________________
ઉિત્સુકતાપૂર્વકના લબ્ધિના પ્રયોગમાં પ્રમાદ
न च लब्धिप्रयोगमात्रं प्रमादः, अग्लान्या धर्मदेशनादिना तीर्थकल्लब्धिप्रयोगेऽपि तत्प्रसङ्गात्। किन्तु तत्कालीनमौत्सुक्यमिति निरुत्सुकस्य नभोगमनेनापि चैत्यवन्दने न दोष इति दृढतरमनुसन्धेयम् । अत एव भगवत्यां तृतीयशतके पञ्चमोद्देशके सङ्घकृत्ये साधोक्रियकरणस्य विषयमात्रमुक्तम् । गारवपूर्वमभियोगे चानालोचनाનથી, પણ આરાધનારૂપ છે.
ઉત્સુકતાપૂર્વકના લબ્ધિના પ્રયોગમાં પ્રસાદ પૂર્વપક્ષ - જો ગૌતમસ્વામીએ અષ્ટાપદપર ચડવામાટે લબ્ધિનો ઉપયોગ કર્યો હોય, તો તેઓ આલોચનાના ભાગી બનવા જ જોઇએ કારણકે લબ્ધિનો ઉપયોગ પ્રમાદરૂપ છે. દા.ત. આહારકલબ્ધિનો ઉપયોગ કરી આહારકશરીર બનાવતી વખતે ચૌદપૂર્વધર સાધુ છઠ્ઠા-પ્રમત્તસંયત ગુણસ્થાને હોય છે.
ઉત્તરપક્ષઃ- “લબ્ધિના ઉપયોગ માત્રથી પ્રમાદનું સેવન થાય જ' એવો એકાંતે નિયમ નથી. જો આવો એકાંત નિયમ માનવામાં આવે, તો તીર્થકરને પણ પ્રમાદી માનવાની મોટી આપત્તિ આવે.
પૂર્વપક્ષઃ- ભગવાનને પ્રમાદી માનવાની આપત્તિ શી રીતે આવશે?
ઉત્તરપક્ષ -ભગવાન “પ્રાતિહાર્યાદિશોભાયુક્ત સમવસરણવગેરેમાંથાક્યાવિનાદેશના આપવી' વગેરેદ્વારા તીર્થંકરલબ્ધિનો ઉપયોગ કરતા હોય છે. લબ્ધિપ્રયોગમાં એકાંતે પ્રમાદ માનવામાં ભગવાનને પ્રમાદી માનવાની આપત્તિ આવે છે. (તીર્થંકરપણું લબ્ધિરૂપ છે તે આગપ્રસિદ્ધ છે કેમકે આગમમાં જ્યાં જંઘાચારણ વગેરે લબ્ધિઓના નામ છે, ત્યાં તીર્થંકરપણાની પણ ગણત્રી કરેલી છે.)
શંકા - તો પછી લબ્ધિનો ઉપયોગ ક્યારે પ્રમાદરૂપ બને?
સમાધાન - લબ્ધિનો ઉપયોગ જ્યારે કારણ વિના માત્ર લબ્ધિની તાકાતઆદિઅંગેની ઉત્સુક્તાવગેરેથી કરાય છે, ત્યારે જ પ્રમાદરૂપ બને છે. (ભગવાન ઉત્સુકતા વિના માત્ર જીવો પ્રત્યેની કરુણાથી જ સ્વાચારરૂપે તીર્થંકરલબ્ધિનો ઉપયોગ કરતા હતા. તેથી ધર્મદેશના દેવામાં ભગવાન પ્રમાદી ઠરે નહિ. તે જ પ્રમાણે ગૌતમસ્વામી ભગવાને અષ્ટાપદ ચડતીવખતે જંઘાચારણલબ્ધિનો ઉપયોગ કર્યો છતાં પ્રમાદ સેવ્યો નથી, કેમકે લબ્ધિના ઉપયોગવખતે ઉત્સુકતા હતી નહિ. તેથી ગૌતમસ્વામી આલોચનાના ભાગી બન્યા નથી. વળી, એ પણ ખ્યાલમાં રાખવું કે સાતમા=અપ્રમત્તસંયત ગુણસ્થાનકથી છઠ્ઠા પ્રમત્તસંયતગુણસ્થાનકે આલોચનામાં કારણભૂત પ્રમાદથી જ અવાય એવો નિયમ નથી, કારણ કે પ્રમાદસ્થાનો અને પ્રમત્તસંયત ગુણસ્થાનક બે ભિન્નવસ્તુ છે. એક મુખ્યતયા બાહ્ય-વ્યવહારરૂપ છે, બીજું મુખ્યતયા આંતરિક પરિણામ-નિશ્ચયરૂપ છે. છઠું-સાતમું ગુણસ્થાનક પરિવર્તનશીલ હોવાથી જ છદ્મસ્થ અવસ્થામાં રહેલા સદા અપ્રમત્ત ભગવાન પણ વારંવાર છઠે ગુણસ્થાનકે આવેલા, છતાં એ કંઇ પ્રમાદસ્થાન કે આલોચના સ્થાન બન્યા નથી. તેથી જ સંથારાપોરિસી સૂત્રમાં બતાવેલી જયણાપૂર્વક આવશ્યક નિદ્રા લેતો સાધુ પ્રમાદસ્થાન સેવતો મનાયો નથી. તેથી છદ્મસ્થો વૈક્રિયઆદિ લબ્ધિ ફોરવતી વખતે છઠે ગુણસ્થાનકે હોય એ સિદ્ધાંતને અને પુષ્ટાલંબને યતનાપૂર્વક લબ્ધિ ફોરવવા છતાં આલોચનાયોગ્ય પ્રમાદનો અભાવ એ બે વાતને વિરોધ નથી.) ચારણશ્રમણો પણ પોતાની લબ્ધિની શક્તિવગેરે જોવાની ઉત્સુકતાથી લબ્ધિનો ઉપયોગ કરે ત્યારે જ પ્રમાદી બને છે. તેથી તે સ્થાનની આલોચનાના ભાગી બને. પરંતુ સર્વત્ર પ્રતિભાવંદન તો નિર્દોષ જ સિદ્ધ થાય છે.
પ્રશ્ન - ઉત્સુકતા વિના લબ્ધિનો ઉપયોગ શું સંભવી શકે છે?
ઉત્તરઃ- હા, ભગવતી સૂત્રના ત્રીજા શતકના પાંચમા ઉદ્દેશામાં વૈક્રિયલબ્ધિનો વિષય બતાવ્યો છે. ત્યાં કહ્યું છે કે, “સંઘના કાર્યમાટે સાધુ વૈક્રિયલબ્ધિનો પ્રયોગ કરે છે.” આમ અહીં ઉત્સુક્તા વિના પણ લબ્ધિના ઉપયોગનું સ્થાન બતાવ્યું. પણ તે લબ્ધિના ઉપયોગ પછી આલોચના નહીં કરવામાં પરલોકમાં શી ગતિ થાય? વાત તે સ્થળે બતાવી નથી. આમ પુષ્ટાલંબને ઉત્સુકતા વગર લબ્ધિનો ઉપયોગ કરવામાં દોષ નથી.