________________
ચિારણોની પ્રતિમાનતિ સ્વારસિકી
15
(दंडान्वयः→ तेषां प्रतिमानतिः स्वरसतो न तु पुनः लब्ध्याप्ताद् लीलानुषङ्गादिति पाप्मनां गिरः कालकूटकवलोद्गाराः। हन्त ! एवं कथं नगादिषु न नति: ? कथं चेह चैत्यानां सा नतिर्व्यक्ता ? इति तर्ककर्कशगिरा તન્ફરવું મુદ્રિત ચત્ II)
'तेषाम्' इति । तेषां-जवाचारणविद्याचारणानां प्रतिमानतिः स्वरसतो न-स्वरस:-श्रद्धाभक्तिसंलुलितः परिणाम:, तु-पुन: लब्ध्याप्ताद्-लब्धिप्राप्ताद् लीलानुषङ्गात् लब्धिप्राप्तलीलादिदृक्षया प्रवृत्तानां तत्रावर्जनीयसन्निधिकदर्शनतयेत्यर्थः। न चास्वारसिकतन्नत्या काऽपि क्षतिः, स्वारसिकाकृत्यकरणस्यैव दोषत्वादित्येता: पाप्मनां लुम्पाकदुर्गतानां गिरः कालकूटकवलोगारा:-उद्गीर्यमाणकालकूटकवला इत्यर्थः, भक्षितमिथ्यात्वकालकूटानामीदृशानामेवोद्गाराणां सम्भवात् । तत्रोत्तरम्-हन्त ! इति निर्देशे। एवं लीलाप्राप्तस्य विस्मयेन साधूनां वन्दनसम्भवे कथं नगादिषु मानुषोत्तरनन्दीश्वररूचकमेरुतदारामादिविषये न चारणानां नतिः ? तत्राप्यपूर्वदर्शनजनितविस्मयेन तत्सम्भवात्। कथं चेह भरतविदेहादौ ततः प्रतिनिवृत्तानां चैत्यानां प्रतिमानां सा नति: ? इत्येवम्भूता या तर्ककर्कशा गी:, तया तन्मुखं पाप्मवदनं मुद्रितं स्याद् अनया गिरा ते प्रतिवक्तुं न शक्नुयुरित्यर्थः । कर्कशपदं तत्तर्कस्य निबिडमुद्राहेतुत्वमभिव्यनक्ति। अत्र यथा गोचरचर्योद्देशेनापि निर्गतेन साधुनाऽन्तरोपनता:
પ્રતિમાલોપકોની આ આશંકાને ફગાવતા કવિ કહે છે–
કાવ્યર્થ - ‘તે જંઘાચારણ-વિદ્યાચારણ મુનિઓ પ્રતિમાને સ્વરસથી=શ્રદ્ધા અને ભક્તિથી પ્રગટેલા પરિણામથી નમ્યા નથી. પરંતુ લબ્ધિથી પ્રાપ્ત થયેલી લીલાનાઅનુષંગથી નમ્યા છે. પ્રતિમાલોપકોની આવા પ્રકારની વાણી મિથ્યાત્વરૂપ કાલકૂટ ઝેરના ભોજનથી ઉદ્ધવેલા ઉદ્ધાર જેવી છે. (જો લીલાના અનુષંગથી જ તે નમન હોત તો) તેઓ માનુષોત્તર પર્વતઆદિપર રહેલા બગીચાઆદિના દર્શન કરવા કેમ ગયા નહિ? અને અહીંના ચેત્યોને શા માટે નમ્યા? (અહીંના ચેત્યો કંઇ અપૂર્વ નહોતા.) તર્કથી કર્કશ બનેલી આ વાણીથી તેઓને ચૂપ કરી શકાય છે.
પૂર્વપલ - લીલાથી નંદીશ્વરાદિપર ગયેલા ચારણો ત્યાં ચૈત્યને શ્રદ્ધા-ભક્તિથી નમ્યા નથી, પણ માત્ર વિસ્મયથી નમ્યા છે. અને વિસ્મયથી કરેલા નમનમાં અહોભાવ વગેરે ન હોવાથી મિથ્યાત્વકરણનો દોષ નથી. હા, વિસ્મયથી પણ નમવાનો દોષ સેવ્યો હોવાથી અતિચાર જરુર લાગ્યો છે. કેમકે અકૃત્યનું સેવન દોષરૂપ છે. તેથી અહીં મિથ્યાત્વના કારણે વ્રતભંગ થવાનો પ્રશ્ન જ નથી અને ચૈત્યનતિ સાધુઓને માન્ય છે તેમ પણ સિદ્ધ થતું નથી.
ઉત્તરપઃ - તમારી આ વાત બરાબર નથી. ચારણોએ જો ચેત્યો અપૂર્વ હોઇ વિસ્મયથી જ નમન કર્યું હોત, તો તે માનુષોત્તર, નંદીશ્વર, રૂચક, મેરુ પર રહેલા બગીચા-વન-વાવડીઓ વગેરેનું કુદરતી અદ્ભૂત સૌંદર્ય પણ તે શ્રમણોને વિસ્મય પમાડી શકત. તેથી તે શ્રમણો એ વનવગેરેને પણ અવશ્ય જોવા ગયા હોત અને નમ્યા પણ હોત. પણ સૂત્રમાં તો એ અંગે અંશમાત્રનો પણ ઉલ્લેખ નથી. તેથી જ અનુમાન કરી શકાય કે, આટલી ઊંચી ભૂમિકાએ પહોંચેલા ચારણશ્રમણો માત્ર વિસ્મયથી અકૃત્ય સેવી બેસે એ સંભવી શકે નહિ. તેથી તેઓ ત્યાં ચૈત્યને નમ્યા એ
સ્વારસિકી જ ક્રિયા હતી. વળી માની લો કે, નંદીશ્વરવગેરેના ચેત્યો અપૂર્વ હોઇ તે જોઇ વિસ્મય થવાથી તે ચેત્યોને નમે. પરંતુ અહીંના ચેત્યો તો અપૂર્વ નહોતા જ. તેથી તે શ્રમણોને અહીંના ચેત્યોને જોઇ વિસ્મય થવાનો કોઇ સવાલ જ નથી. તેથી જો ચૈત્યને વંદન અકરણીય હોત, તો અહીંના ચૈત્યોને વંદન કરવાનું કોઇ પ્રયોજન જ નહોતું. પણ સૂત્રમાં સ્પષ્ટબતાવ્યું છે કે, તે ચારણશ્રમણો પાછા આવીને અહીંનાચેત્યોને નમ્યા. તો કહો, તેઓ અહીંની પ્રતિમાઓને કેમ નમ્યા? આ તર્કથી કર્કશ વચનથી પ્રતિમાલોપકોનું મોં મુદ્રિત થાય છે, અર્થાત્ તેઓ જવાબ આપવા સમર્થ રહેતા