________________
11
પ્રતિમાશતક કાવ્ય-૭)
मनन्तानुबन्धिनामुदयेन चारित्रस्य मूलत एवोच्छेदात्, 'मूलच्छेज्जं पुण होइ बारसण्हं कसायाणं इति [विशेषाव. १२४९ उत्त.] वचनात्। तच्च नालोचनामात्रेणाऽपि शोधयितुं शक्यमित्ययं भारो मिथ्याकल्पकस्य शिरस्यास्ताम्। इत्येताः सन्नयः समीचीननयः, स एव मिथ्याकल्पनाविषविकारनिरासकत्वात् सुधा-पीयूषम्, तेन सारा बुधानां सिद्धान्तपारदृश्वनां गिर: वाचः॥६॥ ननु चारणानां यावान् गतेर्गोचर उक्तस्तावद्देशगमनपरीक्षायामेव मुख्य उद्देशः । तस्यां क्रियमाणायां तत्तच्चैत्यानामपूर्वाणां दर्शनाद् विस्मयोद्बोधेन तन्नतिः, न तु स्वरसत इति तदाचरणं न शिष्टाचार इति सर्वेषां साधूनां न तद्वन्द्यता तदृष्टान्तेनेति कुमतिमतमाशय निषेधति
तेषां न प्रतिमानतिः स्वरसतो लीलानुषङ्गात्तु सा,
लब्ध्याऽऽप्तादिति कालकूटकवलोद्गारा गिरः पाप्मनाम् । हन्तैवं न कथं नगादिषु नतिर्व्यक्ता कथं चेह सा,
चैत्यानामिति तर्ककर्कशगिरा स्यात्तन्मुखं मुद्रितम् ॥ ७॥ મિથ્યાત્વની હાજરીમાં વ્રતને અતિચાર ન લાગે, પણ વ્રતનો જ નાશ થઇ જાય; કારણ કે મિથ્યાત્વના પરિણામો પહેલા ગુણસ્થાનના છે અને વ્રતનો પરિણામ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનનો છે. વળી મિથ્યાત્વના ઉદયની સાથે અનંતાનુબંધી કષાયનો ઉદય અવશ્ય થાય છે. “બાર કષાયના (અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા અને લોભ=૧૨) ઉદયમાં ચારિત્રનો મૂળથી છેદ થાય છે.” એ વચન હોવાથી અનંતાનુબંધી કષાયના ઉદયમાં વ્રતનો ભંગ થાય છે. વ્રતના ભંગમાં માત્ર આલોચનાથી કામ ન પતે પણ ફરીથી સમ્યક્તનું આરોપણ અને વ્રતની સ્થાપના કરવાથી જ આરાધના થાય. જ્યારે સૂત્રમાં તો આલોચનપ્રતિક્રમણ કરવામાત્રથી શુદ્ધિ થઇ જાય છે અને આરાધકતા આવી જાય છે તેમ બતાવ્યું છે. તેથી નક્કી થાય છે કે, ચારણશ્રમણોને માત્ર આલોચના-પ્રતિક્રમણથી શુદ્ધિ થઇ જાય તેવો જ અતિચાર લાગ્યો છે. આ અતિચારની આલોચના કરવારૂપ કૃત્યના અકરણથી જ તેઓ અનારાધક બને છે. આ અતિચાર લબ્ધિના ઉપયોગરૂપ પ્રમાદના સેવનને કારણે જ સંભવી શકે છે. કારણ કે બીજો કોઇ વિકલ્પ સંભવતો નથી અને લબ્ધિનો ઉપયોગ એ પ્રમાદરૂપ છે એ સર્વમાન્ય હકીકત છે. આમ પ્રમાદસ્થાનની આલોચનારૂપ કૃત્યના અકરણથી જ ચારણશ્રમણો અનારાધક બને છે, નહિ કે જિનપ્રતિમાના વંદનથી. તેથી તે શિષ્ટ ચારણશ્રમણોએ પ્રતિમાને ભાવથી જ વંદન કર્યા હોવા જોઇએ કારણ કે તેમ કરવામાં તેઓને કોઇ પાપ કે મિથ્યાત્વ લાગતું નથી. તેથી જિનપ્રતિમાના ભાવથી વંદન એકાંતે નિર્જરાજનક હોવાથી સર્વ શિષ્ટ પુરુષો માટે કર્તવ્ય છે એમ સિદ્ધ થાય છે. કાવ્યમાં મિથ્યાકલ્પનારૂપ ઝેરના વિકારને દૂર કરતા સુનયને અમૃતની ઉપમા આપી છે. (ટીકાકારે પણ લબ્ધિઉપજીવનરૂપ પ્રમાદઅંગે જ આલોચનાદિની વાત કરી છે.) . ૬
ચારણોની પ્રતિમાનતિ સ્વારસિકી પૂર્વપક્ષ:- “સૂત્રમાં ચારણોને જ્યાં સુધી જઇ શક્તા બતાવ્યા છે, ત્યાં સુધી પોતે જઇ શકે છે કે કેમ? એવી પરીક્ષા કરવાના મુખ્ય ઉદ્દેશથી જ ચારણલબ્ધિધરો નંદીશ્વર આદિ દ્વીપોપરજાય છે. ત્યાં ગયા પછી ત્યાં રહેલા ચૈત્યોને પૂર્વે ક્યારેય પણ જોયા ન હોવાથી તે ચારણો તે ચૈત્યોના દર્શનથી વિસ્મય પામે છે. આ વિસ્મયથી તેઓ ચૈત્યને નમન કરે છે, પણ તે શ્રમણો “આ ચેત્યોને નમન કર્તવ્ય છે' એવા ભાવથી શ્રદ્ધાપૂર્વક ચૈત્યનમન કરતા નથી. તેથી ચારણોએ પ્રતિમાને નમન કર્યું એ શિષ્ટાચારરૂપ નથી. તેથી તે ચારણોના દષ્ટાંતથી સર્વ સાધુઓએ પ્રતિમાને વંદન કરવું જોઇએ” એમ કહેવું જરાય સંગત નથી.