________________
ભિગવાનની કૃપાથી શક્રના ક્રોધની શાંતિ
61
वीयीवयमाणे २, जेणेव सोहम्मे कप्पे, जेणेव सोहम्मवडेंसए विमाणे, जेणेव सभा सुधम्मा तेणेव उवागच्छइ, २ एग पायं पउमवरवेइआए करेइ, एणं पायं सभाए सुहम्माए करेइ, फलिहरयणेणं महया २ सद्देणं तिक्खुतो इंदकीलं आउडेति, २ एवं वयासी- 'कहिणं भो ! सक्के देविंदे देवराया ? कहिणं ताओ चउरासीइ सामाणियसाहस्सीओ? जाव कहिणंताओ चत्तारि चउरासीईओ आयरक्खदेवसाहस्सीओ? कहिणंताओ अणेगाओ अच्छराकोडीओ? अज्ज हणामि, अज्ज महेमि, अज्ज वहेमि, अज्ज ममं अवसाओ अच्छराओ वसमुवणमंतुति कट्ट तं अणिटुं अकंतं अप्पियं असुभं अमणुण्णं अमणामं फरुसं गिरं निसिरइ ।
तए णं से सक्के देविंदे देवराया तं अणिढे जाव अमणामं अस्सुयपुव्वं फरुसं गिरं सोच्चा निसम्म आसुरत्ते जाव मिसिमिसेमाणे तिवलियं भिउडिं निडाले साहट्ट चमरं असुरिंद असुररायं एवं वदासी- 'हभो ! चमरा ! असुरिंदा ! असुरराया ! अपत्थियपत्थया ! जाव हीणपुण्णचाउद्दसा! अज्ज न भवसि, नाहि ते सुहमत्थि'त्ति कट्ट तत्थेवसींहासणवरगते वज्ज परामुसइ २, तंजलंतंफुडतं तडतडतं उक्कासहस्साइंविणिम्मुयमाणं २, जालासहस्साई पमुंचमाणं २, इंगालसहस्साइं पविक्खिरमाणं २, फुलिंगजालामालासहस्सेहिं चक्खुविक्खेवदिट्टिपडिघातं
ચમરેન્દ્રના આવા અનિષ્ટ, પીડાકારક પૂર્વે નહીં સાંભળેલા કઠોર વચન સાંભળી શક્ર અત્યંત ગુસ્સે થયો થાવત્ ઉત્તેજિત થયો. શક્રની ભ્રકુટી ચડી ગઇ. કપાળમાં ત્રણ રેખા ઉપસી આવી, ગુસ્સાથી ધમધમતા શકે અસુરેન્દ્ર ચમરને કહ્યું –
‘ચમર! અસુરેન્દ્ર! અસુરરાજ ! મૃત્યુની ઇચ્છાવાળા! હીન પુણ્યવાળા! ચૌદસીયા !(ચૌદસે જન્મેલ =અભાગીયા) આજે તું હતો નહતો થઇ જવાનો.... તારું શુભ નથી.” એમ કહી શકે ત્યાં જ શ્રેષ્ઠસિંહાસન પર રહેલા વજને ગ્રહણ કર્યું. પછી શકે જાજ્વલ્યમાન, સ્કુરાયમાન, તડતડ અવાજ કરતાં, હજારો ઉલ્કા છોડતાં, હજારો
જ્વાળાઓ વેરતાં, હજારો અંગારાઓ ફેંકતાં, હજારો અગ્નિજ્વાળામાળાદ્વારા જોવામાત્રમાં આંખને પ્રતિઘાત કરતાં, અગ્નિથી પણ ચડિયાતા તેજથી દીપતા, શીઘ્રવેગી કિંશુકપુષ્પ જેવા (રંગવાળા) મહા ભયંકર વજને ચમરેજના વધ માટે છોડ્યું.
આવા જાજ્વલ્યમાન વજને આવતું જોઈ ગભરાયેલા ચમરેજે જલ્દીથી ચિંતન અને વિચાર કર્યો. પછી ભાંગી ગયેલા મુગટવાળો અને લટકતાં હાથના આભરણવાળો અને જાણે પરસેવો વહાવતો તે માથું નીચે અને પગ ઉપર કરી ઉત્કૃષ્ટ ગતિથી અસંખ્ય દ્વીપ સમુદ્રોને પસાર કરી જંબૂદ્વીપમાં મારી પાસે આવ્યો અને ભયયુક્ત ગદ્ગ સ્વરે - “ભગવન્! શરણ આપો!” એમ બોલતો મારા બન્ને પગની વચ્ચે જલ્દીથી છુપાઇ ગયો.
ભગવાનની કૃપાથી શક્રના ક્રોધની શાંતિ તે વખતે શક્રને આ પ્રમાણે વિચાર આવ્યો... “ચમરેજ પોતાની નિશ્રાથી(=બળથી) ઉર્ધ્વમાં સૌધર્મ દેવલોકસુધી આવવા સમર્થનથી અને તેનો વિષય પણ નથી, કારણ કે અમરેન્દ્ર અતિ , અતિની પ્રતિમા અને ભાવિત સાધુની નિશ્રા કરીને જ ઉર્ધ્વમાં સૌધર્મકલ્પસુધી આવવા સમર્થ છે. તેથી અમર આ ત્રણમાંથી કોઇકની નિશ્રા કરીને જ અહીં આવ્યો હોવો જોઇએ – અને જો તેમ હોય, તો મેં ચમરપર વજ છોડ્યું, તેથી ચમર એ ત્રણના શરણે જશે અને તેની પાછળ ગયેલા વજથી એ ત્રણની આશાતનાનો સંભવ છે.) તેથી તે અરિહંત ભગવંતો તથા સાધુઓની અતિઆશાતના ભારે દુઃખરૂપ છે.” આમ વિચારી શકે અવધિજ્ઞાનનો ઉપયોગ મુક્યો. અવધિજ્ઞાનદ્વારા મને(પ્રભુ) જોઇ શક્ર એકદમ વિચારે છે, “હા! અરે! ઓહ! હું હણાયો” (કેમકે મારાથી તીર્થકરની આશાતના થઇ રહી છે.) આ પ્રમાણે વિચારી શક