________________
[12
પ્રતિમાશતક કાવ્ય-૬
अयं जम्बूद्वीप एवम्भूतो भवति, ततश्च देवे ण'मित्यादि हव्वमागच्छेज्जा' इत्यत्र 'यथा शीघ्राऽस्य देवस्य गतिरि'त्ययं वाक्यशेषो दृश्यः । सेणं तस्स ठाणस्स'इत्यादि-अयमत्र भावार्थः → लब्ध्युपजीवनं किल प्रमादस्तत्र चासेवितेऽनालोचिते न भवति चारित्रस्याराधना, तद्विराधकश्च न लभते चारित्राराधनाफलमिति, यच्चेहोक्तंविद्याचारणस्य गमनमुत्पादद्वयेनागमनं चैकेन, जछाचारणस्य तु गमनमेकेनाऽऽगमनं च द्वयेनेति, तल्लब्धिस्वभावात्। अन्ये त्वाहुः-विद्याचारणस्यागमनकाले विद्याऽभ्यस्ततरा भवतीत्येकेनागमनं, गमने तु न तथेति द्वाभ्याम् । जव्वाचारणस्य तु लब्धिरुपजीव्यमानाऽल्पसामर्थ्या भवतीत्यागमनं द्वाभ्यां, गमनं त्वेकेनैवेति ॥५॥ उक्तमेव स्वीकारयंस्तत्र कुमतिकल्पिताशङ्कां निरस्यन्नाह
प्रज्ञप्तौ प्रतिमानतिर्न विदिता किं चारणैर्निर्मिता.
तेषां लब्ध्युपजीवनाद् विकटनाभावात्त्वनाराधना। सा कृत्याकरणादकृत्यकरणाद् भग्नव्रतत्वं भवे
दित्येता विलसन्ति सन्नयसुधासारा बुधानां गिरः॥६॥ (दंडान्वयः→ प्रज्ञप्तौ किं चारणैर्निर्मिता प्रतिमानतिर्न विदिता ? (अपि तु विदितैव-प्रसिद्धैव) तेषां लब्ध्युपजीवनात्तु विकटनाभावादनाराधना । सा (अनाराधना) कृत्यस्याकरणात्, अकृत्यकरणाद् (तु) भग्नव्रतत्वं भवेत्। इत्येताः सन्नयसुधासारा बुधानां गिरः विलसन्ति॥) છેલ્લે આલોચના પ્રતિક્રમણ વગેરે કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે લબ્ધિનો ઉપયોગ કરવો એ પ્રમાદ છે. આ પ્રમાદનું સેવન કર્યા પછી જો આલોચના કરવામાં ન આવે, તો ચારિત્રની આરાધના થતી નથી. પણ વિરાધના થાય છે અને ચારિત્રવિરાધકને ચારિત્રની આરાધનાનું ફળ મળી શકે નહિ.
શંકા - વિદ્યાચારણને જતી વખતે બે ઉત્પાતથી જતા અને આવતી વખતે માત્ર એક ઉત્પાતથી આવતા દર્શાવ્યા. જ્યારે જંઘાચારણને એક જ ઉત્પાતથી જતાં અને આવતી વખતે બે ઉત્પાતથી આવતા દર્શાવ્યા. આ તફાવત પડવામાં કારણ શું છે?
સમાધાનઃ- આ તફાવત પડવામાં લબ્ધિનો તેવા પ્રકારનો સ્વભાવ જ કારણ છે. બીજાઓ આ બાબતમાં આ સમાધાન આપે છે –વિદ્યાનું વારંવાર પારાયણ વિદ્યાને વધુ સ્પષ્ટ બનાવે છે. તેથી વિદ્યાનું સામર્થ્ય વધે છે. વિદ્યાચારણોને જતી વખતે વિદ્યાનું પારાયણ વધુ ન હોવાથી સામર્થ્ય ઓછું હોય છે. તેથી બે ઉત્પાત કરવા પડે છે. આવતી વખતે વિદ્યાનું પારાયણ વધુ થવાથી વિદ્યા સ્પષ્ટ અને વધુ સમર્થ બને છે. તેથી એક કૂદકે તેઓ અહીં આવે છે. લબ્ધિની બાબતમાં આનાથી ઊભું છે. લબ્ધિનો ઉપયોગ જેટલો વધારે, તેટલી લબ્ધિની શક્તિ ઘટે. જંઘાચારણ લબ્ધિધરોને પ્રથમવારના લબ્ધિના પ્રયોગમાં સામર્થ્ય વધુ હોવાથી તેઓ જતી વખતે એક જ ઉત્પાતથી ગમન કરે છે. આવતી વખતે ફરીવાર લબ્ધિનો ઉપયોગ કરવાથી લબ્ધિનું સામર્થ્ય ઘટે છે. તેથી લબ્ધિધરોને આવતી વખતે બે ઉત્પાત કરવા પડે છે. તે ૫ ને
આલોચનાકૃત્યના અકરણમાં અનારાધના પૂર્વોક્ત અર્થનો સ્વીકાર કરતા કવિવર દુર્મતિવાળાઓની કલ્પિત આશંકાને અસંગત ઠેરવતા કહે છે–
કાવ્યર્થ - ભગવતી સૂત્રમાં ચારણો પ્રતિમાને નમ્યાએ વાત શું બતાવી નથી? (અર્થાત્ બતાવી જ છે.) તે સૂત્રમાં તેઓની(=ચારણોની) જે અનારાધના બતાવી છે, તે લબ્ધિના ઉપયોગની વિકટના=આલોચનાન