________________
16
પ્રતિમાશતક કાવ્ય-૮
साधवः स्वरसत एव वन्दनीयास्तथा गतिगोचरदर्शनायाऽपि गतैश्चारणैर्नन्दीश्वरादिप्रतिमानतिः स्वरसत एव कृताऽनभ्रोपनतपीयूषवृष्टिवत्परमप्रमोदहेतुत्वादित्युक्तं भवति ॥ ७॥ अथोक्तालापके 'तहिं चेइआइं वंदइ' इत्यस्यायमर्थो यथा भगवद्भिरुक्तं तथैव नन्दीश्वरादि दृष्टमिति अहो तथ्यमिदं भगवज्ज्ञानमित्यनुमोदत इत्यर्थतश्चैत्यपदस्य ज्ञानार्थत्वादिति मुग्धपर्षदि मूर्द्धानमाधूय व्याचक्षाणमुपहसन्नाह
ज्ञानं चैत्यपदार्थमाह न पुनर्मूर्ति प्रभोर्यो द्विषन्,
वन्द्यं तत्तदपूर्ववस्तुकलनाद् दृष्टार्थसञ्चार्यपि। धातुप्रत्ययरूढिवाक्यवचनव्याख्यामजानन्नसौ,
प्रज्ञावत्सु जडः श्रियं न लभते काको मरालेष्विव ॥८॥ (दंडान्वयः→ यो द्विषन् चैत्यपदार्थं तत्तदपूर्ववस्तुकलनाद् दृष्टार्थसंचार्यपिज्ञानं वन्द्यमाह न पुन: प्रभोर्मूर्ति धातुप्रत्ययरूढिवाक्यवचनव्याख्यामजानन्नसौ जडः प्रज्ञावत्सु मरालेषु काक इव श्रियं न लभते ॥)
'ज्ञानम्' इति । यो द्विषन् जिनशासने द्वेषं कुर्वन् प्रकृते चैत्यपदार्थं ज्ञानमाह न पुनः प्रभोर्मूर्ति, किम्भूतं ज्ञानम् ? तस्य तस्यापूर्वस्य वस्तुनः कलनात्-परिच्छेदाद् वन्द्यम् अनुमोद्यमिति योग:, किम्भूतमपि ? दृष्टार्थसञ्चार्यपि, इहलोके चैत्यवन्दने सञ्चरिष्णु भविष्णुशब्दार्थमपि। अपूर्वदर्शनेन विस्मयोत्पादकत्वाद् भगवज्ज्ञानस्य નથી. તર્કનું કર્કશી વિશેષણ એમ સૂચવે છે કે આ તર્કથી તેઓનું મોં સજ્જડ બંધ થઇ જાય છે. (ચારણશ્રમણોના દષ્ટાંતથી સિદ્ધ થાય છે કે ચૈત્યને શ્રદ્ધાપૂર્વકનું વંદન એ શિષ્ટાચાર છે. સર્વ સાધુઓ માટે કરણીય જ છે અને કલ્યાણનું સાધન છે.) અહીં તાત્પર્ય આ છે -જેમ ગોચરીના ઉદ્દેશથી નીકળેલા સાધુએ સામે મળેલા સાધુને શ્રદ્ધાભક્તિપૂર્વક વંદન કરવાનો આચાર છે. તેમ પોતાની લબ્ધિથી પ્રાપ્ત ગતિની પરીક્ષાના હેતુથી પણ નંદીશ્વરઆદિપર ગયેલા સાધુઓ ત્યાં શ્રીજિનપ્રતિમાને વંદન તો પોતાની ધર્મશ્રદ્ધાથી જ કરે કારણ કે જિનપ્રતિમાનું દર્શન અને વંદન તો વાદળ વિના અમૃતવૃષ્ટિની જેમ પરમપ્રમોદનું કારણ બને છે. ૭.
ચૈત્યના શાન અર્થની અસંગતા પૂર્વપલ - ભગવતી સૂત્રના એ આલાપકમાં ચૈત્ય' પદનો અર્થ “જ્ઞાન” કરવાનો છે. તેથી ત્યાં ચૈત્યોને વિદે છે” એ વાક્યનો અર્થ આ પ્રમાણે છે –“નંદીશ્વરવગેરેનું જેવું વર્ણન કર્યું, તે જ પ્રમાણે આ નંદીશ્વરવગેરે દેખાય છે. તેથી અહો! ભગવાનનું જ્ઞાન સંપૂર્ણ તથ્ય છે' એમ તે ચારણશ્રમણો ભગવાનના જ્ઞાનની અનુમોદના કરે છે.
પ્રતિમાલોપકો ભોળાઓની સભામાં માથું હલાવી હલાવીને આવો પૂર્વપક્ષ સ્થાપે છે. તેઓના આ પૂર્વપક્ષની ઠેકડી ઉડાવતા સ્તુતિકાર કહે છે–
કાવ્યર્થ - (જિનશાસનપર) દ્વેષ રાખતી જે વ્યક્તિ(=પ્રતિમાલપક) ચૈત્ય પદના અર્થથી તે અપૂર્વવસ્તુઓનો બોધ કરાવનારું દષ્ટઅર્થવિષયક પણ જ્ઞાન જ વંદનીય છે એમ સ્વીકારે છે, પણ જિનપ્રતિમાને સ્વીકારતી નથી; તે વ્યક્તિને ધાતુ-પ્રત્યય-રૂઢિ-વાક્ય-વચન અને વ્યાખ્યાનું જ્ઞાન નથી. તેથી એ વ્યક્તિ બુદ્ધિશાળીઓના સમુદાયમાં હંસોમાં કાગડાની જેમ શોભતી નથી.
પ્રતિમાલોપકો ચૈત્યપદના અર્થતરીકે પ્રભુની પ્રતિમાને છોડી અપૂર્વવસ્તુઓનું આકલન કરતું હોવાથી અનુમોદનીય બનતા જ્ઞાનને સ્વીકારે છે. પણ ચૈત્યપદનો આ અર્થકરવામાં આવે તો તે દષ્ટાર્થસંચારી પણ બને, કેમકે અહીં ચેત્યોને વદે છે ત્યાં અપૂર્વ નહીં પણ છદ્મસ્થ જોયેલા પદાર્થઅંગે પણ ચૈત્ય' પદના પ્રયોગની આપત્તિ છે.