________________
ચિત્યના જ્ઞાન અર્થની અસંગતા
17
वन्द्यत्वे 'इहं चेइआइं वंदइ' इत्यस्यानुपपत्तिरिहापूर्वादर्शनादिति। 'अपिः'- आपाततो नौचित्यं दर्शयति। य जडः प्रज्ञावत्सु-प्रेक्षावतां मध्ये, श्रियं सदुत्तरस्फूर्तिसमृद्धिं न लभते, केषु क इव ? मरालेषु राजहंसेषु काक इव इत्युपमा, किं कुर्वन् ? अजानन्, काम् ? धात्वादिव्याख्याम्। तथा हि-चैत्यानीत्यत्र 'चिती संज्ञाने'इति धातुः, कर्मप्रत्ययस्तथा च ‘अर्हत्प्रतिमा एव' इत्यर्थः। 'चिती संज्ञाने' संज्ञानमुत्पद्यते काष्ठकर्मादिषु प्रतिकृतिं दृष्ट्वा 'जहा एसा अरिहंतपडिम' त्ति चूर्णिस्वरसादिति । प्रकृते ज्ञानमर्थं वदन् प्रकृतिप्रत्ययानभिज्ञ एव। तथा रूढेरप्यनभिज्ञ एव, चैत्यशब्दस्य जिनगृहादौ एव रूढत्वात्। चैत्यम् जिनौकस्तद्विम्बं चैत्यो जिनसभातरुरिति कोशात् । एतेन विपरीतव्युत्पत्त्या नामभेदप्रत्यययोगार्थोऽपि निरस्तः, योगाद् रूढेर्बलवत्त्वादन्यथा पङ्कजपदाच्छैवालादिबोधप्रसङ्गात्। દાર્થસંચારી=આલોકમાં (પ્રત્યક્ષથી દેખાતા સ્થળે) ચૈત્યવંદનમાં સંચારસ્વભાવવાળું. અહીં “સંચરિષ્ણુ પદથી ભવિષ્ણુ'(=થવાના સ્વભાવવાળું) શબ્દનો અર્થ કરવો. તાત્પર્ય - જો અપૂર્વદર્શનદ્વારા વિસ્મયજનક હોવાથી ભગવાનનું જ્ઞાન વંદ્ય બનતું હોય, તો ‘ઇ ચેઇયાઇ વંદ(=અહીં ચેત્યોને વંદે છે) આ વાક્ય અનુપપન્ન બને. તેથી જ કાવ્યમાં રહેલું “અપિ'પદ પ્રતિમાલોપકોની વાત પ્રથમ નજરે પણ ઔચિત્યસભર નથી, તેમ દર્શાવે છે. (પ્રતિમાલોપકોની વાત જિનશાસનપ્રત્યેના તેમનો પ્રેમનો અભાવ છતો કરે છે. પ્રભુની ગેડાજરીમાં (૧) જિનપ્રતિમા અને (૨) જિનાગમ આ જૈનશાસનના મુખ્ય આધારસ્તંભ છે. કલિકાળના ઝેરને ઉતારનારા પરમ ઔષધ છે. એમાંના “જિનપ્રતિમા' રૂપ આધારસ્તંભને ઊડાડવામાટે આગમના સ્વમતિકલ્પિતઅર્થ કરવામાં અને યોગ્યઅર્થને દબાવી દેવામાં જિનાગમરૂપ બીજો આધારસ્તંભ પણ ધરાશાયી થાય છે. આમ જિનશાસનના મુખ્ય બન્ને આધારસ્તંભના અભાવમાં જિનશાસનની ઇમારત પણ શી રીતે ટકી શકે? તેથી જેઓ પ્રતિમાને વંદનીય તરીકે સ્વીકારતા નથી તેઓ વાસ્તવમાં જિનશાસનપર જ કુઠારાઘાત કરે છે. આ ચેષ્ટા જિનશાસન પ્રત્યેના પ્રેમના અભાવ વિના શી રીતે સંભવી શકે?)
પૂર્વપક્ષઃ- “ચેત્ય' પદનો અર્થ “પ્રતિમા' તરીકે બેસતો જ ન હોય પછી તેનો નિષેધ કરવામાં દોષ શો?
ઉત્તરપ - જો તમને ચેત્ય' શબ્દ અંગેના (૧) ધાતુ (૨) પ્રત્યય (૩) રૂઢિ (૪) વાક્ય (૫) વચન અને (૬) વ્યાખ્યા - આ છ નો ખ્યાલ હોત, તો તમે “ચેત્ય” પદથી “પ્રતિમા અર્થનો નિષેધ કરવાની હિંમત કરત નહિ.
પૂર્વપક્ષ - તમે જ “ચેત્ય સંબંધી ધાતુ વગેરેનો ખુલાસો કરો.
ઉત્તરપઃ - સાંભળો તમે સાવધાન થઇને ! પ્રથમ ધાતુ અને પ્રત્યય દર્શાવીએ છીએ. “ચૈત્ય’ શબ્દમાં સંજ્ઞાનઅર્થક “ચિતી ધાતુ છે. તે ધાતુને કર્મબોધક “ય પ્રત્યય છે. તેથી ચૂર્ણિકાર ચૈત્યપદની આ વ્યુત્પત્તિ કરે છે – કાષ્ઠવગેરેમાં આલેખેલી જે પ્રતિકૃતિના દર્શનથી “આ અરિહંતની પ્રતિમા છે' એવું સંવેદન થાય, તે “ચેત્ય' કહેવાય. તેથી ચેત્ય' શબ્દથી અરિહંતની પ્રતિમા એવો જ અર્થ થાય છે. આમ સ્પષ્ટ હોવા છતાં “ચેત્ય'પદથી “જ્ઞાન” અર્થ કરવામાં પ્રકૃતિ=ધાતુ અને પ્રત્યય સંબંધી પોતાની અજ્ઞાનતા પ્રગટ થાય છે. તથા ચિત્ય શબ્દ “જિનાલય'વગેરે અર્થમાં જ રૂઢ છે. શબ્દકોશમાં પણ “ચૈત્ય=જિનાલય, જિનબિંબ કે જિનસમવસરણનું વૃક્ષ” એમ જ કહ્યું છે.
પૂર્વપક્ષ - ‘ચિતી ધાતુનો અર્થ સંજ્ઞાન છે. તેથી “જેનાદ્વારા અપૂર્વ વસ્તુઓનું સંજ્ઞાન થાય તે ચૈત્ય અથવા “જેનું સંજ્ઞાન = સંવેદન થાય તે ચેત્ય' ઇત્યાદિ વ્યુત્પત્તિથી ચૈત્ય પદનો યોગાથે(=પ્રકૃતિ અને પ્રત્યયથી પ્રાપ્ત થતો અર્થ) જ્ઞાન જ થાય છે.
ઉત્તરપક્ષ - આવી વિપરીત વ્યુત્પત્તિથી ભલે તમે (નામભેદક) વિશેષનામમાં (પ્રત્યયઃ) નિમિત્તભૂત યોગાર્થ (અથવા નામભેદ=પ્રકૃતિ=ધાતુવિશેષને પ્રત્યય લગાડી પ્રાપ્ત થયેલો યોગાર્થી તરીકે જ્ઞાનને સ્વીકારો.