવસે જાતિ વગેરે આઠમદનો ત્યાગ કરી, શ્રદ્ધા અને સંવેગ પ્રગટાવી, સુતીવ્રતર ઉલ્લસિત શુભ અધ્યવસાયને અનુગત ભક્તિ બહુમાનપૂર્વક, નિદાનનો ત્યાગ કરી પાંચ ઉપવાસ કરી દેરાસરમાં જીવરહિત ભૂમિપર બેસવું. ત્યાં ભક્તિના ઉછાળાથી રોમાંચિત થઇ, મુખકમળને વિકસિત કરી દૃષ્ટિને શાંત, ઉપશાંત, સ્થિર અને સૌમ્ય બનાવી, તથા નવા નવા સંવેગને ઉલ્લસિત કરી, અને તે દ્વારા સતત અચિંત્ય, વિપુલ પરમશુભ પરિણામ જાગૃત કરી, અને તેનાથી જીવવીર્યને ફોરવી, પ્રતિસમય પ્રમોદ વધારી, તથા સુવિશુદ્ધ, નિર્મલ સ્થિર અને દઢતર અંતઃકરણપૂર્વક, જાનુને પૃથ્વી પર સ્થાપી, મસ્તકે અંજલિપુટ જોડી શ્રીઋષભઆદિ શ્રેષ્ઠ ધર્મતીર્થકરોની પ્રતિમા પર નજર કરી મનને એકાગ્ર કરવું. તથા શુભ અધ્યવસાયપૂર્વક દૃઢ ચારિત્રાદિ ગુણોથી યુક્ત આગમજ્ઞ ગુરુવરના શબ્દ, અર્થ અને અનુષ્ઠાન કરવામાં એકાગ્ર લક્ષ્યવાળા થવું. તથા