________________
6)
પ્રતિમાશતક કાવ્ય-૯) जाव जेणेव पुढविसिलावट्टए जेणेव मम अंतिए तेणेव उवागच्छति, २ ता मम तिक्खुत्तो आदाहिणं पदाहिणं करोति, २ ता जाव नमंसित्ता एवं वयासी- 'इच्छामि णं भंते ! तुम्भं नीसाए सक्कं देविंदं देवरायं सयमेव अच्चासादित्तए' त्ति कट्ट उत्तरपुरस्थिमं दिसिभागं अवक्कमइ, २ वेउब्वियसमुग्घातेणं समोहणइ, २ जाव दोच्चपि वेउब्वियसमुग्घातेणं समोहणइ, २ एणं महं घोरं घोरागारं भीमं भीमागारं भासुरं भयाणयं गंभीरं उत्तासणयं कालडरत्तमासरासिसंकासंजोयणसयसाहस्सीयं महाबोंदि विउव्वइ, २ अप्फोडेइ, २ वग्गइ, २ गज्जइ, २ हयहेसियं करेइ, २ हत्थिगुलगुलाइयं करेइ, २ रहघणघणाइयं करेइ, २ पायदद्दरगं करेइ, २ भूमिचवेडयंदलयइ, २ सींहणादं नदइ, २ उच्छोलेति, २ पच्छोलेति, २ तिवइं छिंदइ, २ वामभुयं ऊसवेइ, २ दाहिणहत्थपदेसिणीए य अंगुठुनहेण य वितिरिच्छमुह विडंबइ, २ महया २ सद्देणं कलकलरवं करेइ, एगे अबीए फलिहरयणमायाए उड्ड वेहासं उप्पतिए, खोभंते चेव अहोलोयं, कंपेमाणे च मेइणितलं, साकळूते व तिरियलोय, फोडेमाणे व अंबरतलं, कत्थइ गज्जतो, कत्थइ विज्जुयायंते, कत्थइ वासंवासमाणे, कत्थइरयुग्घायं पकरेमाणे, कत्थइ तमुक्कायंपकरेमाणे, वाणमंतरे देवे वित्तासेमाणे २, जोइसिए देवे दुहा विभयमाणे २, आयरक्खे देवे विपलायमाणे २, फलिहरयणं अंबरतलंसि वियड्डमाणे २, विउब्भावेमाणे २, ताए उक्किट्ठाए जाव तिरियमसंखेज्जाणं दीवसमुदाणं मझं मज्झेणं ઉત્પાતપર્વતપર જાય છે. (ભવનપતિ-વ્યંતર વગેરે દેવો જ્યાં ક્રીડાવગેરેના કારણે આવે અને ઉત્તરવૈક્રિયશરીર બનાવે, તે પર્વતને ઉત્પાતપર્વત કહે છે.) અહીં આવી ચમરેજ વેકિય સમુઠ્ઠાત કરે છે અને સંખ્યય યોજનની ઊંચાઇવાળું ઉત્તરવૈક્રિયશરીર બનાવે છે. તે પછી ચમરેન્દ્ર ઉત્કૃષ્ટ ગતિથી મારી પાસે આવે છે. મને ત્રણ પ્રદક્ષિણા દઇ મને નમસ્કાર કરે છે. પછી કહે છે કે, “હે ભદંત ! આપની નિશ્રાએ દેવેન્દ્ર શુક્રનું અપમાન કરવા ઇચ્છું છું એમ કહી ચમરેન્દ્ર ઈશાન દિશામાં જાય છે. ત્યાં વૈક્રિય સમુઠ્ઠાત કરે છે. યાવત્ બીજી વાર પણ વૈક્રિય સમુઠ્ઠાત કરી તે દ્વારા એક મોટું, ઘોર આકારવાળું, ભયંકરઆકારવાળું, ભાસ્વર, ભયાવહ, ગંભીર, ઉદ્વેગજનક, ચણોઠીના ઢગલા જેવું (કાળાશયુક્ત લાલ) એક લાખ યોજન લાંબુ મોટું શરીર વિકર્ષે છે. પછી ચમરેજ ઉત્તરવૈકિય શરીરમાં પ્રવેશી તાળીઓ પાડે છે, કૂદે છે, ગર્જના કરે છે, ઘોડાની જેમ જારવ કરે છે. હાથીની જેમ ગર્જના કરે છે. રથના અવાજ કરે છે, પગ પછાડે છે, ભૂમિપર ઠોકે છે, સિંહનાદ કરે છે. ઇત્યાદિ અનેક ચેષ્ટાઓ કરતા કરતા.... બીજાના સાથ વિનાના એકાકી તે ચમરેન્ડે આકાશમાં ઉર્ધ્વગમન કર્યું. અધોલોકને જાણે ક્ષોભ પમાડતા, પૃથ્વીતલને જાણે કંપાવતા, તિષ્ણુલોકને જાણેખેચતા, આકાશતલને જાણે ફોડી નાખતા, તથાક્યાંક મેઘ ગર્જના કરતા, ક્યાંક વીજળીના ચમકારા દર્શાવતા, તો ક્યાંક વરસાદ વરસાવતા, તથા ક્યાંક ધુળવૃષ્ટિ કરતા, તો ક્યાંક અંધકાર ફેલાવતા, તે ચમરેન્દ્ર જતા જતા... વ્યંતર દેવોને ત્રાસ પમાડ્યો.
જ્યોતિષ દેવોના બે વિભાગ કર્યા. તથા આત્મરક્ષક દેવોને ભગાડ્યા. તથા પરિઘને વારંવાર આકાશમાં ઊછાળ્યું. આ પ્રમાણે તેવી ઉત્કૃષ્ટઆદિ ગતિથી જતા જતા ચમરેન્દ્ર તિષ્ણુલોકના અસંખ્યદ્વીપસમુદ્રોની મધ્યમાં થઇ ઊડ્યો અને સૌધર્મદેવલોકના ‘સૌધર્માવલંસક વિમાનમાં રહેલી સુધર્મસભામાં આવ્યો. ત્યાં તેણે એક પગ પદ્મવરવેદિકાપર મુક્યો અને બીજો પગ સુધર્મસભામાં મુક્યો. તે પછી ચમરેન્દ્ર દરવાજાપર જોરથી પોતાનું પરિઘ શસ્ત્ર ત્રણવાર પછાડ્યું અને બરાડ્યો. ક્યાં છે એ દેવેન્દ્ર શ? ક્યાં છે તેના ૮૪,૦૦૦ સામાનિક દેવો ? ક્યાં છે તેના ૩ લાખ ૩૬ હજાર આત્મરક્ષક દેવો ? ક્યાં છે તેની કરોડો અપ્સરાઓ ? આજે હું બધાને હણીશ, બધાને મથી નાખીશ, બધાનો વધ કરીશ.... અવશ આ અપ્સરાઓને હું મારે આધીન કરીશ.” આ પ્રમાણે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, પીડાકારક કઠોરવાણી બોલ્યો.